ગુજરાતી જોક્સ
પત્ની : તમને હું કેટલી ગમું છું?
પતિ : બહુ જ.
પત્ની : તોય કહો ને. કેટલી?
પતિ : એટલી બધી કે તારા જેવી એક બીજી લઇ આવવાનું મન થાય છે.
સોનુ સમોસું તોડીને અંદરનો મસાલો ખાઇ રહ્યો હતો.
મોનુ : અરે, તું આખું સમોસું કેમ નથી ખાતો?
સોનુ : અરે હું બીમાર છું એટલે ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી છે.
ડાકુ : અમે ઘર લૂંટવા આવ્યા છીએ પણ બંદૂક ઘરે ભૂલી ગયા છીએ.
મોન્ટુ : કંઇ વાંધો નહીં. તમે લોકો શરીફ લાગો છો. આજે ઘર લૂંટી જાવ. બંદૂક કાલે બતાવી જજો.
ચંગુઃ પરિણીત છોકરા અને છોકરી વચ્ચે શું ફરક હોય છે?
મંગુ: મંગળસૂત્ર લટકતું હોય તો છોકરી પરિણીત અને મોઢું લટકેલું હોય તો છોકરો પરિણીત.
ભિખારીઃ કંઈ ખાવાનું આપી દો બેટા હું બહુ લાચાર છું.
વ્યક્તિ: જોવામાં તો હટ્ટાકટ્ટા છો પછી લાચાર કઈ રીતે છો?
ભિખારી: મારી આદતથી.
દીકરો: મમ્મી, જુઓ પપ્પા કેટલા શરીફ છે?
મમ્મી : એ કઈ રીતે દીકરા?
દીકરો: પપ્પા જ્યારે પણ કોઈ છોકરીને જુવે છે ત્યારે શરમથી પોતાની એક આંખ બંધ કરી લે છે.
ચંગુ: પપ્પા મને એક છોકરી ગમે છે. હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું. પપ્પાઃ શું એ છોકરી તને પસંદ કરે છે?
ચંગુ: હા, પપ્પા.
પપ્પા જે છોકરીની પસંદ આટલી ખરાબ હોય એને હું મારી વહુ ક્યારેય નહીં બનાવું.
પ્રેમીઃ બેવફા તેં મારું દિલ સળગાવી નાખ્યું, મારું દિલ સળગાવીને રાખ કરી દીધું છે.
પ્રેમિકાઃ તારી કુરબાની બેકાર નહીં જાય. રાખ મોકલી દે, વાસણ ઉટકવામાં કામ લાગશે.
એક વૃદ્ધાને મંદિર બહાર ભિખારી મળ્યો.
ભિખારી: મા, કંઇ આપી દો, બે દિવસથી ભૂખ્યો છું. કંઇ ખાધું નથી.
વૃદ્ધાઃ ૫૦૦ના ખુલ્લા છે?
ભિખારીઃ હા છે, ને બોલો કેટલા આપું?
વૃદ્ધાઃ તો પછી એ પૈસાથી જ કંઇ ખાઇ લે ને.
મહિલા પોતાની મિત્રને : મને મારા પતિ પર શંકા લાગે છે કે તેમનું ચક્કર ચાલી રહ્યું છે.
બહેનપણી: તો હવે તું શું કરીશ?
મહિલા: મારા બોયફ્રેન્ડને કાલે જ તેમની પાછળ લગાવી દઇશ, બચીને ક્યાં જશે?
ડૉક્ટરઃ તમારા પતિને આરામની બહુ જરૂર છે. આ ઊંઘની ગોળી લો.
મહિલા: ક્યારે આપવાની છે?
ડૉક્ટર: એમને નહીં આ દવાઓ તમારે લેવાની છે.
છોકરી પોતાના બોયફ્રેન્ડને મમ્મીને મળાવવા લઇ ગ=
છોકરી : મારી મમ્મીને તું પસંદ પડયો છે.
બોયફ્રેન્ડ : ગાંડી થઇ છે...
છોકરી : કંઇપણ થાય હું લગ્નનો તારી સાથે જ કરીશ.
છોકરો : મમ્મીને કહેજે કે મને ભૂલી જાય.
ચંગુ દારૂ પીતા-પીતા રડવા લાગ્યો
મંગુ: અરે ભાઈ કેમ રડે છે?
ચંગુ: યાર જેને ભૂલવા દારૂ પી રહ્યો હતો. હવે તેનું નામ જ યાદ નથી આવી રહ્યું.
પતિ પત્નીને : તને અંગ્રેજી આવડે છે?
પત્ની : હા, બહુ સારી આવડે છે.
પતિઃ તો આ વાક્યનું અંગ્રેજી કર, હું તને મારી પત્નીને હાથ તો લગાવી જો, દાંત ના તોડી નાખું કહેજે.
એક વ્યક્તિ નાના જૂતા પહેરીને જતી હતી
ચંગુ: અંકલ આ જૂતા ક્યાંથી લીધા?
વ્યક્તિએ ચીડાઈને કહ્યું, ઝાડ પરથી તોડયા હતાં
ચંગુ: બે મહિના બાદ તોડયા હોત તો,
કદાચ થોડા મોટા થઈ જાત.
પત્નીએ બોર્ડ જોયું. બનારસી સાડી ૧૦, નાયલોન ૮ અને કોટન સાડી ૫ રૂપિયામાં.
પત્ની: જુઓ કેટલી સસ્તી સાડી છે. મને ૫૦૦ રૂપિયા આપો. હું સાડી ખરીદી લઉ.
પતિ: અરે એ ઇસ્ત્રી કરનારો ધોબી છે.
બાબાઃ બેટા તારી પર કોઇ ચૂડેલનો ઓછાયો દેખાય છે.
ચંગુ: બાબાજી એક થપ્પડ મારી દઇશ, ખબરદાર મારી ગર્લફ્રેન્ડ વિશે કંઇ બોલ્યા તો.
પિતા: બેટા તું નાપાસ કઇ રીતે થયો?
પુત્રઃ સવાલ જ એવા હતા કે જેના જવાબ મને ખબર નહોતા.
પિતાઃ પછી તેં શું કર્યુ.
પુત્રઃ મેં જે જવાબ લખ્યા એ સાહેબ નહોતા જાણતા.
પત્ની- અરે જરા મારો મોબાઇલ ચાર્જિંગમાં મૂકી દો ને.
પતિ- રાત્રે મોબાઇલ ચાર્જિંગમાં ના મૂકીશ, બ્લાસ્ટ થઇ શકે છે.
પત્ની- તમે ટેન્શન ના લો. મેં મોબાઇલની બેટરી કાઢી લીધી છે.
સોનુ- જેનું કોઇ ના હોય તેનું કોણ હોય છે ખબર છે?
મોનુ- હા... ભગવાન.
સોનુ- ના રે.
મોનુ- તો?
સોનુ- તેની ઊંઘ પૂરી થાય છે.
પત્ની- તમે એવી બે વાત કહો કે જેમાંથી એક સાંભળીને હું ખુશ અને બીજી સાંભળીને નારાજ થઇ જઉં. પતિ- તું મારી જિંદગી છે અને બીજી વાત..... લાનત છે આવી જિંદગી પર.
ટીચર- સ્ટુડન્ટ્સ, અકબરે ક્યાં સુધી શાસન કર્યું હતું એ કહો તો.
ચિન્ટુ- મેડમ, પેજ નંબર ૧૪થી પેજ નંબર ૨૨ સુધી.
પિતા- દીકરી, તું પહેલાં મને પાપા કહેતી હતી અને હવે ડેડ કેમ કહે છે?
પુત્રી- ઓહ ડેડ. શું તમે પણ? પાપા બોલવામાં લિપસ્ટિક ખરાબ થઇ જાય છે.
સોનુ- તારી આંખ કેમ સૂજી ગયેલી છે?
મોનુ- કાલે મારી વાઇફના બર્થડે પર કેક લાવ્યો હતો.
સોનુ- પણ તેને આંખના સોજા સાથે શું લેવાદેવા?
મોનુ- મારી પત્નીનું નામ તપસ્યા છે પણ બેકરીવાળાએ ભૂલથી કેક પર ‘હેપ્પી બર્થડે સમસ્યા' લખી દીધું હતું.
પત્ની : સાંભળો, જો તમારા વાળ આમ જ ખરતા રહેશે તો હું તમને ડિવોર્સ આપી દઇશ.
પતિ : હે ભગવાન, હું પાગલ વાળ ખરતા બચાવવા પ્રયાસ કરી રહ્યો હતો.
બે યુવતીઓ બસમાં સીટ માટે ઝઘડી રહી હતી.
