GUJARATI JOKS

 

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા કે આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
******************************************



--------------------------------------------------------------------


પરણેલા પુરુષને લોટરી લાગવા પર
એટલી ખુશી નથી થતી,
જેટલી ફેંકેલા વેલણ અને ચમચી
દીવાલ સાથે
અથડાઈને પાછા પત્નીને જ
વાગે છે ત્યારે થાય છે.







દરેક પરિણીત પુરુષો માટે જોરદાર સલાહ,
જયારે તમારો
પત્ની સાથે ઝગડો થઈ જાય અને
લાખ પ્રયત્નો પછી પણ
તે તમારી સાથે વાત ન કરે,
તો રસોડામાં જઈને બધી બરણી,
બોટલો અને ડબ્બાના ઢાંકણ
ખુબ તાકાત લગાવીને ટાઈટ કરી દો,
પછી જુઓ કમાલ.






એક દિવસ ટપ્પુ પોતાની સાળીના હાથ પર
પપ્પી કરી રહ્યો હતો,
ટપ્પુ : તું તો તારી બહેન કરતા પણ સુંદર છે.
સાળી : જુઠ્ઠું ના બોલો જીજાજી.
ટપ્પુ : અરે હું સાચું કહી રહ્યો છું.
સાળી : અચ્છા...
પણ મારા પતિ તો મને એવું કહી રહ્યા હતા કે,
તારી બહેન વધારે સુંદર છે.
જીજાજીને ચક્કર આવી ગયા અને
નીચે પડતા પડતા બચ્યા.







મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,
તું વાળ કેમ નથી કપાવતો?
છોકરો : શું સમસ્યા છે મમ્મી,
આ તો આજકાલની ફેશન છે.
મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને) :
આગ લાગે આવી ફેશનને,
છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતા
અને તને પસંદ કરીને જતા રહ્યા.😄😆😅😂🤣
------------------------------------------------------------------







જમાઈ: આજથી હું રોટલીને બદલે ભાત
ખાઈશ.
સાસુ : કેમ?
જમાઈ : આ મહોલ્લાના લોકોના ટોણા
સાંભળીને
હું કંટાળી ગયો છું.
તેઓ રોજ કહે છે કે હું સાસરિયાઓની
રોટલો તોડું છું. 😄😆😅😂🤣
------------------------------------------------------------------







પતિ અને પત્ની સ્યૂટી પર જઈ રહ્યા હતા.
પત્ની સ્કૂટી ચલાવી રહી અને
પતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.
રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જ
પતિ ખુશ થઇ ગયો અને
એકધારું તેની સામું જોવા લાગ્યો.
પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,
મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,
તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😄😆😅😂🤣
------------------------------------------------------------------





ઘરમાં પત્નીના પિયરથી મહેમાનો આવ્યા હતા.
પત્નીને તેના પતિને કહ્યું : સાંભળો છો,
શું તમે આપણા મહેમાનોને કંઈક તાજુ નહી ખવડાવો?
પતિ એ ‘જરૂર ખવડાવીશ.’એમ કહીને તરત જ બારી ખોલી નાખી.
હવે પતિ હોસ્પિટલની હવા ખાય છે.😄😆😅😂🤣
-----------------------------------------------------------------






પપ્પુ એક વાર એકદમ નાટકીય થઈને જાણે ડાયલોગ મારતો હોય તેમ પોતાની મમ્મીને કહે, ‘માં... મેરી માં... તૂ દેખના...એક દિન મેં બહોત બડા આદમી
બનુંગા ઔર તેરા દામન ખુશીયોં સે ભર દૂંગા...’
મમ્મી પપ્પુનો કાન આમળીને
કહે, ‘પહેલાં ફ્રિજમાં ખાલી પડેલી બધી બોટલો ભરી નાખ, નાલાયક'😄😆😅😂🤣
-----------------------------------------------------------------






એક વાર સાન્તાના ઘરમાં ચોર ઘૂસી ગયો. સાન્તાનું ધ્યાન ગયું. ચોરે ઘરેણાંનું પોટલું લઈને દોટ મૂકી. સાન્તા ચોરની પાછળ ભાગ્યો. ક્યાંય સુધી ચોર આગળ આગળ, સાન્તા પાછળ પાછળ. ચોર થોડો થાક્યો
એટલે સાન્તા એની આગળ નીકળી ગયો અને ભાગતો
ભાગતો બોલ્યો, ‘એક તો ચોરી કરે છે અને રેસમાં ય મને હરાવી દેવા માગે છે, એમ?’😄😆😅😂🤣
------------------------------------------------------------------






રોમી : મમ્મી, મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે. હું શું કરું?
મમ્મી : એક મોટો હથોડો લે અને તારા મોબાઇલ
પર માર.😄😆😅😂🤣
------------------------------------------------------------------






દાદા : પૌત્રને, તારી ટીચર આવે છે,જા જઇને સંતાઇ જા.
પૌત્ર: તમે સંતાઇ જાવ, તમારા મૃત્યુના નામે તો મેં બે અઠવાડિયાની રજા લીધી છે.😄😆😅😂🤣
-----------------------------------------------------------------






