વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટની સેવાકીય પહેલ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટની સેવાકીય પહેલ ત્રણ ગામોના 350થી વધુ બાળકોને રૂ. 1 લાખની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ ગણદેવી/બીલીમોરા, તા. 9 ઓગસ્ટ, 2026: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણદેવી અને બીલીમોરા નજીકના ત્રણ ગામોમાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના પૂરથી અસરગ્રસ્ત પરિવારો અને જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ બાળકોને અંદાજે રૂ. 1 લાખની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાઘરેચ, ક્લમઠા નાયકીવાડ ફળિયું અને ધમડાચા ગામોમાં બાળકોને નોટબુક, સ્કૂલબેગ, બોલપેન સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદ કેટલાક પૂરપીડિત પરિવારોને બ્લેન્કેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂર જેવી કુદરતી આફતના સમયમાં બાળકો અને અસરગ્રસ્ત પરિવારોને સહાય મળી રહે તે માટે ટ્રસ્ટ તથા સહયોગીઓ દ્...