કંડક્ટર : અરે શું કામ ઝઘડો છો? તમારા બંનેમાંથી જે ઉંમરમાં મોટી હોય એ બેસી જાય. પછી તો બંને છેક સુધી ઊભી જ રહી.
કન્યા વિદાય વખતે વરરાજાનો મોબાઇલ રણક્યો તો દુલ્હને તેને લાફો મારી દીધો.
સંબંધીઓએ પૂછ્યું : તેં કેમ વરરાજાને લાફો માર્યો?
દુલ્હન : એમની રિંગટોન હતી... દિલ મેં છુપા કર પ્યાર કા અરમાન લે ચલે.. હમ આજ અપની મોત કા સામાન લે ચલે..
કર્મચારીઃ સાહેબ તમે પરણેલા લોકોને જ કામ પર કેમ રાખો છો?
બોસઃ કારણ કે તેમને અપમાન સહેવાની આદત હોય છે અને ઘરે જવાની ઉતાવળ પણ નથી કરતા.
માતા-પિતાઃ અમારો દીકરો મોટો થઇને શું બનશે?
બાળક: બસ એટલો સમજદાર કે કોઇ ૩ વર્ષના બાળકને આવો સવાલ ના પૂછે.
લોકો કહે છે પ્રેમ કરવો મુશ્કેલ છે અને ટીચર કહે છે જે વસ્તુ મુશ્કેલ લાગે તે વારંવાર કરવી જોઇએ.
પતિ: જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે બહુ મચ્છર હતા. હવે મચ્છર નથી એવું કેમ?
પત્ની: આપણા લગ્ન પછી મચ્છરોએ એવું કહીને મારું ઘર છોડી દીધું કે હવે લોહી પીવાવાળી આવી ગઈ છે, અમારા માટે તો કંઈ બચશે જ નહીં.
એક પુરુષે મહિલાને સાઇકલથી ટક્કર મારી દીધી.
મહિલા ગુસ્સે થઈને બોલી, બ્રેક નહોતો મારી શકતો?
પુરુષ: આખી સાઇકલ તો મારી. બ્રેક અલગથી મારું?
સોનુ નશાની હાલતમાં ફોટો પડાવવા ગયો.
ફોટોગ્રાફર: સર, તમારે શાના માટે ફોટો પડાવવો છે?
સોનુ: ડ્રાઇવિંગ લાઇસન્સ માટે.
ફોટોગ્રાફર: નશાની હાલતમાં?
સોનુ: હા, જેથી પોલીસ જ્યારે મારી ગાડી રોકે ત્યારે તેને લાગે કે મારો ચહેરો જ આવો છે.
ચંગુ: યાર મંગુ આજે સવારે બિલાડી મારો રસ્તો કાપી ગઇ હતી.
મંગુઃ એમ... પછી શું થયું?
ચંગુ: કંઇ નહીં આગળ જતા બિલાડીનો એક્સિડેન્ટ થઇ ગયો!
ચંગુએ પોતાની માતાને ફોન કરીને કહ્યું મા, ખુશખબર છે. અમે બેના ત્રણ થઇ ગયા.
મમ્મી : અભિનંદન બેટા, શું થયું દીકરો કે દીકરી
ચંગુ: અરે ના મા, મેં બીજા લગ્ન કરી લીધાં છે.
ચંગુ: આ અરીસાની શું ગેરેન્ટી છે?
મંગુઃ તમે તેને ૧૦૦ માં માળથી નીચે ફેંકો તો તે ૯૯ માળ સુધી નહીં તૂટે.
ચંગુ: અરે વાહ! મસ્ત છે, એક પેક કરી દો.
એક વાર પપ્પુ હાંફતો હાંફતો ઘરે આવ્યો.
મમ્મીઃ પપ્પુ, શું થયું? આટલો બધો કેમ હાંફે છે?
પપ્પુઃ મમ્મી, મારી પાછળ પચાસ- પચાસ સિંહ પડ્યા હતા.
માંડ જીવ બચાવીને ભાગ્યો છું.
મમ્મી: અલ્યા, શહેરમાં સિંહ ક્યાંથી આવ્યા?
પપ્પુ: (અચકાઈને) ના ના, મારી પાછળ પચાસ સિંહ નહીં, પચાસ કૂતરા પાછળ પડ્યા હતા.
મમ્મીઃ અરે પણ આપણી શેરીમાં એકસાથે પચાસ કૂતરા આવ્યા ક્યાંથી?
પપ્પુ: પચાસ નહીં, એક જ કૂતરો હતો.
મમ્મીઃ એ કૂતરો તારી પાછળ દોડ્યો હતો?
પપ્પુઃ એ શું મારી પાછળ દોડવાનો? લંગડો તો કૂતરો હતો.
મમ્મીએ કપાળ ફૂટ્યું. પછી કહેઃ હે ભગવાન! આ તારી વાતને વધારી-વધારી કહેવાની આદતથી હું પરેશાન થઈ ગઈ છું!
---------------
રોમી એકવાર એક અંકલને કહે, ‘અંકલ.. અંકલ... તમે બહુ જ મસ્ત લખો છો. તમારી લખાણની સ્ટાઇલ એકદમ બાદશાહ અકબરની જેવી જ છે.'
અંકલ કહે, પણ બાદશાહ અકબર તો અભણ હતો.’
રોમી કહે, ‘એટલે તો કહું છું!'
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષકઃ ઘટના અને દુર્ઘટનામાં શું ફરક છે? ઉદાહરણ આપી સમજાવો.
વિદ્યાર્થીઃ સ્કૂલમાં એકાએક આગ લાગી જાય તો એ ઘટના કહેવાય અને જો તમે એમાં જીવતા બચી જાવ તો દુર્ઘટના કહેવાય.
ચિન્ટુ અને પિન્ટુ
ચિન્ટુઃ તેં બે સૂટ કેમ પહેર્યાં છે? પિન્ટુઃ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. એમાં મેં જોડિયા ભાઈ તરીકે ભાગ લીધો છે એટલે!
સોનુ અને મોનુ સોનુઃ સરે વર્ગમાં હસવાની સખ્ત મનાઈ કરી છે.
મોનુઃ ભારે થઈ! બધાએ બ્રશ કર્યું છે કે નહીં? એ હસ્યા વગર કેવી રીતે ખબર પડશે!
પ્રેમિકા (પ્રેમીને): અરે જલદી બારીમાંથી કૂદ,
મારા પપ્પા આવી રહ્યા છે.
પ્રેમીઃ અરે પણ આ તો ૧૩મો માળ છે.
પ્રેમિકા: હવે આ શુકન-અપશુકન વિશે વિચારવાનો સમય નથી, બસ તું જલદી જા, નહીંતર આપણું આવી બનશે!
મમ્મી: જો બેટા તોફાની છોકરાઓથી હંમેશાં દૂર જ રહેજે. ચંગૂઃ હા મા, એટલે જ તો હું ક્યારેય સ્કૂલે જવાનું પસંદ નથી કરતો, મારી સ્કૂલમાં બધા છોકરા તોફાની છે.
પતિ પત્નીને: મેં આજે મારો ૫૦ લાખનો વીમો ઉતરાવ્યો છે.
પત્ની: આ તો તમે બહુ જ સારું કર્યુ. હવે મારે તમને વારંવાર નહીં કહેવું પડે કે તમારું ધ્યાન રાખો...
ચંગુ: મમ્મી મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો?
મમ્મી : કેમ?
ચંગુ: મેં તો ખાલી મચ્છર માર્યુ હતું.
મમ્મી : તો પણ કાઢી મૂક્યો?
ચંગુ: મમ્મી મચ્છર ટીચરના ગાલ પર હતું.
પિન્કી મેકઅપ કરીને પાર્ટીમાં ગઇ.
પિન્કી: હું કેવી દેખાઉ છું?
બોયફ્રેન્ડઃ અરે યાર સ્વર્ગની અપ્સરા જેવી.
પિન્કી ; મસ્કા ના માર, જઇને બ્યુટીપાર્લરનું બિલ ભરી આવ.
પત્ની : તમે પણ મારી સાથે વ્રત કરશો?
પતિ: મેં તને ક્યારેય મારી સાથે બેસી દારૂ પીવા કહ્યું છે?
પત્ની : તમારા શર્ટ પર એકપણ વાળ નથી. પતિ તો?
પત્ની : સાચું કહો, કોણ છે તે ટકલી, જેની સાથે તમારું ચક્કર ચાલે છે?
ચંગુ: યાર બ્યૂટીપાર્લરના સાચા અર્થની જાણ થઇ ગઇ છે.