ભિખારી : (કારમાં બેસેલી મહિલાને)
મેડમ : ૧૦ રૂપિયા આપી દો, મહિલાએ પૈસા આપી દીધા અને ભિખારી જવા લાગ્યો.
મહિલાઃ અરે, ભાઇ કંઇ દુવા તો આપી જા.
ભિખારી: BMW માં તો બેઠી છો, હવે શું જોઇએ?😄😆😅😂🤣
----------------------------------------------------------------






પત્ની: આજે તબિયત ખરાબ લાગે છે.
પતિઃ અરે, હું તો વિચારતો હતો કે આજે રાત્રે બહાર ડિનર કરીશું
પત્ની- હા ચાલો, હું તો મજાક કરતો હતો.
પતિ: હું પણ મજાક કરું છું, જા રાંધવા માંડ.😄😆😅😂🤣
----------------------------------------------------------------






ચંગુ: યાર મંગુ તું તારી પત્નીને કયા નામે બોલાવે છે?
મંગુ: ગૂગલ ડાર્લિંગ
ચંગુ: કેમ?
મંગુ: એક સવાલ પૂછું તો, હજાર જવાબ આપે છે.😄😆😅😂🤣
-----------------------------------------------------------------





પિતા: બેટા તું સિંહનો દીકરો છે અને તે સિંહ હું છું સમજ્યો.
પુત્રઃ હા પપ્પા, મારા ટીચર પણ કહેતા હતા કે તું જાનવરનો દીકરો છે.😄😆😅😂🤣
-----------------------------------------------------------------






પત્ની એટલે એવી મહિલા જે પતિ પાસે
૫૦૦૦ લઇને ૬૦૦૦નો હિસાબ આપી દે.
અને તે રકમમાંથી પાછા બે હજાર બચાવી પણ લે.😄😆😅😂🤣
-----------------------------------------------------------------






ટીના: તમે આખી દુનિયા ફરી વળશો તોય તમને મારા જેવી નહીં મળે, સમજ્યા?
રમેશ: તને શું લાગે છે, હું બીજી પણ તારા જેવી જ
શોધીશ?😄😆😅😂🤣
-------------------------------------------------------------------






અમેરિકાના હાઈ સિક્યુરિટી એરપોર્ટ ઉપર સાંજે એક અજાણ્યું વિમાન લેન્ડ થયું. કમાન્ડોઝ દોડી આવ્યા, પાઇલટને પકડી લીધો.
પાઇલટે કહ્યું, હું રસ્તો ભૂલી ગયેલો. રઝળપાટમાં પેટ્રોલ ખલાસ થવા આવ્યું તો તત્કાળ લેન્ડિંગ કર્યું. એને સિક્યુરિટી લોક-અપમાં રાખ્યો. એકએક વિગતો ચેક કરી. એમાં રાત વીતી ગઈ. સવારે તેને છોડતાં કહ્યું, ફરી ભૂલ કરીશ તો જેલમાં જઈશ.
બીજા દિવસે સવારે એ જ વિમાન એરપોર્ટ પર લેન્ડ થયું. કમાન્ડોઝે પાઇલટને ઝડપી લીધો. પાઇલટ કહે, સાહેબો મને જે સજા કરવી હોય એ કરજો, પહેલાં વિમાનમાં બેઠેલી મારી પત્નીને કહી દો કે કાલે રાત્રે હું અહીં લોક-અપમાં હતો.
-------------------------------------------------------------------






છોકરીના પિતાએ છોકરાને પૂછ્યું, બોલો બેટા,અક્કલ મોટી કે ભેંસ?
છોકરાએ ખૂબ વિચાર કર્યો, પછી કહે: એમાં પૂછવાનું શું? જન્મનો દાખલો જોઈ લો.😄😆😅😂🤣
--------------------------------------------------------------------






ટીચર: ઇરાદો બુલંદ હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે.
પપ્પુ : ટીચર, હું તો લોખંડમાંથી પાણી કાઢી શકું છું.
ટીચર: એમ? વાહ! કેવી રીતે?
પપ્પુઃ હેન્ડ પમ્પથી!😄😆😅😂🤣
--------------------------------------------------------------------







એક માણસને છ આંગળીઓ હતા અને લોકો એને ઘનશ્યામ કહીને બોલાવતા હતા.
આનું શું કારણ?
કારણ કે એનું નામ ઘનશ્યામ હતું. વધારે મગજ કસવાની જરુર નથી!😄😆😅😂🤣
--------------------------------------------------------------------






નિમ્મી કુરતી સીવડાવવા માટે
ટેલર પાસે ગઈ. કહે, ‘ભાઈ,
બાંય નેટવાળી બનાવજો.’
ટેલર કહે, ‘થ્રીજી કે ફોરજી?'😄😆😅😂🤣
--------------------------------------------------------------------






