ધોરણ -૧ અને ૨ અંગ્રેજી વિષયની તાલીમ

0

   





તારીખ -19-09-2022થી તા -20-09-2022 એમ બે દિવસ દરમ્યાન કુમાર શાળા ખેરગામ ખાતે ધોરણ -૧ અને ૨ની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાનાં 52 શાળાના ધોરણ ૧ અને ૨નાં શિક્ષકો હાજર રહ્યા હતાં.

આ તાલીમ નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ ખેરગામ બી.આર.સી.શ્રી અમૃતભાઈ પટેલ,પ્રજ્ઞા બી.આર.પી. શ્રીમતી નિમિષાબેન આહિર તજજ્ઞ મિત્રો શ્રીમતી મનીષાબેન વાડ મુખ્ય શાળા, શ્રીમતી સ્વિટીબેન પટેલ નારણપોર પ્રાથમિક શાળા અને શ્રીમતિ હંસાબેન પટેલ બહેજ પ્રાથમિક શાળાના તજજ્ઞો હાજર રહ્યા હતા.

આ તાલીમ તેના પ્રથમ  દિવસે East, west, north અને South એમ ચાર ગૃપમાં વિભાજીત કરવામાં આવી હતી. ત્યાર બાદ  તજજ્ઞશ્રી દ્વારા google form દ્વારા પ્રિટેસ્ટ લઈ તજજ્ઞ દ્વારા પાઠનું ડેમોટ્રેશન આપવામાં આવ્યું હતું.  આ તાલીમનાં (૧) અંગ્રેજી ભાષા શિક્ષણનો પરિચય (૨) અંગ્રેજી ભાષા શિક્ષણ પ્રયુક્તિઓ (૩) preyar (૪) Rhymes/action songs (૫) Language Games (૬) story Tellings (૭) Introduction Alphabet જેવા  મુખ્ય મુદ્દાઓ હતા. 



તમામ શિક્ષકોને ઉપર જણાવ્યા પ્રમાણે ચાર ગૃપમાં ફાળવ્યા બાદ ધોરણ -1 નાં એકમમાં આવતી prayer ચાર ગૃપનાં તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ Rhymes/action songs રજૂ કરી તેના પર ચર્ચા કરવામાં આવી હતી. રજૂ કરાયેલ પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોમાં સુધારા કરવા યોગ્ય સૂચનો તજજ્ઞો તરફથી કરવામાં આવ્યા હતા. "Throw the ball" રમત દ્વારા બાકીની રમતો કેવી રમાડી બાળકોમાં રસ અને આનંદ સાથે કેવી રીતે રમાડી શકાય તેની પ્રથમ દિવસની પૂર્ણાહુતિનાં સમય પહેલાં ચર્ચા કરવામાં આવી હતી. "Prayer"નાં પ્રકરણમાં તજજ્ઞ દ્વારા "God is geat" prayer નું પઠન, તજજ્ઞ સાથે તાલીમાર્થીઓનું prayer પઠન અને સમૂહમાં prayer ગાન કરવામાં આવ્યું. Prayer બાદ તજજ્ઞ દ્વારા speling પાકા ન કરાવવા અને ભાષાંતર ન કરાવવા બાબતે તાલીમાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. ધોરણ ૧ અને ૨ નાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ શ્રવણ અને કથન કરાવવા બાબતે ભાર મૂક્યો હતો. Language game 'Guess the picture" દ્વારા ચિત્ર દ્વારા મૌખિક પ્રશ્નોતરી કરવામાં આવી.



તારીખ ૨૦-૦૯-૨૦૨૨ તાલીમના બીજા દિવસની શુભ શરૂઆત યોગ, અંગ્રેજી ભાષામાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ દિવસે કરાયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ વાચન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે કરાયેલ પ્રવૃત્તિઓ બાબતે ધ્યાનમાં રાખવાની બાબતો અને તેને વધારે રસપ્રદ કેવી રીતે કરી શકાય તે બાબતે નવસારી ડાયટનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબે તાલીમાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. તાલીમની શરૂઆત  "ઢીંગલી મારી બોલતી થઈ " action songથી કરવામાં આવી.  monkey and  squirrel, lion and Rat, crow and parrot અને Tortoiseand Rabbit જેવી વાર્તાઓ અંગ્રેજી ભાષામાં અભિનય સાથે  રજૂ કરવામાં આવી હતી. Language game માં અંગ્રેજી અંકો, મૂળાક્ષરો, પ્રાણી પક્ષીઓ અને શબ્દો સમાવેશ થયેલ તેવી રમતો રજૂ કરવામાં આવી હતી.
















Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top