મોટી કોલવાડ પ્રાથમિક શાળા પણંજનાં મુખ્ય શિક્ષક શ્રી બાબુભાઈ ડી. પટેલ વય મર્યાદાને કારણે તા - ૩૦-૦૬-૨૦૨૨ના રોજ નિવૃત્ત થતાં તા - ૧૮-૧૦-૨૦૨૨ના રોજ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
તારીખ ૦૪-૦૬-૧૯૬૪મા જામનપાડા ગામના ગવળા ફળિયામાં જન્મેલ શ્રી બાબુભાઈ ડી. પટેલને શરુઆતથી શિક્ષણ પ્રત્યે લગાવને કારણે શિક્ષક નો વ્યવસાય પસંદ કર્યો હતો.
તેમની પ્રથમ નિમણૂક તારીખ -૨૨-૦૪-૯૧મા રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા તાલુકાના દડવી પ્રાથમિક શાળામાં થઈ હતી. ત્યારબાદ ભંડારિયા પ્રાથમિક શાળામાં સેવા આપી તારીખ ૩૦-૦૭-૨૦૦૩ના રોજ તેમણે જિલ્લાફેર બદલીથી આછવણી પ્રાથમિક શાળામાં હાજર થયા હતા.ત્યારબાદ તારીખ -૦૧-૦૧-૨૦૦૪ના રોજ મોટી કોલવાડ પ્રાથમિક શાળા પણંજ ખાતે ૧૮ વર્ષ ફરજ બજાવી બાળકોનાં હ્દયમાં અને ગ્રામજનોમાં આગવું સ્થાન મેળવી શક્યા હતા. શાળાનાં વિકાસની કેડીઓ તેમણે કર્મનિષ્ઠપણે કંડારી છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે, શાળાની ભૌતિક સુવિધાઓ માટે અને સામાજિક ક્ષેત્રે આપેલ યોગદાન માટે શાળા પરિવાર, એસ.એમ.સી. સભ્યો અને ગ્રામજનોએ તેમની દીર્ઘકાલીન સેવાની કદર સ્વરૂપે તારીખ ૧૮-૧૦-૨૦૨૨ના દિને નિવૃત્ત સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. < script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-3354119239526427" crossorigin="anonymous">
જેમાં ખેરગામ તાલુકા પ્રાથમિક સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ, માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ખજાનચી પરેશભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, કેન્દ્રશાળા આછવણીનાં આચાર્યો અને શિક્ષકો, તાલુકામાંથી પધારેલ શિક્ષકો,શાળાપરિવાર, SMC સભ્યો, ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, મિત્રમંડળ, સગાસંબંધીઓ હાજર રહી હવે પછીનું તેમનુ નિવૃત્ત જીવન સમાજના કલ્યાણ માટે લોકોપયોગી બની રહે તેવા આશિર્વચન આપ્યા હતાં.