છોકરાએ છોકરીને લાફો મારતા કોર્ટે ૧૦૦૦નો દંડ કર્યો.
છોકરો જજને સાહેબ એક લાફો બીજો મારી દઉં?
જજઃ કેમ?
છોકરોઃ કારણ કે મારી પાસે છટ્ટા પૈસા નથી, ૨૦૦૦ની નોટ છે.
😄😆😅😂🤣
------------------------------------------------------------------





શહેરની છોકરીના ગામમાં લગ્ન થયાં.
સાસુઃ વહુ બેટા જા ભેંસને ચારો નાખી આવ.
વહુ ભેંસના મોઢામાં ફીણ જોઇને પાછી આવી.
સાસુ: ભેંસને ચારો નાખ્યો?
વહુ: મા, ભેંસ તો હજુ બ્રશ કરતી હતી.😄😆😅😂🤣
------------------------------------------------------------------






ચંગુની દુકાને ગ્રાહક આવ્યો. કૂતરાને પહેરાવવાની ચડ્ડી છે?
ચંગુ: હા છે, અહીં જ પહેરશો કે પેક કરી આપું?😄😆😅😂🤣
------------------------------------------------------------------






શિક્ષક: મનિયા હું આશા રાખું છું કે તને ક્યારેય પરીક્ષામાં ચોરી કરતા ન જોઉં.
મનિયો: હા, સાહેબ હું પણ ઇચ્છું છું કે તમે મને ક્યારેય પરીક્ષામાં ચોરી કરતા ન પકડો!
------------------------------------------------------------------






પિન્કીં: મનિયા તમારો રેડિયો બગડી ગયો છે?
મનિયો: ના, કેમ?
પિન્કી : કારણ કે ક્યારેક તે ધીમો વાગે છે તો ક્યારેક ખૂબ ઊંચા અવાજે,
મનિયો: જ્યારે મારા મમ્મી-પપ્પા ઝઘડો કરે ત્યારે ઊંચા અવાજે વગાડે છે અને ઝઘડો ન કરતા હોય ત્યારે ધીમા અવાજે વગાડે છે.
-----------------------------------------------------






લગ્નના બીજા દિવસે પત્ની પતિને કહે છે,
મારી નજીક ના આવતા.
પતિ : પણ કેમ?
પત્ની : કારણ કે
મેં મારી મમ્મીને વચન આપ્યું છે કે,
લગ્ન પછી હું આ બધું છોડી દઈશ.
પતિ હજી ભાનમાં આવ્યો નથી.

-------------------------------------------------






બોયફ્રેન્ડ : હું એવી છોકરી સાથે લગ્ન કરીશ કે
જે મહેનતુ હોય, સાદાઇથી રહેતી હોય, ઘર
સંભાળી શકે, આજ્ઞાંકિત હોય.
ગર્લફ્રેન્ડ : મારા ઘરે આવી જજે, અમારી
નોકરાણીમાં આ બધા જ ગુણ છે.
------------------------------------------------






સોનુ ખૂબ ચિંતાતુર થઇને બેઠો હતો.
મોનુ શું થયું યાર?
સોનુ : શું કહ્યું? કાલે ટીચર કહેતા હતા કે
જિંદગી ચાર દિન કી હૈ પણ મેં તો મોબાઇલમાં
૮૪ દિવસનું રિચાર્જ કરાવી લીધું છે એનું શું?
________________________






ચિન્ટુ: યાર માથું સખત દુખે છે
પિન્વં માથુ દુખે છે? તો થોડી વાર ગર્લફ્રેન્ડ
સાથે વાત કરી લે
ચિન્ટુ : કેમ? એનાથી શું થાય?
પિન્ટુ: તને ખબર નથી? ઝેરનું મારણ ઝેર
--------------------------------------------






છોકરો: હું એવી છોકરી સાથે લગ્ન કરીશ,
જે મહેનતું હોય, સાદગીથી રહેતી હોય,
ઘરની સંભાળ રાખે અને આજ્ઞાકારી હોય
પ્રેમિકાઃ મારા ઘરે આવી જજે
મારી કામવાળીમાં આ બધા લક્ષણ છે.
-----------------------------------------







ચંગુ ગર્લફ્રેન્ડને: તું રડે છે કેમ?
ગર્લફ્રેન્ડઃ મેં મારો ફોન એરોપ્લેન મોડમાં રાખ્યો
છે...
પણ તેમ છતાં તે ઊડી નથી રહ્યો!
____________________________________






શિક્ષકઃ તું પક્ષીઓ વિશે બધું જાણે છે?
ચંગુ: હા,
શિક્ષકઃ તો બોલ કયું પક્ષી ઊડી નથી શકતું?
ચંગુ: મરી ગયેલું પક્ષી!
____________________________________






ચંગુ(મંગુને) : તું આ ઓફિસમાં ક્યારથી કામ
કરે છે?
મંગુ: જ્યારથી બોસે નોકરીમાંથી કાઢી
મૂકવાની ધમકી આપી છે ત્યારથી.
____________________________________






