આજ રોજ તારીખ 15/12/2022 ના રોજ કન્યા શાળા ખેરગામમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમ માં શાળાના બાળકોએ વિવિધ વાનગીઓ જાતે બનાવી વિવિધ 23 જેટલા ખાણી પીણી ના સ્ટોલ બનાવી જાતે વેચાણ કરી જાતે સ્ટોલ નું સંચાલન કરી સાંજે પોતાના સ્ટોલ ના હિસાબ રજુ કર્યા બાળકોને મનોરંજન સાથે વેચાણ કરવાના કૌશલ્ય નો ખ્યાલ આવ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખેરગામ તાલુકાના કે.ની. પ્રશાંતભાઈ પટેલ તથા વાડ શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ તથા smc ના સભ્યો શાળાના આચાર્યશ્રી ભરતભાઈ સુથાર તથા શિક્ષકશ્રીઓ હાજર રહી માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.