મંગુ એમ, શું અર્થ છે?
ચંગુ: મહિલા મુખ કાયાપલટ જાદુઇ કેન્દ્ર
પતિ: લાલો ક્યારનો રડે છે, તેને હાલરડું ગાઇને સુવડાવી કેમ નથી દેતી?
પત્ની: હું હાલરડું ગાઉં તો પડોશીઓ કહે છે કે હાલરડું ના ગાઓ, લાલાને રડવા દો
પપ્પુ થોડો બીમાર હતો. એ ડોક્ટર પાસે ગયો. એને તપાસીને ડોક્ટરે પૂછ્યું: કયું ગ્રુપ છે તારું?
પપ્પુ કહેઃ આઝાદ પરિંદે,
ડોક્ટર કહેઃ અરે, બ્લડ ગ્રુપ પૂછું છું, વોટ્સએપ ગ્રુપ નહીં!
રોમી ક્યારનો ધૂળમાં રમતો હોવાથી સાવ ગંદો થઈ ગયો હતો. એટલામાં એમનાં ક્લાસ ટીચર નીકળ્યાં.
દાદા કહેઃ રોમી, જલદી છુપાઈ જા. તારાં ટીચર આ બાજુ આવી રહ્યાં છે. તારા આવા હાલ-હવાલ જોશે તો ગસ્સો કરશે.
રોમી કહેઃ દાદા, હું નહીં, તમે છુપાઈ જાઓ. તમે ગુજરી ગયા છો એવું બહાનું બતાવીને મેં બે અઠવાડિયાની રજા લીધી છે!
ટીચર: હોમવર્ક કરીને કેમ નથી આવ્યો?
ગોલુ: હું હોસ્ટેલમાં રહું છું.
ટીચર: તો?
ગોલુઃ હોસ્ટેલમાં હોમવર્ક કેવી રીતે થાય? તમારે મને હોસ્ટેલ-વર્ક આપવું જોઈએને! ... ને પછી ગોલુની જે પિટાઈ થઈ છે!
એક છોકરી તેનું ટુ-વ્હીલર લઇને મિકેનિક પાસે ગઇ અને કહ્યું- મારે ટુ-વ્હીલરની સર્વિસ કરાવવાની છે.
મિકેનિક- મેડમ, એન્જિનમાં ઓઇલ નથી અને બ્રેક પણ બરાબર નથી વાગતી.
છોકરી- એ બધું નાનું-મોટું તો ચાલ્યા કરે, પહેલાં મિરર ઠીક કરી આપો.
ટીચર- સોનુ, યમુના નદી ક્યાં વહે છે?
સોનુ- જમીન પર.
ટીચર- એમ નહીં. નક્શામાં બતાવ ક્યાં વહે છે?
સોનુ- નક્શામાં કેવી રીતે વહે? નક્શો પલળી ના જાય?
મોન્ટુ તેની ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ડિનર લેવા પહોંચીને બોલ્યો- બોલ, શું મંગાવું?
ગર્લફ્રેન્ડ- મારા માટે પિઝા અને તારા માટે એમ્બ્યુલન્સ.
મોન્ટુ- મારા માટે એમ્બ્યુલન્સ કેમ?
ગર્લફ્રેન્ડ- પાછળ જો. તારી વાઇફ ઊભી છે.
શિક્ષક: સંગઠનમાં શક્તિ છે. આ ઉક્તિનું ઉદાહરણ આપો.
વિદ્યાર્થી: ગજવામાં એક બીડી હોય તો તૂટી જાય છે પણ આખી ગડી હોય તો નથી તૂટતી.
પત્ની : આજે સાંજે જલદી ઘરે આવજો.
પતિ: કેમ? કોણ આવવાનું છે?
પત્ની : મારા પિયરથી આવવાના છે.
પતિ હું નવરો છું! કોણ-કોણ આવવાનું છે?
પત્ની : મારી બન્ને બહેનો આવવાની છે.
પતિ: એમ હું ઓફિસ જ નથી જતો.
ચંગુ: સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?
મંગુ: વીજળી વિભાગ.
ચંગુ: બોલ તો કઇ રીતે?
મંગુઃ હાથમાં વાયર પકડીને જુવો, તરત જ ખબર પડી જશે.
પતિ: જજ સાહેબ, મારે છૂટાછેડા જોઈએ છે. મારી પત્ની મને વાસણો છુટ્ટા મારે છે.
જજ: તેણે વાસણો મારવાનું હમણાં શરૂ કર્યું કે પહેલેથી મારે છે?
પતિ: પહેલેથી મારે છે.
જજ: તો છેક આટલા વર્ષે છૂટાછેડા કેમ?
પતિ: કેમ કે હવે તેનું નિશાન પાકું થઈ ગયું છે.
ટીચર: તું સ્કૂલમાં આટલો મોડો કેમ આવ્યો?
સ્ટુડન્ટ: મમ્મી અને પપ્પા ઝઘડી રહ્યા હતા.
ટીચર: એ બંને ઝઘડતા હતા એમાં તારે મોડું કેમ થયું?
સ્ટુડન્ટ: મારું એક શૂઝ મમ્મી પાસે હતું અને બીજું પપ્પા પાસે.
બે યુવતીઓ બસમાં સીટ માટે ઝઘડી રહી હતી.
કંડક્ટર: અરે, કેમ ઝઘડો છો? તમારા બંનેમાંથી જે ઉંમરમાં મોટું હોય એ સીટ પર બેસી જાય. પછી બન્ને છેક સુધી ઊભી રહી.
ચંગુ: યાર મંગુ કેમ આટલો ટેન્શનમાં છે?
મંગુ: મિત્રને પ્લાસ્ટિક સર્જરી માટે બે લાખ આપ્યા હતા.
ચંગુઃ તો શું થઇ ગયું?
મંગુ: હવે તેને ઓળખી શકી રહ્યો નથી.
બેન્ક મેનેજર: કેશ નથી તમે કાલે આવજો.
ગ્રાહક: પણ મારે અત્યારે જ પૈસા જોઇએ.
મેનેજર: તમે ગુસ્સો ના કરો, શાંતિથી વાત કરો.
ગ્રાહક: હા તો બોલાવો, હું કોઇનાથી બીતો નથી.
દર્દી: ડૉક્ટર સાહેબ આ કઇ દવા લખી છે
ડૉક્ટર: કઇ નહીં. આ તો મેં પેનથી લીટા કર્યા છે.
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષકઃ તું રવિવારે શું કરે છે?
વિદ્યાર્થીઃ જો વરસાદ પડતો હોય તો લેશન કરવા ઘરમાં બેસી જાઉં છું. વરસાદ ન હોય તો આખો દિવસ ક્રિકેટ રમવા જાઉં છું.
પિતા અને પુત્ર
પિતાઃ બેટા, તને રોજ સ્કૂલે જવાનું તો ગમે છેને?
પુત્રઃ હા, પપ્પા! મને સ્કૂલે જવાનું અને આવવાનું બંને ગમે છે, ફક્ત ત્યાં બેસવાનું જ ગમતું નથી.
સોનુ અને મોનુ
સોનુઃ હું નદીમાં તરું?
મોનુઃ તને તરતાં આવડે છે? ડૂબી જઇશ
તો?
સોનુઃ ના, નહીં ડૂબી જાઉં.
મોનુઃ ડૂબી જઇશ તો, તારાં હાડકાં ભાંગી નાખીશ, સમજ્યો?
કનુ; ચીનની એવી કઈ વસ્તુ છે જે દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે?
મનુ; લે! સાવ સહેલું છે. ચીનની દીવાલ!
કનુ: પણ એને અજાયબી શા માટે કહેવામાં આવે છે?
મનુઃ કારણ કે આ ચીનની એકમાત્ર એવી વસ્તુ છે જે ટકાઉ છે ને સદીઓ પછી પણ ટકેલી છે!
પપ્પુ: પપ્પા, આટલો બધુ દારુ ન પીઓ, પ્લીઝ.
પપ્પાઃ બેટા, પીવા દે. સાથે શું લઈને જવાનું છે?
પપ્પુઃ તમે આવી રીતે જ પીતા રહેશો તો તમે પાછળ છોડીને પણ શું જશો?
પપ્પા: ટીચર, મારો રોમી ભણવામાં કેવો છે?
ટીચર: શું કહું તમને? સમજોને કે આર્યભટ્ટે ઝીરોની શોધ તમારા દીકરા માટે જ કરી હતી.
શિક્ષક : તું સ્કૂલે આટલો મોડો કેમ આવ્યો?
ટપ્પુ : મમ્મી પપ્પા ઝગડી રહ્યા હતા.