બસ સ્ટેન્ડ પર છોકરી ઊભી હતી, ત્યારે એક
છોકરો
બાઇક પર ત્યાંથી નીકળ્યો
છોકરોઃ મને ઓળખ્યો?
છોકરીઃ ના.
છોકરોઃ અરે, થોડી વાર પહેલાં તો તારી
સામેથી નીકળ્યો હતો!
____________________________________





ચંગુ ઝાડ પર ઊંધો લટકતો હતો
મંગુએ પૂછ્યું : શું થયું? આમ કેમ લટકે છે?
ચંગુ: કંઈ નહીં, માથાના દુખાવાની ગોળી ખાધી
છે, ક્યાંક પેટમાં ન જતી રહે એટલા માટે.
____________________________________






મનિયો: રેલવે સ્ટેશન જવાના કેટલા લેશો
રિક્ષાવાળોઃ ૫૦ રૂપિયા
મનિયોઃ ૨૦ આપીશ
રિક્ષાવાળોઃ ૨૦માં કોણ લઈ જાય?
મનિયોઃ તું પાછળ બેસ હું લઈ જાઉં છું.
____________________________________






સુરેશની મમ્મીની તબિયત બગડી
તે તેમને હોસ્પિટલ લઈ ગયો.
ડૉક્ટરે કહ્યું : આમના બે ટેસ્ટ થશે,
સુરેશ જોરજોરથી રડવા લાગ્યો
લોકોએ પૂછ્યું કેમ રડો છો?
સુરેશઃ મારી મમ્મી તો અભણ છે, ટેસ્ટ કઈ રીતે
આપશે.?
____________________________________






સોનુ અને મોનુ
સોનુઃ આલુ પરોઠામાં ક્યાંય આલુ
તો છે નહીં...
મોનુઃ ચૂપચાપ ખાઈ લો...
કાશ્મીરી પુલાવમાં ક્યાંય કાશ્મીર દેખાય છે?

__________________________________





પપ્પા અને દીકરો
પપ્પાઃ બેટા, આજે તારી મમ્મી કેમ કંઈ બોલતી નથી?
દીકરોઃ મારી ભૂલના કારણે...
પપ્પાઃ એવું તો તેં શું કરી દીધું?
દીકરોઃ મમ્મીએ મારી પાસે લિપસ્ટિક માંગી હતી
અને
મેં તેને ફેવિસ્ટિક આપી દીધી.
___________________________________






સોનુ અને મમ્મી
મમ્મીઃ (રસોડામાં કાચ તૂટવાનો અવાજ
આવતા...) શું થયું?
સોનુઃ મમ્મી, તને કાચની પ્લેટ તૂટી ન જાય એની
હંમેશાં ચિંતા રહેતી હતી. જે હવે કાયમ માટે દૂર
કરી નાંખી.
____________________________________________






પપ્પુ પરીક્ષા આપી રહ્યો હતો.
પ્રશ્ન પૂછાયો હતોઃ ‘આળસ વિશે
ચાલીસ વાક્યોમાં નિબંઘ લખો.’
પપ્પુએ બે પાનાં કોરાં રાખી
દીધા. પછી સાવ છેલ્લે એક જ
વાક્ય લખ્યું:
‘આને કહેવાય આળસ.’
______________________________________________






ટીચર : જો ઈરાદો બુલંદ હોય તો
પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય.
રાજુ: ટીચર, હું તો લોખંડમાંથી
પાણી કાઢી શકું છું.
ટીચર : કેવી રીતે?
રાજુ : હેન્ડ પમ્પથી.
_____________________________






સર : રોમી, ચાલુ ક્લાસે તું ઊંઘે છે?
રોમી : ના ના સર, આ તો ગુરુત્વાકર્ષણ બળને
કારણે માથું નીચે ઢળી ગયું હતું.
__________________________________







ડિગ્રી

મન હોય તો માળવે જવાય,
પણ તડકો ૪૨ ડિગ્રી હોય તો
ક્યાંય ન જવાય.
____________________________________







સોનુ અને મોનુ

સોનુઃ હું લગ્ન કરવા માંગુ છું, પણ એ મારા
કરતાં
એક વર્ષ મોટી છે?
મોનુઃ કોઇ વાંધો નહીં. તું એક વર્ષ પછી
લગ્ન કરજે.
____________________________________





કનુ અને મનુ

કનુઃ અરબી સમુદ્રને કોઇ સારા
મનોચિકિત્સકની જરૂર છે.
મનુઃ કેમ?
કનુઃ વારે વારે ડિપ્રેશનમાં આવી જાય છે.
____________________________________________


😀અંધશ્રદ્ધા ની ચરમસીમા 😝

એક છોકરો એક છોકરી ને ખૂબ જ પ્રેમ કરતો હતો. 
એ છોકરાએ... છોકરી ને કહ્યું ...
 "તું મને તારી કોઈ એવી નિશાની આપ કે જે હંમેશા મારી પાસે તારી યાદગીરી રૂપે રહે."

