જાતજાતના ફૂલો વિશે.....

 રેફ્લેશિયા : માથું ફાડી નાંખે એવી દુર્ગંધ ફેલાવતું દુનિયાનું સૌથી મોટું ફૂલ

દુનિયા વિવિધતાથી ભરેલી છે. માનવી જ નહી ધરતી પરનો હું દરેક જીવ વિવિધતા ધરાવે છે. છોડની વાત કરીએ તો દુનિયામાં છોડની 4 લાખ પ્રજાતિઓ છે, જેમાંધી 70 ટકા છોડની પ્રજાતિ કુલ આપે છે. એ ફૂલોમાં પણ વૈવિધ્ય અપાર. કેટલાંક રંગીન હોય, તો કેટલાંક સફેદ. કોઇ મનને તરબતર કરી નાંખે એવી સુગંધ ધરાવે, તો કેટલાંક કુલ એવાં પણ હોય કે માથું ફાડી નાંખે એવી દુર્ગંધ ફેલાવતાં હોય. કેટલાંક ફૂલ વળી સાવ નાનાં હોય તો કેટલાંક વિશાળકાય હોય. એવું જ એક દુર્ગંધ ફેલાવતું અને વિશાળકાય ફૂલ એટલે રેફલેશિયા, વિશ્વમાં સૌથી મોટા ફૂલનો ખિતાબ ધરાવતું રેફલેશિયા હવે નામશેષ થવાને આરે પહોંચી ગયું છે.

દક્ષિણ પૂર્વ એશિયામાં વૈજ્ઞાનિકોના મતે આ રહસ્યમય છોડ બ્રુનેઇ અને થાઇલેન્ડમાં જોવા સંપૂર્ણ ખીલ્યા પછી એક જ દિવસમાં મુરઝાવા માંડે છે

ખાસ કરીને ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, મળતું રેફ્લેશિયા નામનું ફૂલ દુનિયામાં સૌથી મોટું ફૂલ છે. એ પરજીવી ફૂલ છે. મતલબ કે તે બીજા પર આધાર રાખીને ખીલે છે. જોકે આ કુલ પાસે ઊભું રહેવું પણ મુશ્કેલ થઇ જાય છે. લનું નામ પડે એટલે આપણને સુગંધ પ્રસરાવતા ગુલાબ કે મોગરા જેવા ઘરઆંગણાનાં ફૂલ યાદ આવી જાય, પરંતુ આ ફુલ સુગંધ નહીં પણ ગંધ  પ્રસરાવે છે અને તેથી જ તેની પાસે પણ જવું મુશ્કેલ છે.


રેફ્લેશિયા ફૂલનો વ્યાસ ત્રણ ફૂટથી મોટો છે. મતલબ કે મોટી છત્રી જેવું એ ફૂલ છે. એ કારણે જ તે વિશ્વનું સૌથી મોટું ફૂલ ગણાય છે. રેસ્ક્લેશિયા ફૂલનું વજન સાત કિલોથી વધુ હોય છે. આ લાલ રંગનું ફૂલ દૂરથી અલગ દેખાઇ આવે એવું છે. દેખાવમાં લોકોને આકર્ષી શકે એવા રેક્લેશિયાના ફલની દુર્ગંધ સડેલા મૃતદેહ જેવી હોય છે. એ ગંધને કારણે તમામ પ્રકારના જીવો આ ફુલથી દૂર રહે છે. આ ફૂલ માત્ર એક જ દિવસ માટે સંપૂર્ણ રીતે ખીલે છે, ત્યારબાદ તે સુકાવા માંડે છે. એ પછી તે ધીરે ધીરે નાશ પામે છે. સુમાત્રાના લોકો તેને ડેડ ફ્લાવર તરીકે ઓળખે છે.

ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોવા મળતા આ ફ્લને ‘ડેડ પ્લાન્ટ’ કહેવામાં આવે છે. સંપૂર્ણ ખીલ્યા પછી તેનું વજન 7 કિલો સુધી હોય છે. આ લાલ ફૂલમાં પાંચ પાંખડીઓ હોય છે જેના પર સફેદ છાંટ જોવા મળે છે. તેની દુર્ગંધને કારણે તેની આસપાસ જીવજંતુ કે પ્રાણીઓ ફરકતાં નથી, પરંતુ મધમાખીઓ તેની આસપાસ ભમતી રહે છે. સમગ્ર વિશ્વમાં રેહ્લેશિયાની લગભગ 42 પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી આઠ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળે છે. તેમાંથી મોટા ભાગની એટલે કે 60 ટકા પ્રજાતિ વિલુપ્ત થવાના આરે પહોંચી ગઇ છે. એ કારણે જ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે તેને નામશેષ થવાના  પહોંચી ગયેલી પ્રજાતિઓની યાદીમાં સ્થાન આપ્યું છે.