શિક્ષક : તેઓ ઝગડી રહ્યા હતા, તો તું મોડો કેમ આવ્યો?
ટપ્પુ : કારણ કે, મારું એક બુટ મમ્મી પાસે અને બીજું પપ્પા પાસે હતું.
બોયફ્રેન્ડ- તું બહુ જ સુંદર છે. બિલકુલ પરી જેવી.
ગર્લફ્રેન્ડ- ઓહ જાનૂ.
બોયફ્રેન્ડ- હા.
ખરેખર?
ગર્લફ્રેન્ડ- બાકી બોલ, શું ચાલે છે?
બોયફ્રેન્ડ- મજાક.
સોનુ- અરે યાર, હું કોઇ પણ કામ શરૂ કરું છું એમાં મારી પત્ની દર વખતે વચ્ચે આવી જાય છે.
મોનુ- ટ્રક ચલાવી જો, કદાચ નસીબ સાથ આપે.
દીકરો- મારે લગ્ન નથી કરવા. મને બધી સ્ત્રીઓનો ડર લાગે છે.
પિતા- કરી લે બેટા. પછી એક જ સ્ત્રીથી ડર લાગશે. બીજી બધી સારી લાગશે.
-------------------------------------------------------------------
પપ્પુ : ડેડી, જે રીતે તમે મને ફટકારો છો તે રીતે શું તમારા પપ્પા પણ તમને ફટકારતા હતા?
ડેડી : હા, દીકરા. હું નાનો હતો ત્યારે દાદાજી પણ મને ફટકારતા હતા.
પપ્પુ : તો ડેડી, આ ખાનદાની ગુંડાગીરી ક્યારે પૂરી થવાની છે?
----------------------------------------------------------------
રોમી : મમ્મી, શું તું પહેલાં સરકસમાં કામ કરતી હતી?
મમ્મી: ના. કેમ?
રોમી : તો પછી બધા એવું કેમ કહે છે તું પપ્પાને તારી આંગળીઓ પર નચાવે છે?
------------------------------------------------------------------
સાન્ટાઃ એક વાત કહું?
બન્ટા: બોલ.
સાન્ટાઃ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ નવું વર્ષ આવ્યું છે ત્યારે એ એક વર્ષ કરતાં વધારે નથી ટકી શક્યું!
-----------------------------------------------------------------
ચંગુ વકીલને : મારે છૂટાછેડા જોઇએ છે.
વકીલઃ કેમ ભાઇ શું થયું?
ચંગુ: મારી પત્ની મારી સાથે વાત જ નથી કરતી.
વકીલ: વિચારી લે ભાઇ, નસીબ સારું હોય તો જ આવી પત્ની મળતી હોય છે.
------------------------------------------------------------------
સ્પર્ધામાં સવાલ પુછાયો એવું વાક્ય લખો, જેમાં મૂંઝવણ, જિજ્ઞાસા, ભય, શાંતિ, ક્રોધ અને ખુશીની અનુભૂતિ થાય. ચંગુનો જવાબ હતો, મારી પત્ની મારી સાથે વાત નથી કરતી.
------------------------------------------------------------------
લગ્ન બાદ સાસુએ જમાઇને ફોન કર્યો કેમ છે દીકરા સુખ-શાંતિ છે ને?
જમાઇ : મારી વાત છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ થઇ ગઇને?
-----------------------------------------------------------------
ચંગુ : મંગુને ભાઇ પત્નીના મેકઅપનો ખર્ચ સહન નથી થતો. મંગુ : તો પૈસા આપવાનું બંધ કરી દે.
ચંગુ: પણ મેકઅપ વિનાની પત્ની પણ સહન નથી થતી એનું શું?
-----------------------------------------------
શિક્ષકઃ બોલો બાળકો વર્ગમાં બીજા સાથે કેમ ન ઝઘડવું જોઇએ?
મનિયો: શું ખબર પરીક્ષામાં કોની સાથે નંબર આવી જાય.
----------------------------------------------
પત્ની: કમ્પ્લીટ અને ફિનિશ વચ્ચે શું અંતર છે
પતિ: તને હું મળી ગયો એટલે તારી લાઇફ કમ્પ્લીટ થઇ ગઇ અને તું મને મળી ગઇ એટલે મારી લાઇફ ફિનિશ થઇ ગઇ.
-----------------------------------------------------------------
પત્ની : સામેની બારીમાં જે પોપટ અને મેના બેઠા છે, તે રોજ અહીં આવે છે.
સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે
અને એક આપણે છીએ કે દિવસભર લડતાં રહીએ છીએ.
પતિ : પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે આ પોપટ
અને મેનાની જોડીમાં પોપટ તો હંમેશા એ જ રહે છે,
પણ મેના રોજ નવી આવે છે.
-----------------------------------------------------------------
પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નીને સરપ્રાઈઝ આપું.
ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા કહ્યું, ડાર્લિંગ,
તારું આટલા વર્ષોંનું સપનું આજે પૂરું થઈ ગયું.
પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી,
હાય હાય !!! સાસુ માં ને શું થઈ ગયું?
સવારે તો એકદમ સાજા હતા.
-----------------------------------------------------------------
પત્ની : મારું અડધું માથું દુઃખી રહ્યું છે. ડોક્ટરને બતાવવું પડશે.
પતિ : જેટલું છે એટલું જ દુઃખે ને, એમાં ડોક્ટરને શું બતાવવું. હવે પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે.
------------------------------------------------------------------પપ્પુ : મારી પત્ની એટલી મજાક કરે છે કે, શું જણાવું.
ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.
પપ્પુ : કાલે મેં પાછળથી જઈને તેની આંખો પર હાથ રાખીને પૂછ્યું, તે હું કોણ?
તો તે બોલી : દૂધ વાળા,
----------------------------------------------------------------
કોઈએ સાચું કહ્યું છે કે,
પતિ-પત્નીના વિચારમાં જમીન-આકાશનું અંતર હોય છે. પતિના 5 મિસ્ડ કોલ જોઈને પત્ની વિચારે છે કે,
ખબર નહિ શું થયું હશે?
પત્નીના 5 મિસ્ડ કોલ જોઈને પતિ વિચારે છે કે,
ખબર નહિ આજે મારું શું થશે?
------------------------------------------------------------------
સોનુ અને મોનુ
સોનુઃ ક્યાં જાય છે?
મોનુઃ લોટ દળાવવા.
સોનુઃ તમે લોટ દળાવો...અમે તો ઘઉં દળાવીએ.
-----------------------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ
ચિન્ટુઃ આમ સિંહના પાંજરાની આટલી નજીક ન ઊભો રહે.
પિન્ટુઃ તું જરાય ગભરાઈશ નહીં, હું સિંહને કંઈ ખાઈ જવાનો નથી.
-----------------------------------------------------------------
કનુ અને મનુ
કનુઃ તું આવડો મોટો થેલો માથે ઉપાડી આંટા શા માટે મારી રહ્યો છે?
મનુઃ મને પપ્પાએ કહ્યું છે કે, હવે તું મોટો થઈ ગયો છે. તારે ઘરનો ભાર ઉપાડવો પડશે, એટલે અત્યારથી પ્રેક્ટિસ કરી રહ્યો છું.
----------------------------------------------------------------
સાંતા એક નવુંનક્કોર કલર ટીવી ખરીદીને લાવ્યો એને પાણીની ટાંકી ડૂબાડી દીધું.
બાંતા કહેઃ અરે સાંતા, આ શું કરે છે? ટીવીને કેમ પાણીમાં નાખી દીધું?
સાંતા કહે: ચેક કરું છું કે કલર ટીવીનો કલર ઉતરોતો તો નથીને? ગેરંટીમાં છે, કલર ઊતરતો હશે તો બદલી આવીશ. બાંતા કહેઃ હે ભગવાન!
સાંતાઃ તો પછી! નાનપણથી સ્માર્ટ છું, પણ ઘમંડ ક્યારેય નથી કર્યો...
----------------------------------------------------------------
ટીચર: પિન્ટુ, માની લે કે તારા દોસ્તારને પૈસાની જરુર છે, તું એને એક હજાર રુપિયા આપે છે, પણ દોસ્તાર ફક્ત છસ્સો રુપિયા ખર્ચે છે. તો એ કેટલા રુપિયા તને પાછા આવશે?
પિન્ટુ : કશું જ નહીં.
ટીચર: તને આટલું ગણિત પણ આવડતું નથી?
પિન્ટુ: ટીચર, ગણિત તો આવડે છે, પણ તમે મારા નાલાયક દોસ્તારોને ઓળખતા નથી, ઉધાર પૈસા કોઈ પાછું આપતું નથી!