છોકરી એ મજાક માં એની ‘સેન્ડલ ની સોલ’ ઉખાડીને આપી દીધી.

આ ભાઈ તે લઈ ને ગયા એની કોમ ના એક સોની પાસે અને કહ્યું કે... "મને આ સોલને એક સુંદર ચાંદીની ફ્રેમમાં મઢી આપો”
સોની એ કહ્યું... "ઠીક છે, કાલે લઈ જજે ભાઈ."
બીજે દિવસે છોકરો ફ્રેમ લેવા પહોંચ્યો તો સોની એ પૂછ્યું .... "આ ક્યા સંત ના જોડા ની સોલ છે ભાઈ ?"
છોકરા એ નિર્દોષતા થી કહ્યું : "મારી પ્રેમિકા નાં જોડાની સોલ છે, કેમ વળી ?"
સોની તાડુક્યો : "નખ્ખોદીયા, વાંદરીના... કાલ થી લઈ ને હમણાં સુધી મારૂ આખ્ખુ કુટુંબ ના જાણે કેટલીય વાર એને માથે લગાડીને ચુમી-ચુમી ને ગાંડુ બન્યું છે અને હું તો વળી એને પાણી માં ધોઈને એનું પાણી યે પી ગયો છું. અમને એમ કે કોઈ મહાન સંત ની આ નિશાની છે એટલે ચાંદી માં મઢવા આપી છે.


🥴😁😀😂🤣🤣
😂 ટપ્પુ: તારૂં મોઢું કેમ સુઝેલુ છે..??
ગપ્પુ: મારી પત્ની નાં હાથમાં
મારો મોબાઈલ હતો..
અને
નેહાનો મેસેજ આવ્યો..
મેલે બાબુને ખાના ખાયા..??” 
.
.
.
.
.
.
.
.
.
.
એટલે મારી પત્નીએ રિપ્લાઈ આપ્યો..
"નાં હવે ખાશે..!!"
😝😝😝😂😂😂😂

પત્ની: હું ફૂલ થઈ જાઉં તો તમે શું કરો?

પતિ : ફૂલને મારા દિલ પાસે રાખું. 

પતિ : હું ફુલ થઈ જાઉં તો તું શું કરે ? 

પત્ની : ઢીબી નાખું.😅😂🤣

            


શિક્ષક : આ  પક્ષીના પગ જોઈને તેનું નામ લખો. 

ગપ્પુ : મને નથી ખબર..... 

શિક્ષક : તું નાપાસ. તારું નામ શું છે?  

ગપ્પુ : મારા પગ જોઈને લખી લ્યો....


ગપ્પુ લગ્નમાં જમવા ગયો.

ત્યાં પ્લેટમાં મુકેલ ટિસ્યુ પેપર જોઈને તેને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ છે. એ લઇને મોઢામાં મૂકવા જતો હતો.

 ત્યાં જ ઘરવાળીએ રાડ પાડી....ખાતા નહીં હાવ મોળું છે..!!


પત્ની : તમારે મારો આભાર માનવો જોઈએ કે તમને જોયા વગર જ તમારી સાથે લગ્ન કરી લીધા. 

પતિ : આભાર તો તારે મારો માનવો જોઈએ કે તને જોઇને પણ ના નપાડી.

 પત્ની : મારા માટે તો દૂર દૂરથી માંગા આવતા બોલો. પતિ : નજીક રહેતા હોય  એ તો ઓળખતા જ હોય ને.

પત્ની : મારું લગ્ન કોઈ રાક્ષસ સાથે થઈ જાત તો પણ આટલી હેરાન ન થાત....... 

પતિ : ગાંડી, પણ  બ્લડ રિલેશનમાં સંબંધ ના થાય...


ગપ્પુડાની ધૂલાઈ થતી રહી ગઈ!!!!     

                         એકવાર ગપ્પૂડો શિક્ષકો સાથે ગાંધીનગરના પ્રવાસે જાય છે.(આખી બસમાં એની વાત સાંભળનારું કોઈ નહીં).   

       ત્યારે  બસમાં ટાઇમપાસ માટે ડ્રાઈવર પાસે બેસે છે. ગપ્પુડો ડ્રાઈવર આગળ મોટી મોટી બડાઈ મારે છે.

 ગપ્પુડો : ડ્રાઇવર તારે નાસ્તા માટે xxxની હોટલ પાસે ગાડી ઉભી રાખવી નહીં એ કોમ નોનવેજ વાપરનારી જાત (જેવા જાતીવિષયક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી રહ્યો હતો.) ને અમે રહ્યા ધર્મવાળા અમને પાપ લાગે. ડ્રાઈવર  બધું સાંભળ્યે જતો હતો.   વાહનની સ્પીડની વધઘટ પરથી તેનો પિત્તો જતો હતો એવું લાગી રહ્યું હતું.  

  ડ્રાઈવર :ભાઈ તું શું બોલે છે તેનું તને ભાન છે? એ તો શિક્ષકોને લીધે તને જવા દઉં છું. તું જે કોમને ગાળો ભાંડે છે તે જ કોમનો હું છું! તેવામાં એક શિક્ષક આવીને ડ્રાઈવરને સમજાવે છે.અને ગપ્પુડાને પાછળની સીટ મોકલી આપે છે.