એમ તો સામાન્ય રીતે જોવાં મળતાં લો કરતાં તે સાવ અલગ હોય કેટલાક તેને એલિયન પણ માને છે. તો વળી એના રાક્ષસ જેવા રૂપને કારણે પણ તે ચર્ચામાં રહે છે. વૈજ્ઞાનિકોના મતે આ રહસ્યમય પરજીવી છોડ જમીન સાથે જોડાયેલો છે. સંપૂર્ણ ખીલ્યા પછી તે એક જ દિવસમાં મુરઝાવા માંડે છે. સડેલા મશરૂમની જેમ પડી જાય છે. તે તીવ્ર ગંધ પણ બહાર કાઢે છે, જે સહન કરવું ખૂબ મુશ્કેલ છે.

આ ફૂલને દુર્લભ પ્રજાતિ માનવામાં આવે છે. પૂર્ણ ખીલ્યા પછી તે ચાર ફૂટ સુધી ઊંચું થાય છે. દુર્ગંધ હોવાને કારણે જીવજંતુ તો તેનાથી દૂર ભાગે છે, પરંતુ જીવજંતુ કે પ્રાણીને કારણે નહીં પણ માનવજાતને કારણે આ અનોખા ફૂલનો નાશ થઇ રહ્યો છે. ખાસ કરીને દુનિયાના દરેક ખૂણે જંગલોનો નાશ થઇ રહ્યો છે, તેમ ઇન્ડોનેશિયા જ નહી રેક્સેશિયા જ્યાં ઊગે છે, એ તમામ દેશોમાં જંગલોનો નાશ થઇ રહ્યો છે, ત્યારે તેની સામે જોખમ પેદા થયું છે, જેના કારણે આ છોડ હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયો છે. હવે તેને બચાવવા માટે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં  પ્રયાસો થઈ રહ્યા છે.



ગલગોટો ભારતમાં ક્યાંથી લવાયો?

ઐશ્વર્યાની ઈચ્છાશક્તિનું પ્રતીક એવા ગલગોટાનું ઉદ્ભવસ્થાન મેક્સિકો છે. જે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગલગોટો દેશના નાનામાં નાના ગામડાં સુધી જાણીતો બની ગયો છે. ગલગોટો તેની સરળ ખેતી પદ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શક્તિ, આખા વર્ષ દરમિયાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી સિઝન, લાંબી ટકાઉ શક્તિ અને આકર્ષક સુંદર મજાના રંગોવાળા ફૂલોને કારણે ભારતમાં સૌથી વધુ લોકપ્રિય અને પૂજા માટે ઉપયોગી બન્યો છે. ગલગોટો તેના નારંગી અને પીળા રંગના પવિત્ર પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શણગાર કરવામાં, સાજ-સજાવટમાં, ફૂલોની સુશોભિત રંગોળીમાં ખાસ અને અનિવાર્યપણે ઉપયોગમાં લેવાતું ફૂલ છે. ગલગોટો પોતાના રંગ, કદ, આકાર અને છોડના કદ-વિકાસના વૈવિધ્યને લીધે બગીચામાં સુશોભિત ફૂલ-છોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે. શાકભાજી અને પાકોમાં મૂળના કૃમિ અને નુકસાનકર્તા લીલી ઈયળોને આવતી રોકે છે. ગલગોટાના ફૂલોમાં રહેલું લ્યુટિન નામક તત્ત્વ કુદરતી કલર તરીકે ખાદ્યપદાર્થના રંગ માટે, પોલ્ટ્રી ફીડ તરીકે, ફાર્માસ્યુટિકલ તથા ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાય છે. સામાન્ય રીતે ગલગોટાની ખેતી ભારતમાં મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને મધ્ય પ્રદેશમાં કરવામાં આવે છે.

સવાલ – ગલગોટાને અંગ્રેજીમાં શું કહે છે?

