રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી છે.

0


🌎ખેરગામ 

ગુજરાત સરકાર દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી છે.  જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરુ થશે. 6 ડિસેમ્બરથી જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે. વધઘટ અને જિલ્લા આંતરીક અરસપરસ બદલી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યોજાશે. જિલ્લા આંતરીક બદલી ઓનલાઈનનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે.  જિલ્લા ફેર બદલી 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યોજાશે. 

આજે તારીખ ૨૦-૧૦-૨૦૨૨નાં દિને નવસારી જિલ્લા ખાતે વધઘટનો કેમ્પ યોજાયો હતો. 

          જેમાં ખેરગામ તાલુકામાં ત્રણ શિક્ષકોની વધ હતી. એની સામે તાલુકાની ૧૦ શાળાઓમાં ઘટ હતી.જેમાં કન્યાશાળા ખેરગામમાં બે ઘટની જગ્યાઓ વધઘટ બદલી કેમ્પમાં ૨ જગ્યાઓ જ્યારે બંધાડ ફળિયા આછવણીની ૧ જગ્યા પૂરાઈ હતી. હવે પછીની ખેરગામ તાલુકાની બાકી રહેતી ૭  જગ્યાઓ નારણપોર પ્રાથમિક શાળા -૧ , પાણીખડક પ્રાથમિક શાળા -૨ ધામધૂમા પ્રાથમિક શાળા -૧ તોરણવેરા પ્રાથમિક શાળા -૧, મંદિર ફળિયા પ્રાથમિક શાળા -૧, કૃતિખડક પ્રાથમિક શાળા -૧ માટે બદલી ઇચ્છુક શિક્ષકો ઓનલાઇન બદલી કેમ્પ માટે અરજી કરી શકશે.

નવસારી જિલ્લાના તમામ તાલુકાની જગ્યાઓ જોવા માટે નીચે આપેલ તાલુકાવાઈઝ લિન્ક પર ક્લિક કરો.

(૧)  નવસારી તાલુકાની જગ્યાઓ 

(૨) જલાલપોર તાલુકાની જગ્યાઓ

(૩) ગણદેવી તાલુકાની જગ્યાઓ 

(૪) ચીખલી તાલુકાની જગ્યાઓ 

(૫)  વાંસદા તાલુકાની જગ્યાઓ 

(૬)  ખેરગામ તાલુકાની જગ્યાઓ 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top