ડ્રાઈવર : (ગુસ્સામાં) આ માણસની માનસિકતા કેવી છે? જે અમારી કોમ વિશે જાતિવિષયક ગમે તેવી ટિપ્પણી કરે છે. 

શિક્ષક : ભાઈ,જવા દે ને. પીસ ડીફોલ્ટવાળો છે.  

 તેવામાં તરત 

ગપ્પુડાનો મિત્ર ભૂરિયો : આખેઆખી કંપની જ ડીફોલ્ટર છે!!!😨😱🤣🤣


ઢબ્બુડો : પપ્પુ,આજે કેમ પ્રાર્થના સંમેલન આટલું જલ્દી પૂરું કરી દીધું ?

પપ્પુ :  છે ને ,આજે સાહેબ સમયસર આવી ગયા ને એટલે !!!!!😀😀


શિક્ષક : ચાલ ગપ્પુ, 'ભદ્રમંભદ્ર' નો અર્થ સમજાવ જો....  

ગપ્પુ : હું અભદ્ર ભાષાનો ઉપયોગ કરું. મારી પત્ની ભદ્ર ભાષાનો ઉપયોગ કરે, અને મારા બાળકો 'ભદ્રમંભદ્ર' ભાષાનો ઉપયોગ કરે!!

શિક્ષક : શાબાશ, ગપ્પુ તું પાસ!! 😱 😅😂🤣


ગપ્પુ : આ અરીસાની શું ગેરન્ટી છે? 

ઢબ્બુડો : તમે આ અરીસાને 30મા માળેથી નીચે ફેકો, આ અરીસો 29 માળ સુધી પણ તૂટશે નહીં.    

ગપ્પુ : વાહ! સરસ. પેક કરી દો.


પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?

ગપ્પુ : હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ. 


ગપ્પુની પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરે આવે છે.

બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.

 ગપ્પુની પત્ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું, ત્યારે તે સુતા હોય છે!!



ગપ્પુ- (પત્નીને) મેં રાત્રે સપનુ જોયુ.

પત્ની - શું જોયુ? 

ગપ્પુ - કે તુ પ્રેમ કરી રહી છે.

પત્ની - કોને ?

ગપ્પુ - એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.


કાલે શું થશે કોઈને ખબર નથી....

એટલે પોતાના ચેટ મેસેજ ડીલીટ કરીને સૂવું

નકામું પછી લોકો વાતું કરે

એવા લાગતા તો નોતા....


પપ્પુ : 'તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.'

પત્ની : 'તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?'

પપ્પુ : 'હા, પણ નકલી મોટરકાર મળી નહીં.'


પતિ : હવે તમે ઝગડો બંધ કરો...હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.

પત્ની : તમે  રહો શાંતિ સાથે.... હું રમણ સાથે રહેવા માંગુ છુ.


પપ્પુ:- બોલતા બોલતા આપણા લગ્નના ત્રીસ વર્ષ પુરા થઈ ગયા નઈ...!

પત્નિ :- બોલતા બોલતા તારે થયાં છે... મારે તો સાંભળતા સાંભળતા થયાં છે...!!


ડપ્પુ: પપ્પુ મારે તમને એક વાત કહેવી છે.

પપ્પુ : બોલ શું કહેવુ છે?

ડપ્પુ : પપ્પુ મારે ફેસબુકમાં 15 ફેક આઈડી છે.

પપ્પુ : તો હરામખોર મને શું કામ એ બધુ કહે છે?

ડપ્પુ: તમે 10 દિવસથી જે દીપા ભાભીને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરો છો પણ ફોન ઉપાડતાં નથી એ હું જ છુ.

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યો

તો ભૂરો રોજ એના બોસના ઘરની આગળ

છી કરીને ચાલ્યો જાય

એક દિવસ બોસે એને પકડી લીધો અને

પૂછ્યુ, આ શું નાટક છે? 

ભૂરોઃ બતાવવા માંગુ છું કે

તારી નોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો!! 😱😅😂🤣

ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..

જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?🥺

કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે? 🤔

જેલર : ના ભાઈ ના..

આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.

😰 😂😂😛😛


પતિ-પત્નીની રાત્રે ફરવા નીકળ્યાં, ત્યાં રસ્તામાં ચૂડેલ મળી ગઈ.

પતિ-પત્નીની ઉંમર 60 વર્ષ હતી.

ચૂડેલ: ચાલો આજે હું બહુ ખુશ છું. હું તમારા બંન્નેની એક-એક ઈચ્છા પૂરી કરીસ…

પત્ની: હું મારી સાથે મારા પતિને આખી દુનિયા ફેરવવા માંગુ છું….

ચૂડેલે ચપટી વગાડતાં તેના હાથમાં વલ્ડઁ ટુર ની બે ટિકેટ્સ આપી દીધી….