(એ) યેલોવેરા (બી) ગોલ્ડન ફ્લાવર

(સી) સિલ્વર ગોલ્ડ (ડી) મેરી ગોલ્ડ 


ગુલાબ 


- ગુલાબ એ વિશ્વનું સૌથી લોકપ્રિય ફૂલ છે. ગુલાબની વિશ્વભરમાં ૧૫૦૦૦ જેટલી જાત છે.
- ગુલાબ વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ સફરજન, બદામ અને ચેરીની જાતનો છોડ છે.
- પૃથ્વી પર લાખો વર્ષ પહેલાં ગુલાબ ઊગતા હતા. અમેરિકાના કોલોરાડોમાં ગુલાબનું ૩૦ લાખ વર્ષ જૂનું અશ્મિ મળી આવેલું.
- રોમમાં પ્રાચીન કાળથી મહેમાનોનું સ્વાગત ગુલાબની પાંખડી વરસાવીને કરવાનો રિવાજ છે.
- પ્રાચીન કાળથી ગુલાબજળથી સ્નાન કરવાની પરંપરા છે. ગુલાબજળ ઔષધીય પણ છે.
- વિશ્વનો સૌથી જૂનો ગુલાબનો છોડ જર્મનીના હીલ્ડેશીપ કેથેડ્રલમાં આજે પણ હયાત છે તે ઇ.સ. ૮૧૫માં ઉગ્યો હતો. ૧૯૪૫માં બોમ્બમારામાં કેથેડ્રલ પડી ભાંગેલુ પણ ગુલાબનો છોડ કાટમાળ નીચેથી ફરી ઊગેલો.
- વિશ્વનો સૌથી મોટો ગુલાબનો બગીચો ઇટાલીમાં છે. કેવરીગ્લીયામાં આવેલા આ બગીચામાં ૭૫૦૦ જાતના ગુલાબ થાય છે.
- ગુલાબના ફૂલ લાલ, ગુલાબી, પીળા અને સફેદ હોય છે. નિષ્ણાતોએ કાળા રંગના ગુલાબ પણ વિકસાવ્યા છે.


અલામાન્ડા



અલામાન્ડા કેથર્ટિકા, જે સામાન્ય રીતે અલામાન્ડા તરીકે જાણીતી છે, તે બ્રાઝિલની એક પ્રકારની સુશોભન ઝાડી વેલો છે. જો કે, કારણ કે તે એક ઝેરી છોડ છે, તે રોપણી સ્થળોએ સાવચેત રહેવું જરૂરી છે, હંમેશા એવા સ્થળોએ રોપવાનો પ્રયાસ કરવો જ્યાં બાળકો અને પ્રાણીઓની ઍક્સેસ નથી. છોડ ગરમ આબોહવામાંથી છે અને ખૂબ જ છે લેન્ડસ્કેપિંગમાં વપરાય છે.

અલામાન્ડા એ પર્ગોલાસ અને ટ્રેલીસીસને સજાવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, તે બગીચામાં ખૂબ જ આકર્ષણ અને સુંદર અસર લાવે છે. ફ્લાવરિંગ સામાન્ય રીતે પીળા રંગના વાઇબ્રન્ટ શેડમાં થાય છે, અને કેટલાક ગુલાબી રંગમાં શોધવાનું શક્ય છે.


કૅલિઆન્દ્રા



કૅલિઆન્દ્રા હેરિસી, લોકપ્રિય રીતે માત્ર કેલિઆન્દ્રા અને લાલ સ્પોન્જ તરીકે પણ જાણીતી છે. બ્રાઝિલિયન સેરાડો અને તેના ઝાડમાંથી ઉદ્દભવતો છોડ 4 મીટરની ઊંચાઈ સુધી માપી શકે છે. ફૂલો વસંત અને ઉનાળામાં દેખાય છે, અને કારણ કે તે નાજુક હોય છે, બંધ થવાની પ્રક્રિયા રાત્રિ દરમિયાન થાય છે.

તે એક એવો છોડ છે જે ગરમ તાપમાનમાં ખૂબ જ સારી રીતે ખીલે છે અને ઉગે છે, કારણ કે તે ઠંડી પ્રત્યે સંવેદનશીલ હોય છે. ફૂલો પોમ્પોમ આકારના હોય છે, ખૂબ જ અલગ હોય છે અને રંગ સફેદ અને લાલ વચ્ચે બદલાય છે. ફૂલો પછી, ઉનાળામાં ફળો આવે છે. તે આખા વર્ષ દરમિયાન સરળ વૃદ્ધિ પણ ધરાવે છે, જે તેની સરળ ખેતી માટે એક ઉત્તમ વિકલ્પ છે.