-----------------------------------------------------------------
ટીની: આજે મને જરા ભારેનેસ જેવું લાગે છે.
રોમીઃ ભારેનેસ એટલે?
ટોમીઃ હેવીપણું.
---------------------------------------------------------------
શિક્ષકે સાયન્સ લેબમાં એસિડમાં રૂપિયાનો સિક્કો નાખીને વિદ્યાર્થીઓને સવાલ કર્યો: આ સિક્કો ઓગળશે કે નહીં.
ચંગુ: નહીં ઓગળે.
શિક્ષક: સરસ, કઇ રીતે જાણ્યું?
ચંગુ: જો ઓગળી જાત તો સિક્કો તમે અમારી પાસે માગત.
-----------------------------------------------------------------
શિક્ષક એક ટોપલીમાં ૧૦ કેરી છે. ૩ બગડી જાય તો ટોપલીમાં કેટલી કેરી વધશે.
ચંગુઃ ૧૦ કેરી
શિક્ષકઃ અરે ૧૦ કઇ રીતે વધે?
ચંગુ: સાહેબ સડેલી પણ કેરી જ હશે, જામફળ નહીં.
----------------------------------------------------------
ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ફોન કર્યો.
બોયફ્રેન્ડ: બોલ કેટલાનું રિચાર્જ કરાવું? ગર્લફ્રેન્ડઃ શું હું તને રિચાર્જ માટે જ ફોન કરું છું? જ મને બે ડ્રેસ અપાવ ને.
------------------------------------------------------------------
મોન્ટુ : યાર, તું કાલે બહુ દુ:ખી કેમ હતો?
ચિન્ટુ : મારી પત્નીએ સાડી માટે ૫,૦૦૦ લીધા હતા.
મોન્ટુ : પણ આજે આટલો ખુશ કેમ થઇ રહ્યો છે?
ચિન્ટુ : મારી પત્ની આજે એ સાડી પહેરીને તારી પત્નીને મળવા જઇ રહી છે.
-----------------------------------------------------------------
પત્ની : આજે સાજે વહેલા ઘરે આવી જજો.
પતિ : કેમ? કંઇ ખાસ છે?
પત્ની : મારા પિયરમાંથી સગાં આવવાના છે.
પતિ : મારું મગજ ના ખાઇશ. હું બિઝી છું.
કોણ કોણ આવે છે?
પત્ની : મારી બંને નાની બહેનો આવવાની છે.
પતિ (ખુશ થઇને) : તારા સગાં એ મારા સગાં ચોક્કસ વહેલો આવી જઇશ.
------------------------------------------------------------------
તોફાની વરસાદમાં અડધી રાત્રે એક યુવક પિઝા લેવા ગયો.
પિઝાવાળો : તમે પરણેલા છો?
યુવક ગુસ્સે થઇને બોલ્યો : આવા વરસાદમાં કઇ મા પોતાના દીકરાને પિઝા લેવા મોકલે?
-------------------------------------------------------------
પતિ પત્નીનેઃ કાશ તું ખાંડ હોત, તો ક્યારેક તો મીઠું બોલત. પત્ની કાશ તમે આદું હોત, તો હું તમને મન ભરીને કૂટત.
------------------------------------------------------------------
છોકરો : છોકરીને ઓળખ્યો?
આપણે એક જ ક્લાસમાં ભણતા હતા.
છોકરી: હોવે, ભણતી તો હું હતી.
તને તો શિક્ષકો આખો દિવસ અંગૂઠા જ પકડાવતા હતા.
-------------------------------------------
છોકરો છોકરી જોવા ગયો,
તેણે વિચાર્યુ હું અંગ્રેજીમાં વાત કરું તો ઇમ્પ્રેશન પડશે.
છોકરો: અંગ્રેજી ચાલશે.
છોકરી: ડુંગળી અને બાઇટિંગ હોય તો દેશી પણ ચાલી જશે.
-------------------------------------------------------------------
શિક્ષક: સંગઠનમાં શક્તિ છે. આ ઉક્તિનું ઉદાહરણ આપો.
વિદ્યાર્થી: ગજવામાં એક બીડી હોય તો તૂટી જાય છે પણ આખી ગડી હોય તો નથી તૂટતી.
------------------------------------------------------------------
પત્ની : આજે સાંજે જલદી ઘરે આવજો.
પતિ: કેમ? કોણ આવવાનું છે?
પત્ની : મારા પિયરથી આવવાના છે.
પતિ : હું નવરો છું! કોણ-કોણ આવવાનું છે?
પત્ની : મારી બન્ને બહેનો આવવાની છે.
પતિ: એમ હું ઓફિસ જ નથી જતો.
-------------------------------------------------------------------
ચંગુ: સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?
મંગુ: વીજળી વિભાગ.
ચંગુ: બોલ તો કઇ રીતે?
મંગુઃ હાથમાં વાયર પકડીને જુવો, તરત જ ખબર પડી જશે.
-----------------------------------------------------
શિક્ષક : મનિયા બોલ ઘટના અને દુર્ઘટનામાં શું ફરક છે?
મનિયો- જો સ્કૂલમાં આગ લાગે તો તેને ઘટના કહેવાય અને જો તે આગમાં તમે જીવતા બચી જાવ તો દુર્ઘટના.
------------------------------------------------------------------
પતિ: પરમ દિવસે મારી પત્ની કૂવામાં પડી ગઇ હતી.
બહુ ઇજા થઇ હતી. ભારે બૂમો પાડતી હતી.
ડોક્ટરઃ હવે કેવી તબિયત છે?
પતિ: સારી છે, કાલથી કૂવામાંથી અવાજ આવ્યો નથી.
------------------------------------------------------------------
સોનુ અને મોનુ પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા હતા.
જો પેપર અઘરું હોય તો, આંખ બંધ કરો,
ઊંડા શ્વાસ લઇ જોરથી કહો, આ વિષય રસપ્રદ છે...
એટલે આવતા વર્ષે ફરીથી ભણીશું!
------------------------------------------------------------------
એક છોકરી બસસ્ટેન્ડ પર ઊભી હતી.
એક છોકરો બોલ્યોઃ ચાંદો તો રાત્રે નીકળે છે,
આજે દિવસમાં કઇ રીતે નીકળ્યો?
છોકરી: ઘુવડ તો રાત્રે બોલે છે, આજે દિવસમાં કઇ રીતે બોલ્યું.
------------------------------------------------------------------
પત્ની: પોલીસે મને લાઇસન્સ ન હોવાને લીધે મેમો આપ્યો છે.
પતિઃ પણ તારી પાસે તો લાઇસન્સ છે ને?
પત્ની: પણ એમાં મારો ફોટો સારો નથી.
-----------------------------------------------------------------
સાધુ : જ્યારે અમે ઘણાં વર્ષો સુધી નથી બોલતા ત્યારે તેને મૌન વ્રત કહીએ છીએ.
પતિઃ અમે લોકો તેને લગ્ન કહીએ છીએ.
------------------------------------------------------------------
શિક્ષકઃ ક્લાસમાં સૂઈ ગયા છો?
રાજુ : ના સાહેબ, ગુરુત્વાકર્ષણને કારણે માથું નીચે પડી જાય છે.
-----------------------------------------------------------------
સોનુ: પોતાના કસ્ટમરને સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?
મોનુ: વીજ વિભાગ
સોનુ: એ કેવી રીતે?
મોનુ: હાથ લગાડી જો, ખબર પડી જશે.
------------------------------------------------------------------
જજ: તેં પોલીસ ઓફિસરના ખિસ્સામાં સળગતી દીવાસળી કેમ મૂકી?
ચોર: તેમણે જ કહ્યું હતું કે જામીન કરાવવા હોય તો પહેલાં મારું ખિસ્સું ગરમ કર.
------------------------------------------------------------------
ટીચર: ૪ વત્તા ૪ કેટલા થાય?
સ્ટુડન્ટ: ૧૦ થાય.
ટીચર: ૮ થાય નાલાયક.
સ્ટુડન્ટ: અમે દિલદાર ઘરના છીએ. બે મેં મારા પોતાના ઉમેર્યા છે.
------------------------------------------------------------------
મહિલાઃ મારે સતી બનવું છે.
પડોશણ: રહેવા દે બહેન. નહીં બની શકાય.
મહિલાઃ કેમ?
પડોશણ: સતીના પતિ શિવ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે.
------------------------------------------------------------------
સાસુની ડિમાન્ડ, છોકરી રૂપાળી હોય ભણેલી-ગણેલી હોય.