હવે પતિનો વારો:

પતિ: હું ઇચ્છું છું કે મને મારાથી 30 વર્ષ નાની પત્ની મળે.

ચૂડેલે ચપટી વગાડી અને પતિને 90 વર્ષનો બનાવી દીધો…..

પુરૂષે એટલું તો યાદ રાખવું જોઇએ ને કે, ચૂડેલ પણ આખરે તો સ્ત્રી જ છે‼️

🤪😜😝😅🤣😂


મમ્મી - લે જમી લે.

પપ્પુ - હું એના વગર નઈ જમુ.

મમ્મી - (ચાર ઝાપટ મારી ને)

કોણ છે એ ?

પપ્પુ - અથાણું મમ્મી અથાણું !!!


પત્ની : તમારે મને ફરથી પ્રપોઝ

કરવું હોય તો ક્યાં ગીત

ઉપર કરો ?

પતિ : ઈતની શક્તિ હમે

દેના દાતા...


જ્યારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે

અને દુર જતા રહે....

ફરી નજીક આવવાની કિશિશ કરે

અને પાછા દુર જતા રહે

તો સમજવું કે તમે...

હીંચકા પર બેઠા છો...


ઓનલાઈન ચેટીંગ વાળો પ્રેમ

રેલ્વેની વેઈટીંગ ટિકીટ

જેવો હોય છે.

છેલ્લે સુધી ખબર જ નથી પડતી

કન્‍ફર્મ થશે કે નઈ...


લગ્ન પહેલા પત્ની કહે

તમે "મારા"

લગ્ન પહેલા પતિ કહે

તું "મારી"

ભેગા થાય પછી થાય

"મારામારી"

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

પત્ની :- હેં આ કોરોનાની ચેઈન નહીં

તુટે તો શું થાશે ....??

મે કહ્યું તો આપડા લગ્નમાં બનાવેલ

હાર, કડલા, ચેઈન, બ્રેસલેટ, બંગડી

આમાંંથી કંઈક તોડવું પડશે.

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

એકવાર ભગવાને એક માણસની બધી જ મેમરી ડિલીટ કરી નાખી પછી પૂછ્યું. 

પપ્પુ ,શું તને યાદ છે? 

પપ્પુએ એની  પ્રથમ પત્નીનું નામ કહ્યું .

ભગવાને હસીને કહ્યું : આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી તોય વાયરસ તો રહી ગયો!!

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું –

‘સારી અને સમજદાર પત્ની દુનિયાના દરેક ખૂણે મળશે…’

અને પછી..

ભગવાને દુનિયાને ગોળ બનાવી દીધી…

હવે શોધ્યા કરો ખૂણો…

                  ✳️✳️✳️✳️✳️✳️✳️✳️

ગાડી ચલાવતી વખતે...

"સીટ બેલ્ટ"  અને 

સ્કુટર ચલાવતી વખતે...

" હેલ્મેટ" અવશ્ય પહેરો.

માત્ર "વડ સાવિત્રી" નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

RTO


અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ. 

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 


પતિ : અલી સાંભળે છે. આજે એવી ચા બનાવ કે રોમ-રોમ માં દિવા થાય. 

પત્ની : દુધ "નાખું કે કેરોસીન"


ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને. 

ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો. 

ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.


પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા. 

પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે...


બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું. 

તમારા ફેફસા માં કાણું છે. 

બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે... 


પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો? 

પતી : તુ કહે ને તો તરૂ એઠુ ઝેર પણ પી જાઉ.. 

પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.


જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?

ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.


પપ્પા : લે બેટા, આ ૨૦૦૦ રૂપિયા 

દીકરો : પપ્પા, કેમ આજે સામેથી ૨૦૦૦ રૂપિયા મને આપો છો? 

પપ્પા : આ તારી પહેલી સેલેરી છે. 

દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું? 

પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં social media ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત-રાત તું જાગે છે, અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા. 


દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી? 

મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું? 

દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?


શિક્ષક : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે . 

પપ્પુ: રહેવા દો સર, જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં, મારા સર તો બિલકુલ હોત જ નહીં.


હવે આ અફવા કૌન ફેલાવે છે કે,

RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા "મફતિયા" છે તેની ગણતરી થાય...


એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.

એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે. 

પહેલો પાગલ : કેમ ? 

બીજો પાગલ : તેં હેલ્મેટ નથી પહેર્યું. 

પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.


બોસ : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો? 

એમ્પ્લોયી : સર, મેં કર્યો હતો પણ તમારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો. 


છગન કેળું ખરીદવા ગયો, 

છગન : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે? 

કેળાંવાળો : ૧૦ રૂપિયા.. 

છગન : અરે, ચાર રૂપિયામાં આપી દોને. 

કેળાંવાળો :  ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે. 

છગન : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.


જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!

જગો:- હેલ્લો કોણ?

છોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા

જગો:- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?

છોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!