વાયોલેટ ટ્રી



દુરાંતા ઇરેક્ટા, જે વાયોલેટ ટ્રી તરીકે પ્રખ્યાત છે, તે ખૂબ જ સુશોભન પ્રકાર છે. ઝાડવા અને તે 6 મીટરની ઊંચાઈ સુધી માપી શકે છે. તેની ખેતી સૂર્ય અને ગરમ આબોહવાના ઉપયોગથી થાય છે. ફૂલોમાં, જે વસંત અને ઉનાળામાં તીવ્રપણે થાય છે, તે જાંબુડિયા, વાદળી અને સફેદ રંગના રંગોમાં સુંદર ફૂલોમાં પરિણમે છે.

આ છોડનો વ્યાપકપણે ટોપિયરીની પ્રેક્ટિસમાં ઉપયોગ થાય છે, જે છોડની કાપણીની કળા છે.તેની ઝડપી વૃદ્ધિને કારણે સુશોભન સ્વરૂપો. ફૂલો પછી, છોડ નાના પીળા ફળો ઉત્પન્ન કરે છે, જે પક્ષીઓ માટે ભૂખ લાવે છે.


અમરેન્થસ

અમરેન્થસ એ છોડની એક જીનસ છે જે હજારો વર્ષોથી ઉગાડવામાં આવે છે. તેના પોષક, ઉપચારાત્મક અને ધાર્મિક પાસાઓને કારણે પ્રથમ સંસ્કૃતિઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તેઓ નાના છોડ છે, તેથી તેઓ છોડો અને ઝાડની ઊંચાઈ સુધી પહોંચી શકતા નથી, તેમની ઊંચાઈ સરેરાશ 15 સેન્ટિમીટર હોય છે.

નાના ફૂલો ફૂલોમાં ગોઠવાયેલા હોય છે જેમાં સેંકડોથી હજારો હોઈ શકે છે. ફૂલોનો રંગ અલગ-અલગ હોય છે, અને તે સંપૂર્ણપણે લીલો, ભૂરો, ભૂરો હોઈ શકે છે અને સૌથી પ્રબળ અને સામાન્ય રંગ તીવ્ર લાલ છે. અમરાંથ તેના નાના બીજ વાવીને ઉગાડવામાં આવે છે અને તે ઉષ્ણકટિબંધીય અથવા ઉષ્ણકટિબંધીય આબોહવાને પસંદ કરે છે.


બ્રહ્મ કમળ



બ્રહ્મ કમળનું ફુલ એક અદ્દભૂત પુલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફુલને ખીલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે. આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે. બ્રહ્મ કમળ ખાસકરીને ઉત્તરાખંડ રાજ્યનું પુષ્પ છે. અહીં આ ફૂલોની ખેતી પણ થાય છે. આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારીથી લઈ ચિકલા, રૂપકુંડ, હેમકુંડ, બ્રજગંગા, ફૂલોની ઘાટી, કેદારનાથ સુધી મળી આવે છે.

વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા

આ ફૂલને ભારત ઘણા અન્ય નામોથી પણ ઓળકે છે જેમ કે- હિમાચલમાં દૂધાફૂલ, કાશ્મીરમાં ગલગજ અને ઉત્તર-પશ્ચિમી ભારતમાં બરગનડટોગેસના નામથી પ્રસિદ્ધ છે. આ ફૂલ ખુબ જ સુંદર હોય છે. તેને દિવ્ય ફુલ પણ કહેવામાં આવે છે. આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા છે.

ફૂલનું ધાર્મિક મહત્વ

આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ફૂલ ધાર્મિક મહત્વ પણ છે. માન્યતાઓ ઓનુસાર બ્રહ્મ કમળ માં નંદાનું પ્રિય પુષ્પ છે. માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે. બ્રહ્મકમળનો અર્થ જ છે 'બ્રહ્માનું કમળ'. કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે, તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

ફૂલનો ઔષધીય ઉપયોગ

બ્રહ્મ કમળ ફૂલના ઘણા ઔષધીય ઉપયોગ પણ હોય છે. તેનો ઉપયોગ દાજી જવા કે ઘા થવા, શરદી-તાવ, હાડકાના દુખાવા વગેરેમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાંથી નિકળતા પાણીને પીવાથી થાક દૂર થાય છે.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top