તાપીના કહેર ગામની ઉપાસના ચૌધરીની સિદ્ધિ, ભારતીય ખો-ખો ટીમમાં પસંદગી પામી.

0

 


તાપીના કહેર ગામની ઉપાસના ચૌધરીની સિદ્ધિ, ભારતીય ખો-ખો ટીમમાં પસંદગી પામી.

૧૨ થી ૧૫ઓક્ટોબર સુધી મલેશિયામાં  આંતરાષ્ટ્રીય   ખો-ખો ટેસ્ટ  સિરિઝમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

તાપી જિલ્લાના નાનકડા એવા કહેર ગામની દિકરી ઉપાસના ભદ્રસિંહ ચૌધરી ખો-ખોની રમતમાં ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પસંદગી પામી છે. આંતરાષ્ટ્રીય ખો-ખો ટેસ્ટ સિરિઝ તા.૧૨ ૧૦ ૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી મલેશિયા ખાતે યોજાનાર છે. તાપી જિલ્લાની કહેર ગામના વતની ચૌધરી ઉપાસના ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે.


આ ખેલાડી દીકરી ચૌધરી ઉપાસના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી તાપી જિલ્લાની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ જે.બી. એન્ડ એસ.એ સાર્વજનિક હાઇસ્કુલમાં પસંદગી થઇ, ખો ખો રમતમાં તાલીમ મેળવી હતી. ત્યારબાદ હાલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સેન્ટર ઓફ એક્સેલેન્સીમાં પસંદગી પામી છે. હાલમાં ઉપાસના ૨.ફ.દાબૂ કેળવણી મંડળ સંચાલીત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે અભ્યાસ કરી ખો ખો રમતમાં તાલીમ મેળવી રહી છે. 

દીકરી ઉપાસના ખૂબ જ સારું પ્રદર્શન કરી તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી જિલ્લા વહિવટી તંત્ર-તાપી, જિલ્લા રમત વિકાસ અધિકારી-તાપી તેમજ ૨.ફ.દાબૂ કેળવણી મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top