સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તારીખ -19-10-2022 નાં બુધવારના રોજ લહેરકા ફળિયા ખેરગામ (પ્રાથમિક શાળાનું મેદાન) ખાતે બી.આર.સી.ભવન ખેરગામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી રક્ષાબેન પટેલ, તા. પં. કારોબારી સભ્યશ્રી શ્રીમતી અલકાબેન પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખજાનચી પરેશભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ગામનાં આગેવાન શ્રી અનિલભાઈ પટેલ, જિ.પં.માજી સભ્ય પ્રશાંતભાઈ પટેલ, ગામનાં આગેવાન હર્ષદભાઈ પટેલ,બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ સી આર.સી ભાવિકાબેન, શામળા ફળિયા સી.આર.સી મહેશભાઈ કુંડેરા. પાટી સી.આર.સી. ટીનાબેન, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન, બી.આર.સી.ઓફિસ સ્ટાફ ભાવેશભાઈ તથા આશિષભાઈ, ssa બાંધકામ TRP સંજયભાઈ, IED SPECIAL EDUCATOR આશિષભાઈ તથા રીટાબેન, તાલુકાના આચાર્યો, શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.