ઘરકામ કરવામાં કુશળ હોય
વહુની ડિમાન્ડ, ઘરમાં સાસુ જ ન હોય.
------------------------------------------------------------------
મમ્મીઃ લે જમી લે
મનિયો: હું એના વગર નહીં જમું
મમ્મી: (ચાર થપ્પડ મારીને) બોલ કોણ છે એ ?
મનિયો: અથાણું મમ્મી, અથાણું.
------------------------------------------------------------------
ચંગૂ મંગૂને જન્મ બાદ માનવીની આંખ ક્યારે
ઉઘડે છે?
મંગૂ: ગાયની તરત જ, બકરીની બે કલાક બાદ બિલાડીની છ
દિવસ બાદ, તેવી જ રીતે માનવીની પણ તરત ઉઘડે છે.
ચંગૂ: ખોટું. માનવીની આંખ લગ્ન બાદ ઉઘડે છે
------------------------------------------------------------------
છોકરી : તમે શું કરો છો?
છોકરો: નારી સન્માન સેવાનું કામ કરું છું
છોકરી: વાહ, તમે સોશિયલ વર્કર છો?
છોકરો : ના ફેસબુક પર છોકરીઓના ફોટા લાઇક કરું છું.
------------------------------------------------------------------
હજુ ધાબાના છ-સાત પગથિયા જ ચડ્યો હતો.
ત્યાં જ ભાભીએ પૂછ્યું : ક્યાં જાવ છો.
દિયર: ચકલીઓને ચણ નાખવા માટે.
ભાભી- રહેવા દો દિયરજી, તમારી ચકલી
અઠવાડિયા માટે નાના-નાનીને ઘરે ગઇ છે.
------------------------------------------------------------------
સેલ્સમેન: બેન પગ દબાવવાનું મશીન લેવું છે?
એકદમ સારી રીતે પગ દબાવી આપશે અને માલિશ પણ કરી આપશે.
મહિલાઃ ના ભાઇ, મારા પતિ સારી રીતે પગ દબાવે છે.
--------------------------------------------------------------------
શિક્ષક: બોલ ચંગુ પિત્ઝા, બર્ગર, છોલે ભટુરે માખણ, પનીર વગેરે ખાવાથી શું થાય?
ચંગુ: કંઇ ખાસ નહીં સાહેબ, બસ બધા કપડા જલદી ફિટ થવા લાગે.
--------------------------------------------------------------------
શિક્ષક: સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય?
ચંગુ: સાહેબ, સંસ્કૃત છોડો, કોઇપણ ભાષામાં પત્નીને કંઇ ન કહી શકાય.
--------------------------------------------------------------------
ટીચર : રોમુ, ફોર પ્લસ ફોર કેટલા થાય?
રોમુ ટેન!
ટીચર : (ગુસ્સાથી) ફોર પ્લસ ફોર એઇટ થાય...
રોમુ મારો સ્વભાવ ઉદાર છે,
ટીચર. વધારાના બે મારા તરફથી... બિલકુલ ફ્રી!
------------------------------------------------------------------
ડોક્ટર : બોલ, શું પ્રોબ્લેમ છે?
ચુન્નુઃ ડોક્ટર, આજકાલ મને ભુલવાની બિમારી થઈ ગઈ છે.
હું બધું જ ભૂલી જાઉં છું. પ્લીઝ, મારો ઇલાજ કરો.
ડોક્ટર : હા, પણ તું ભૂલી જાય તે પહેલાં મારી ફી આપી દે!
------------------------------------------------------------------
કનુ : મારા ઘણા ફેન છે.
મનુઃ એમ? શું વાત છે!
કનુ : પણ તકલીફ એક જ છે કે મારાં મમ્મી-પપ્પા આ ફેનની
સ્વિચ ઓન કરવા દેતા નથી!
------------------------------------------------------------------
ડૉક્ટર- તમે તણાવમાં હો ત્યારે શું કરો છો?
દર્દી- હું મંદિરે જતો રહું છું.
ડૉક્ટર- સરસ. ધ્યાનમાં બેસો છો કે શું?
દર્દી- ના, મંદિર બહાર લોકોના બૂટ-ચપ્પલ મિક્સ
કરી દઉં છું. પછી લોકોને જોતો રહું છું. તેમનો તણાવ
જોઇને મારો તણાવ દૂર થઇ જાય છે.
------------------------------------------------------------------
મોન્ટુ- પપ્પા, તમારા માટે મારી શું કિંમત છે?
પપ્પા- બેટા, તું તો કરોડોનો છે.
મોન્ટુ- તો પછી તે કરોડોમાંથી મને ૨૫ હજાર
આપોને. ગોવા ફરવા જવું છે.
પછી પપ્પાએ મોન્ટુને ચપ્પલથી ફટકાર્યો.
------------------------------------------------------------------
ગર્લફ્રેન્ડે એમ્બ્યુલન્સ બોલાવવા કૉલ કર્યો.
ઓપરેટર- તમને શું તકલીફ છે?
ગર્લફ્રેન્ડ- મારા પગની આંગળી ટેબલ સાથે ટકરાઇ ગઇ છે.
ઓપરેટર- બસ એટલા માટે તમારે એમ્બ્યુલન્સ બોલાવવી છે?
ગર્લફ્રેન્ડ- ના, એમ્બ્યુલન્સ તો મારા બોયફ્રેન્ડ માટે છે.
તેણે હસવું જોઇતું નહોતું. તો ખીચડી જ ખવડાવે છે.
-------------------------------------------------------------------
પતિ: આ મહિને હું તને પૈસા નહીં આપું
પત્ની સારું, એક કામ કરો, હાલ ૫૦૦ રૂપિયા
આપી દો, તમારો પગાર થાય ત્યારે તમને પાછા આપી દઈશ.
------------------------------------------------------------------
પતિ વાળ કપાવીને આવ્યો, પત્નીને કહ્યું
હું તારા કરતા ૧૦ વર્ષ નાનો લાગુ છું
પત્ની : ટકો જ કરાવી નાખો, હમણાં જ જન્મ્યા હોય તેવા લાગશો.
------------------------------------------------------------------
એક મહિલા પોતાની જીભ પર
કંકુ, ચોખા અને ફૂલ ચડાવતી હતી
પતિઃ આ શું કરે છે?
મહિલાઃ આજે પરશુરામ જયંતી છે. મારા હથિયારનું પૂજન કરી રહી છું.
-------------------------------------------------------------------
ચિન્ટુ અને મમ્મી
ચિન્ટુઃ મમ્મી, જીભને પગ હોય?
મમ્મીઃ ના. કોણે કહ્યું?
ચિન્ટુઃ પિન્ટુ કહેતો હતો કે મારી જીભ બહુ ચાલે છે.
પગ વગર જીભ કેવી રીતે ચાલે?
------------------------------------------------------------------
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષક: તમે સારાં અને મહાન કાર્યો
કરશો તો તમારું નામ અમર થઈ જશે.
વિદ્યાર્થીઃ પણ પછી અમારા બધાના જૂના નામનું શું થશે ? અને
બધાનાં નામ અમર થશે તો તકલીફ નહીં પડે?
------------------------------------------------------------------
સોનુ અને મોનુ
સોનુઃ નીચે થતો તમામ પ્રકારનો ધુમાડો ક્યાં જતો હશે?
મોનુઃ આકાશમાં જતો રહે છે.
સોનુઃ તો પછી ઉપર રહેતાં ભગવાનનો જીવ મૂંઝાતો નહીં હોય ?
-------------------------------------------------------------------
શિક્ષકઃ કાલે કેમ નહોતો આવ્યો?
ચંગૂઃ બહાર ગયો હતો.
શિક્ષક: ક્યાં?
ચંગૂ: વેલેન્ટાઇન ડે મનાવવા.
શિક્ષકઃ કોની સાથે ?
ચંગુ: સર...તમારી દીકરી સાથે.
--------------------------------------------------------------------
વૃદ્ધઃ જજ સાહેબ મારે છૂટાછેડા જોઇએ છે.
જજ: ઉંમરના ૮૦ વર્ષે છૂટાછેડા ?
વૃદ્ધઃ મારી પત્ની હંમેશાં મને છૂટા વાસણ મારે છે.
જજઃ તો હવે છૂટાછેડા કેમ?
વૃદ્ધઃ હવે મારી પત્નીનું નિશાન પાક્કું થઇ ગયું છે.
--------------------------------------------------------------------
રમેશ: હું મારી પત્નીથી પરેશાન છું.
સુરેશઃ કેમ શું થયું?
રમેશઃ આખો દિવસ યૂટ્યૂબ પર રેસિપી જોવે છે.
સુરેશઃ તો, એમાં વાંધો શું છે?
