તારીખ : ૨૪-૧૨-૨૦૨૨ની સાંજે ૫:૦૦ કલાકે ડૉ.નિરવ પટેલના માતૃશ્રી ચિંતુબાની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે તેમજ તેમની પુત્રી "નિદિવા" તથા પુત્ર "નિદિવ"નાં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે છાંયડો હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ચિંતુબાની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને દરેકે પ્રતિમા પાસે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.મળેલ માહિતી મુજબ ૯૪ બોટલ રક્ત એકઠું કરવામાં સફળતા મળી હતી.જે ગત વર્ષના રક્તદાન કેમ્પ કરતાં આ વર્ષે ૧૪ બોટલનો વધારો થયો હતો. રક્તદાન કરેલ તમામ રક્તદાતાઓને ફૂલછોડ તેમજ મગ આપી અભિવાદન કર્યું હતું. જેમાં દરેક સમાજના લોકો ભેદભાવ વગર સ્વૈચ્છિક રીતે હોંશભેર ભાગ લીધો હતો. અને સાંજે પ્રીતિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં ભાગ લેનાર રકતદાતાઓ માટે આ પ્રસંગ યાદગાર રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આદિવાસી સમાજનાં પ્રમુખશ્રી ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, ડૉ. પંકજ પટેલ, ડૉ.નિરવ પટેલના પિતાશ્રી ભુલાભાઈ પટેલ, આમંત્રિત મહેમાનો, મિત્રમંડળ, હોસ્પિટલનો સ્ટાફ, પત્રકાર મિત્રો, અને રક્તદાતાઓ હાજર રહ્યા હતાં.