Dang news : ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વઘઈ ખાતે 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ :

0

Dang news : ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વઘઈ  ખાતે 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ :

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને વઘઇમાં 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાનનુ આહવાન કર્યું છે. 

ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે, તારીખ ૨જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમા ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. 

ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વઘઇ ગોળ સર્કલ પાસે સ્વચ્છતા કાર્યક્રમમા શ્રમદાન બાદ, કૃષિ પોલિટેકનીક કોલેજ ખાતે આયોજિત એક કાર્યક્રમમા, રાષ્ટ્રપિતા પૂ.બાપુની ૧૫૫મી જન્મ જયંતિના ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણી સાથે ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણી કરવામા આવી હતી. 

આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂ.બાપુએ, ભારત દેશને અહિંસાના જોરે આઝાદી અપાવી હતી. ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા હતા. સત્યને હંમેશા વળગી રહ્યા. તેઓ દેશવિદેશમા ચાલતા જાતિગત ભેદભાવ સામે લડ્યા, અને ભારતને આઝાદી અપાવી હતી.  

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણાદાયક બાબત છે. પૂ. બાપુ સ્વછતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વછતા બાબતે જાગૃત બનીએ, આપણા જીવનમા સ્વછતા અપનાવી અન્ય લોકોમા જાગૃકતા લાવીએ, અને દરેક લોકોને આ અભિયાનમા સહભાગી બને તે માટે પ્રયત્ન કરીએ. તેમ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

દરમિયાન ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ રોજે રોજ સ્વછતા સાથે જોડાયેલા કર્મચારીઓને સન્માનિત કરવા સાથે, દરેક લોકોને પોતાનુ ઘર, મહોલ્લા, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સંકલ્પબદ્ધ બનવા માટે પણ શ્રી વિજયભાઈ પટેલે અનુરોધ કર્યા હતો.  

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આ વેળા જણાવ્યુ હતુ કે, પૂ.બાપુ હંમેશા સ્વછતાના આગ્રહી હતા. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી 'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અંતર્ગત તા.૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર-૨૦૨૪ સુધી યોજાયેલ પખવાડીક અભિયાનમા, જિલ્લાના તમામ લોકો જોડાયા હતા. જે બદલ જિલ્લા પ્રમુખશ્રીએ વહિવટી તંત્ર અને લોકોને અભિનંદન પાઠવ્યા હતા. હવે આ અભિયાન તા.૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિ/રાષ્ટ્રીય એકતા દિવસ સુધી હાથ ધરવાનુ નક્કી થયુ છે, ત્યારે સૌને પોતાના સ્વભાવ અને સંસ્કારને સ્વચ્છતા સાથે જોડવાની પણ તેમણે હાંકલ કરી હતી.

આ પ્રંસગે કલેક્ટર શ્રી મહેશ પટેલે જણાવ્યું હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીનુ જીવન જ સંદેશ ભર્યું છે. તેઓનુ જીવન જ એક સંદેશ છે. પૂ. બાપુ વિચારોથી પણ સ્વચ્છ હતા. 

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી પ્રંસગે ફક્ત સ્વચ્છતાની ચર્ચા નહી, પરંતુ સાચા અર્થમા આપણા જીવનામા સ્વછતા અપનાવી, પર્યાવરણને સ્વચ્છ બનાવવાનુ આહવાન, કલેક્ટરશ્રીએ કર્યું હતુ. 

વધુમા પટેલે બીજી ઓક્ટોબર પૂ.બાપુનાંલ જન્મદિને, બાપુની જીવનગાથા વર્ણવી, આજના જ દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસને પણ યાદ કરી, તેમનુ સ્મરણ કર્યુ હતુ. 

કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા અને ગ્રામ પંચાયતનુ સન્માન કરતા, આહવા તાલુકાને શ્રેષ્ઠ જનભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષિત એકમો ટ્રાન્સ્ફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામા આવ્યો હતો. 

જ્યારે સફાઈ મિત્ર શિબિરોની શ્રેષ્ઠ કામગીરી કરનાર વઘઈ તાલુકાને પણ એવોર્ડ આપવામા આવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયતોમા પ્રથમ વઘઈ ગ્રામ પંચાયત, બીજા નંબરે આહવા ગ્રામ પંચાયત, ત્રીજા નંબરે દગડીઆંબા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.

અહીં ઉપસ્થિત સૌ લોકોએ દિલ્હીથી પ્રસારિત વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીનો જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા ૧૭મી સપ્ટેમ્બર થી ૧લી ઓક્ટોબર દરમિયાન જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામા 'સ્વછતા હી સેવા અભિયાન' મા કુલ ૫૫,૦૫૫ લોકોએ ભાગ લીધો છે. જેમા 'સ્વછતા હી સેવા' અભિયાનમા ૬૭૬ કીલોગ્રામ કચરાનુ એકત્રિકરણ કરાયુ હતુ. તો 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત ૧,૧૫૭ છોડવાઓનુ વાવેતર પણ કરવામા આવ્યુ છે.

આ કાર્યક્રમ વેળાએ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદ ભોયે, સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી.તબિયાર, આહવાના તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગવાંદે, વઘઈના તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મીનાબેન પટેલ, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

#MahatmaGandhiji 

#SHSGujarat2024 

#SBD2024 

#SHS2024

#10YearsOfSwachhBharat 

Courtesy : info Dang gog

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top