ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

0

  પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ એ 600 માંથી582 ગુણ સાથે 97% તથા 99.99 PRRank મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે.


આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 બોર્ડની એક્ઝામ નું પરિણામ જાહેરથયું છે. ત્યારે ખેરગામ તાલુકામાં રહેતી અને ચીખલીની એબી સ્કૂલમાં ભણતી દ્રષ્ટિ પટેલ એ 600 ગુણ 582 મેળવી IIT માં જવાનું સપનું સેવી રહી છે. દ્રષ્ટિ પટેલ ના પિતા ખેરગામ નવા રોડ સ્થિત મોબાઈલ શોપ ચલાવે છે. જેમાં તે મોબાઈલ રીપેરીંગ અને વેચાણનું કામ કરે છે તેમ છતાં પિતાએ પોતાની દીકરીને બોર્ડના વર્ષમાં મોબાઇલથી દૂર રહેવાનું અપીલ કરી હતી. જેના પગલે દ્રષ્ટિએ સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ તહેવાર કે કાર્યક્રમમાં ઓછી હાજરી આપી મહેનત કરી 99.99 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. સખત પરિશ્રમની કોઈજ વિકલ્પ નથી.દ્રષ્ટિ પાસ થયા બાદ હવે ભવિષ્યમાં આગળ વધીને IITમાં એડમીશન મેળવવાની ઈચ્છા ધરાવે છે.


માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેરકરવામાં આવ્યું હતું. જેમાં રાજયનું પરિણામ 64.62 % જ્યારે નવસારી જિલ્લાનું પરિણામ 64.75 % રહ્યું.નવસારી જિલ્લામાં 162 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 999 વિદ્યાર્થીઓએ A2ગ્રેડ મેળવ્યો છે જેમાંથી એ બી સ્કૂલ ના76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 234 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ એ 600 માંથી582 ગુણ સાથે 97% તથા 99.99 PRRank મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તથા પટેલઇરા કિનકરકુમાર અને ડોબરિયા દિયા પારસકુમાર બંનેએ 600 માંથી 579 ગુણ સાથે 96.50 % તથા 99.99 PR Rank મેળવી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તથા પટેલ અંશ શૈલેશકુમારે 600 માંથી 578 ગુણ સાથે 96.33 %તથા 99.98 PR Rank મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તેમજ નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. 



More news :gujarati.news18.com 

                       S24 news 

                       Navsari live 

                       Divya Bhaskar


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top