રમેશ: ગમે તેટલી રેસિપી જુવે સાંજે તો પાછી ખીચડી જ ખવડાવે છે.
--------------------------------------------------------------------
કનુ અને મનુ
કન્નુઃ આટલી ઝડપથી સાઇકલ
કેમ ચલાવે છે?
મનુઃ મારી સાઇકલમાં બ્રેક નથી અને કોઈ પણ જાતનો અકસ્માત થાય એ પહેલાં હું ઘરે પહોંચી જવા માંગું છું.
-------------------------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ
ચિન્ટુ: આવા સખત તાપમાં કેમ ઊભો છે?
પિન્ટુઃ પરસેવો સૂકવવા ઊભો છું.
--------------------------------------------------------------------
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષકઃ જો વૈજ્ઞાનિકો દ્વારા વીજળીની
શોધ થઈ જ ન હોત તો શું થાત?
વિદ્યાર્થીઃ તો રોજ મીણબત્તી સળગાવીને
ટીવી જોવું પડત.
--------------------------------------------------------------------
પપ્પા - બેટા, બોલ તો, કુતુબ
મિનાર કોણે બનાવ્યો?
ચિંટુ - કુતુબુદ્દીન ઐબકે.
પપ્પા - શાબાશ... અને
તાજમહલ?
ચિંટુ - તાજ ઉદ્દીન ઐબકે!
------------------------------------------------------------------
ટીચર - ચાલ, ચિન્ટુ. અઢારમી
સદીના વૈજ્ઞાનિકો વિશે કંઈક બોલ.
વિધાર્થી - સર, તેઓ બધા મરી ગયા છે.
-------------------------------------------------------------------
ટીચર: સોનુ, દુનિયા ગોળ છે કે ચપટી?
સોનુઃ દુનિયા નથી ગોળ, નથી ચપટી.
દુનિયા ૪૨૦ છે ને આવું મારા પપ્પા કહે છે.
------------------------------------------------------------------
ચંગુ મંગુને કાલે રાત્રે મને મચ્છર કરડ્યો.
પછી મેં તેને મારવા માટે આખી રાત પ્રયાસ કર્યો
મારી તો ન શક્યો પણ તેને આખી રાત સૂવા પણ ન દીધો.
--------------------------------------------------------------------
ચિન્ટુ કી બોર્ડની કી કાઢીને ગોઠવતો હતો.
બોસ: ચિન્ટુ આ શું કરે છે?
ચિન્ટુ: આ કી ખોટી લાગી છે તેને ABCDની
જેમ લાઇનમાં કરું છું.
--------------------------------------------------------------------
મરણ પથારીએ રહેલા પતિએ કહ્યું- તારા
દાગીના મેં ચોર્યા હતા. તારા ભાઇએ આપેલા એક
લાખ પણ મેં જ ચોર્યા હતા
પત્ની : તમે દુ:ખ ન કરો, તમને ઝેર પણ મેં જ
આપ્યું છે.
--------------------------------------------------------------------
શિક્ષક ચંગુનેઃ તું આટલો મોડો કેમ આવ્યો?
ચંગુ: મમ્મી-પપ્પા ઝઘડતા હતા એટલે
શિક્ષકઃ ઝઘડા સાથે તારે શું લેવા-દેવાં હતી?
ચંગુ: મારું એક બૂટ મમ્મીના હાથમાં અને
બીજું પપ્પાના હાથમાં હતું!
-----------------------------------------------------
ડાકુ (ચંગુને) : અમે ઘર લૂંટવા આવ્યા છીએ પણ બંદૂક ઘરે
ભૂલી ગયા છીએ.
ચંગુ: કાંઈ વાંધો નહીં, તમે ભલા લાગો છો
આજે ઘર લૂંટી લો, કાલે આવીને બંદૂક બતાવી જજો.
-----------------------------------------------------
છોકરીવાળા ચંગુને : મહિનામાં કેટલું કમાઈ લો છો?
ચંગુ: આ મહિને બે કરોડ કમાયો હતો
છોકરીવાળા: આટલા બધા, પછી શું થયું?
ચંગુ: બસ પછી મોબાઇલ હેંગ થઈ ગયો અને બધી કમાણી
હાથમાંથી જતી રહી.
-----------------------------------------------------
પતિ-પત્ની ફોન પર વાત કરી રહ્યાં હતા
પતિઃ તું સ્વીટ છે, તું પ્રિન્સેસ જેવી છે.
પત્ની : તમારો ખૂબ આભાર. તમે શું કરી રહ્યા છો?
પતિ: કંઇ નહીં બસ મજાક!
-------------------------------------------------
છોકરો તેની ગર્લફ્રેન્ડના ઘર બહાર ઊભો હતો
થોડીવાર બાદ એક મહિલા આવ્યા અને પૂછ્યું
મહિલા: તું કેમ અહીં ઊભો છે?
છોકરોઃ કંઇ નહીં આન્ટી, ખાલી.
મહિલા : બેટા, આ બધું છોડ, કેરિયર સેટ કરવા પર ધ્યાન આપ.
છોકરો: અહીં મારાથી છોકરી સેટ નથી થતી અને તમે કેરિયર
સેટ કરવાની વાત કરો છો.
-----------------------------------------------------
પતિ: આજે ઊંઘ નથી આવતી
પત્ની : તો જઇને વાસણ ઘસી નાખો.
પતિ: હું ઊંઘમાં જ બોલી રહ્યો છું.
----------------------------------------------------
સોનુ અને મોનુ
સોનુઃ ક્યાં જાય છે?
મોનુઃ સૂર્યગ્રહણ જોવા જાઉં છું.
સોનુઃ સૂર્યગ્રહણને દૂરથી જોઈ લેજે, એને અડતો નહીં.
--------------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ
ચિન્ટુઃ શું કરે છે?
પિન્ટુઃ બાને કાગળ લખું છું.
ચિન્ટુ: પણ આટલું ધીમેધીમે કેમ લખે છે?
પિન્ટુઃ બા ધીમેધીમે વાંચે છે એટલે.
-------------------------------------------------------
કનુ અને મનુ
કનુઃ ક્યારનાય બસમાં બેઠાં છીએ, પણ
સ્ટેશન કેમ આવતું નથી?
મનુઃ બસ ઊપડે પછી આવેને?
-------------------------------------------------------
પપ્પુ: મને સમજાતું નથી કે આપણે વધારે ઢોંગી છીએ કે વધારે
ખાધોકડા છીએ?
પિન્ટુઃ લે, કેમ?
પપ્પુ: જોને, બધા ફેસબુક પર અને વોટ્સએપ પર લખ્યા કરે છે
કે ‘ચાઇનીઝ વસ્તુઓ ન ખરીદો', પણ કોઈ એમ નથી
લખતું કે ‘ચાઇનીઝ આઇટમો ન ખાઓ'!
------------------------------------------------------
સાન્તા એક વાર પોતાની નેનો કારને પાણીથી સાફ કરી રહ્યા
હતો. ત્યાં બન્તા આવ્યો.
બન્તાઃ કાં? કાર ધુએ છે?
સાન્તાઃ ના ના, કારને પાણી પાઉં છું. કોને ખબર, મારી નેનો
મોટી થઈને એસયુવી બની જાય!
-------------------------------------------------------
અગાઉ મમ્મીઓ કહેતી: સૂઈ જા, રાત પડી ગઈ.
આજકાલ મમ્મીઓ કહે છેઃ સૂઈ જા, હમણાં સવાર પડશે.
મમ્મી વહી, સોચ નઈ!
-------------------------------------------------------
કનુ અને મનુ
કન્નુઃ તું મોટો થઈશ ત્યારે શું કરીશ?
મનુઃ કાકાની જેમ દાઢી રાખીશ.
કનુઃ એનાથી શો લાભ થશે ?
મનુઃ મોંનો અડધો ભાગ જ ધોવો પડે એટલે...
-----------------------------------------------------
શિક્ષક અને વિદ્યાર્થી
શિક્ષકઃ તેં ઘરકામ કર્યું?
વિદ્યાર્થીઃ ના સર.
શિક્ષકઃ કેમ?
વિદ્યાર્થી : કારણ કે અમારું બધું ઘરકામ
અમારાં કામવાળાં બહેન જ કરે છે.
-----------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ
ચિન્ટુઃ તું આ દૂધ ક્યાંથી લઈ આવ્યો?
ફાટી ગયું છે.
પિન્ટુઃ તું ચિંતા ન કર, હું અત્યારે જ
કારીગર પાસે જઈને સંધાવી આવું છું.
