શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ દ્વારા આગામી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તાલીમ શિબિર યોજાઈ.

0

    


શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ છેલ્લા ૩૫ વર્ષી સામાજીક, શૈક્ષણિક અને આરોગ્યને લગતી પ્રવૃત્તિ દ્વારા નેત્રદિપક કામગીરી નિભાવી રહેલ છે. હાલના બેરોજગારીના માહોલમાં શિક્ષણ યુવાવર્ગને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય એ હેતુસર તા.૧૨ ૧૨ ૨૦૨૨ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને તાલીમ શિબિરનું ઉદ્દઘાટન મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતી વિકાસ, નવસારી માનનીય શ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા  કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગ મંડળના કાર્યને બિરદાવી યુવાનોને આવેલી તક ઝડપી લેવા હાકલ કરી હતી. પોતાના અનુભવ સાથે જ સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સરકારશ્રી તરફથી મળી રહેલ લાભો અંગેની જાણકારી આપી  જાતમહેનત કરવાની પ્રેરણા તાલીમાર્ગ યુવક-યુવતીને આપી પ્રેરકલક્ષી પ્રેરણા પુરી પાડેલ છે. સાથે જ મંડળના પ્રમુખશ્રી રાજુભાઇ અન્ય હોદ્દેદારો શ્રી કેશવભાઇ, શ્રી નટભાઇ, શ્રી ઠાકોરભાઇ, શ્રી વિજયભાઇ, શ્રી બાલુભાઇ, શ્રી ગુણવંતભાઈ, શ્રી કિશોરભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આવી પ્રવૃત્તિથી સંકળાયેલા માજી નિયામક ગ્રંથપાલ સુરત શ્રી દિનેશભાઇ તેમજ માજી ગ્રંથપાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત શ્રી હિંમતભાઇ તેમજ વિદ્વાન તજજ્ઞો દ્વારા ખુબ જ જરૂરી માહિતી પિરસવામાં આવી હતી. યુવાન-યુવતીમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ બેગ તેમજ પુસ્તકોનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ.













Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top