ઓનલાઇન હાજરી:
શાળાઓમા હવે શિક્ષકોની પુરાશે ઓનલાઈન હાજરી,ચહેરો સ્કેન થતા પુરાશે હાજરી
ઓનલાઇન હાજરી: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણને વધુ ઉંચાઈઓ તરફ લઈ જવા માટે વધુ એક યોજના બનાવવામાં આવી છે ને હવે શિક્ષકોની હાજરી ચેહરાની ઓળખ દ્વારા પુરવામાં આવે તેવી સિસ્ટમ લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે જે માટે એક બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હોવાની વિગતો મળી છે. જેમાં નિયામકશ્રી દ્વારા નિયમિતતા માટે પ્રોત્સાહન મળે તે સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને શિક્ષકોની નિયમિતતા વધે અને પૂરતો સમય શાળામાં રોકાય તે ધ્યાને રાખી આ નિર્ણય અમલમાં મુકાનાર છે જેમાં સેલ્ફીની જેમ મોબાઈલ કે સિસ્ટમ રાખવાથી ચહેરાની ઓળખ થશે ને પછી હાજરી પુરાઈ જશે અને સમય એક આવી હાજરી પુરાશે, શિક્ષકોના આવવા જવાના સમય અને લોકેશન પણ જે તે સમયે નોંધાઇ જશે.
ઓનલાઇન હાજરી
મોબાઈલ એપ કે જે શાળામાં કમ્પ્યુટર છે ત્યાં આપેલા કેમેરાની મદદથી આ હાજરી લેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરની કેટલીક શાળાઓમાં આ ફેસ રીકોગ્નાઇઝેશન દ્વારા હાજરી પૂરવા માટે પ્રાયોગીક તબક્કો પૂર્ણ થયેલ છે.આ સિસ્ટમ લાગુ કરતા પહેલા ગાંધીનગર જિલ્લાની કેટલીક શાળાઓમાં આ સિસ્ટમ થકી હાજરી માટે પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવી હતી જે સફળ રહી છે અને હવે તે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવા માટે સિસ્ટમ તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.