જગો (ખુશીનો મારયો પાગલ થઇ ને):- તુ હાચેન મારી હારે લગન! કરીશ????

છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે ૫ દબાવો!

જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!


પોલીસ :  અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટક સમગ્રી છે  તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે. 

માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 

 ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર.....

એક સિંહ...બસમાં ચડ્યો......

બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,....

સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો...

કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ....કેમ?

સિહે પાછળ વળી ને કહ્યું...

શેર....કૉ..ભી...કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ.......


શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો ...

ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો ...

૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો  , બોલો સાહેબ સુ આપુ??

ઘરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ....


ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે? 

દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો 

ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી. 

દર્દી : આ કયા દુખાવાની દવા આપી? 

ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.


એક છોકરા ના મેરેજ નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.

જેથી એના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.

આ વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા.

- LIC Agent 



મોત કાલ આવતી હોઇ તો આજ આવે , બાકી જીંદગી તો વટ થી જ જીવશુ....

આવુ કેહવાવાળા ' કોરોના ' વાઇરસ ની બીકે ચાઈનીઝ ભેળ ખાતા પણ બંધ થઈ ગયા છે. 


ગણિતના શિક્ષક સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા....

તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા "અલ્યા ડબામા શાક  તો નથી ?"

ગણિત શિક્ષક બોલ્યા "અમે શાકને X ( એક્સ ) ધારેલ છે...."


 હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.

રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે...

હાથી: કેમ?

કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય...


 ટીચર- સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?  

વિદ્યાર્થી - ચકલી બનીને. 

ટીચર- તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?  

વિદ્યાર્થી - સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 



બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?

હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.

બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?

હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?

બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.

હું : કેવી રીતે?

બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે. 

અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય...;

એનોય વાંધો નહીં...

પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં...પણ...

સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે....!!!


 એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.

એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે 'લે મમ્મી તારી પેન'

વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા 'મમ્મી!'

આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!


બ્રેકીંગ ન્યુઝ - બાહુબલી 2 1000 કરોડ ના કલબ મા સામેલ. 

ક્યાં ગયો પેલો સ્નેપચેટ નો CEO, જે કહેતો હતો ભારત ગરીબ દેશ છે. 

હવે એ ગધેડા ને કોણ સમજાવે કે ખાલી બાહુબલીને કોણે માર્યો એ જોવા માટે ભારતીયો એ 1000 કરોડ ખર્ચી નાખ્યા ..


સમય સમય ની વાત છે દોસ્ત

જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા.

આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

 ઉપવાસની નવી સ્ટાઇલ.... 

એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું :

મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..

આ ઉપવાસ કરીને જુઓ

ભગવાન પણ જમીન પર આવીને કહેશે.

બસ ગાંડા રડાવીશ કે શું...


 પતિ એ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા.

થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા

પતિની બેગમાં થોડા રૂપિયા જોઈને  તેણે પતિ પાસેથી રૂપિયા પાછા માંગ્યા

પતિ એ જ્યરે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.

ચમકી ઉઠેલા પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.

1).      Rs.   2   5  0

2).      Rs.   2   5  0

Total  Rs.   4 10  0

પતિ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની કઈ સ્કુલમાં આવું ગણિત શીખી છે? .

 થોડા દિવસ પછી

પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી  રહ્યા ?.

પત્ની એ લખ્યું

₹ 4100

-

₹ 400

------------

=₹    100

પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.

એ પછી બંને  સુખેથી જીવ્યા.

માત્ર ગણિત મરી પરવાર્યું.


બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા...

ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ...

પાછા કપડા પહેરી લીધા...

જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું ...

બરાબર ને ? 

આવી ગ્યો શિયાળો...


બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું.

પ્રેમિકા : તું ઘણો cool છે.

પ્રેમી : તું પણ ઘણી hot છે.

ત્યાં પાછળથી એક કાકા : હું તો કહું છું બેય લગન કરી લ્યો. તમારા બાળકો નવશેકા થશે.😜


પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું અને  મો બંધ રાખવા કહ્યુ,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,

 આ ડાંડલી કેટલાની આવે ? 😂 😝 😂

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

આ વખતે  ધતુરા  અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર....

કારણકે વેલેન્ટાઇનડે અને મહાશિવરાત્રી એક જ દિવસે...

બસ ધ્યાન રાખજો કે યોગ્ય ફૂલ યોગ્ય જગ્યાએ પોચાડજો.

એક્સચેન્જ થયું તો  તાંડવ  નિશ્ચિત છે....

✳️✳️✳️✳️✳️✳️✳️✳️

ગટુ મંદિરે ગયો. 

ગટુ : હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અપાવી દો! 

ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજન કંઈ લાવ્યો નથી. ખાલી હાથે જ આવ્યો છે? 

ગટુ : ભગવાન, તમતમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો! 😂😂😂


More jokes for 

Click here


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top