Posts

Showing posts with the label SSC DISTRICT TOPPER 2023

ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

Image
  પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ એ 600 માંથી582 ગુણ સાથે 97% તથા 99.99 PRRank મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 બોર્ડની એક્ઝામ નું પરિણામ જાહેરથયું છે. ત્યારે ખેરગામ તાલુકામાં રહેતી અને ચીખલીની એબી સ્કૂલમાં ભણતી દ્રષ્ટિ પટેલ એ 600 ગુણ 582 મેળવી IIT માં જવાનું સપનું સેવી રહી છે. દ્રષ્ટિ પટેલ ના પિતા ખેરગામ નવા રોડ સ્થિત મોબાઈલ શોપ ચલાવે છે. જેમાં તે મોબાઈલ રીપેરીંગ અને વેચાણનું કામ કરે છે તેમ છતાં પિતાએ પોતાની દીકરીને બોર્ડના વર્ષમાં મોબાઇલથી દૂર રહેવાનું અપીલ કરી હતી. જેના પગલે દ્રષ્ટિએ સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ તહેવાર કે કાર્યક્રમમાં ઓછી હાજરી આપી મહેનત કરી 99.99 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. સખત પરિશ્રમની કોઈજ વિકલ્પ નથી.દ્રષ્ટિ પાસ થયા બાદ હવે ભવિષ્યમાં આગળ વધીને IITમાં એડમીશન મેળવવાની ઈચ્છા ધરાવે છે. માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેરકરવામાં આવ્યું હતું. જેમાં રાજયનું પરિણામ 64.62 % જ્યારે નવસારી જિલ્લાનું પરિણામ 64.75 % રહ્યું.નવ...