-----------------------------------------------------
પપ્પુ : ગઈકાલે મને લગભગ બસ્સો જાતના પ્રાણીઓના નામ
જાણવા મળ્યા.
જિગો : એ કેવી રીતે? ટીવીમાં કોઈ પ્રોગ્રામ આવતો હતો?
પપ્પુ : ના. કંટાળો આવતો હતો એટલે તારી ભાભીને ખાલી
એટલું જ કહ્યું કે, વાંદરી ચા બનાવી આપ.
-----------------------------------------------------
લીલી : તું કેમ ગુરુજીને ત્યાં આવતી નથી?
ચંપા : મારો તો વિશ્વાસ ઊઠી ગયો છે એમના ઉપરથી.
લીલી : કેમ, શું થયું?
ચંપા : મહિના પહેલાં મને કહેતા હતા કે, વજ્રાસનમાં બેસવાથી
ખાવાનું ઝડપથી પચે છે. શરીર વધતું નથી અને હવે એમનું જ
દસ કિલો વજન વધી ગયું છે.
----------------------------------------------------
પપ્પુ (ફોન ઉપર) : હેલ્લો...
લીલી : ડેડી મમ્મી હૈ નહીં ઘર પે... કુછ તો કરેંગે મિલકે..
પપ્પુ : રહેવા દે, આવી રીતે બે વખત બોલાવીને વાસણ ઘસાયા છે.
---------------------------------------------------------
પિયક્કડ : ઘરમાં તને સૌથી વધુ માન કોણ આપે?
પપ્પુ : મારી પત્નીના કપડાં.
પીયક્કડ : કપડાં કેવી રીતે?
પપ્પુ : જ્યારે પણ કબાટ ખોલું,
બે-ચાર પગમાં આવી પડે.
---------------------------------------------------------
પપ્પુ : જો વાળ કપાવ્યા પછી હું તારાથી ૧૦ વર્ષ નાનો લાગું છું ને?
નેહા : મુંડન કરાવ્યું હોત તો, હમણાં જ
જન્મ્યા હોય તેવા લાગત.
------------------------------------------------------
ડોક્ટર : તમારું અને તમારી પત્નીનું બ્લડ ગ્રૂપ એક સરખું જ છે.
પપ્પુ : તમને ચેક કર્યા પછી ખબર પડી પણ
મને તો ચેક કર્યા વગર જ ખબર છે.
ડોક્ટર : એવું કેવી રીતે થાય?
પપ્પુ : લગ્નને વીસ વર્ષ થયા, પહેલા મહિનાથી મારું લોહી
પીતી આવી છે હવે તો એક સરખું જ બ્લડગ્રૂપ હોય ને!
-------------------------------------------------------
પત્ની: સાંભળો, તમારા બર્થડે માટે બહુ
સરસ કપડાં લઈ લીધા છે.
પતિ: વાહ. લવ યુ. બતાવ તો.
પત્ની: હા, હમણાં પહેરીને આવું છું.
---------------------------------------------------------
પત્ની: અરે જરા મારો મોબાઇલ ચાર્જિંગમાં મૂકી દો ને.
પતિ: રાત્રે ચાર્જિંગમાં ના મૂકીશ, મોબાઇલ બ્લાસ્ટ પણ થઈ શકે છે.
પત્ની: તમે ટેન્શન ના લો. મેં મોબાઇલની બેટરી
પહેલેથી કાઢી લીધી છે.
--------------------------------------------------------
પત્ની ઘરે ટીવી જોતી હતી.
પતિ: શું જોઈ રહી છે?
પત્ની: કૂકિંગ શો.
પતિ: આખો દિવસ કૂકિંગ શો જોવે છે તો પણ
રસોઈ બનાવતા તો આવડ્યું નથી.
પત્ની: તમે પણ કૌન બનેગા કરોડપતિ જોવો છો,
મેં કંઈ કહ્યું? પતિ શાંત થઈ ગયો.
-----------------------------------------------------------
એક અંકલે પપ્પુને પૂછ્યું: પપ્પુ,
તારી ઉંમર કેટલી છે?
પપ્પુ કહેઃ ઘરમાં ૧૪ વર્ષ. સ્કૂલમાં ૧૨ વર્ષ.
બસમાં ૧૦ વર્ષ. ટ્રેનમાં ૭ વર્ષ...અને ફેસબુક પર ૧૮ વર્ષ!
---------------------------------------------------
અમેરિકાથી પરીની કઝિન આવી
હતી. એક વાર દહીં જોઈને
કઝિને પૂછ્યું - પરી, વોટ ઇઝ ધિસ?
પરી કહે - દહીં.
કઝિન કહે - વોટ ઇઝ દહીં?
પરી કહે - મિલ્ક સ્લીપ એટ નાઇટ,
ઇન મોર્નિંગ ઇટ બિકમ્સ ટાઇટ!
---------------------------------------------------
નાનકડા રોમીને એની મમ્મી ફોટા પડાવવા સ્ટુડિયોમાં લઈ
ગઈ. રોમી સતત હલ-હલ કરતો હતો.
આથી ફોટોગ્રાફરે એને કહ્યું - બેટા, આ કેમેરા સામે જો. છે ને,
તું એની સામે એકધારો જોતો રહીશને
તો એમાંથી ચકલી નીકળશે!
રોમી કહે - મને બેવકૂફ સમજો છો?
બરાબર ફોકસ એડજસ્ટ કરો અને સરસ ફોટો પાડો.
મારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવો છે!
---------------------------------------------------
પપ્પા અને દીકરો
પપ્પાઃ તું ઘરે આવ્યા પછી આટલી બધી
વારથી અંગૂઠા પકડીને કેમ ઊભો છે?
દીકરોઃ પપ્પા, તમે જ કહ્યું હતુંને કે જે
કામ તું સ્કૂલમાં કરતો હોય એ જ કામ ઘરે
આવીને કર.
--------------------------------------------------------
કનુ અને મનુ
કન્નુઃ હું દરરોજ સવારે ઊંઘમાંથી ઊઠું છું,
ત્યારે પહેલાં અડધા કલાક સુધી મને ચક્કર જ આવ્યા કરે છે.
મનુઃ રોજ એવું થતું હોય તો અડધો કલાક
મોડા ઊઠવાનું રાખ.
---------------------------------------------------
હેડમાસ્તર અને પપ્પુ
હેડ માસ્તર : તું રોજ મોડો કેમ આવે છે?
પપ્પુ : સર, એમાં મારો જરાય વાંક
નથી, કારણ કે હું જે રસ્તેથી નિશાળે આવું
છું ત્યાં બોર્ડ મારેલું છે, સ્કૂલ નજીક છે, ધીમે ચાલો.
---------------------------------------------------
સોનુ તેના મિત્ર મોનુને જ્ઞાન આપી રહ્યો હતો કે જો પરીક્ષામાં
પેપર બહુ અઘરું હોય તો આંખો બંધ કરો,
ઊંડો શ્વાસ લો અને જોરથી બોલો-આ સબ્જેક્ટ બહુ મજેદાર
છે, તેથી આવતા વર્ષે ફરી ભણીશું.
--------------------------------------------------;
એક માજીને મંદિર બહાર ભિખારી મળ્યો.
ભિખારી: ભગવાનના નામ પર કંઈક આપો માજી.
ચાર દિવસથી કંઈ ખાધું નથી.
માજીએ રૂ.૫૦૦ની નોટ કાઢતા કહ્યું- ૪૦૦ રૂપિયા ખુલ્લા છે?
ભિખારી: હા, છેને માજી
માજી: તો તેમાંથી જ કંઈક ખાઈ લે ને.
---------------------------------------------------
મોન્ટુ ૫૦૦ ગ્રામ જલેબી ખાઈને પૈસા આપ્યા વગર જતો હતો.
દુકાનદાર: ઓ ભાઈ, પૈસા?
મોન્ટુ: પૈસા તો નથી.
દુકાનદારે તેને બરાબરનો ફટકાર્યો.
એવામાં મોટુ બોલ્યો: ભાઈ, આ જ ભાવે
બીજી કિલો જલેબી આપી દો.
--------------------------_-------------------------------------
કર્મચારી: બોસ, હું નાઇટ શિફટ નહીં કરી શકું.
બોસઃ કેમ?
કર્મચારી: નોકરીથી ઘર નથી ચાલતું એટલે રાત્રે રિક્ષા ચલાવું છું.
બોસ: એમ, ક્યારેક ભૂખ લાગે તો આવી જજે,
હું રાત્રે પાંઉભાજીની લારી લગાવું છું.
--------------------------------------------------
ચંગુ રોડ પરથી જતો હતો ત્યારે જ ચકલી
તેની પર ચરકી ગઇ.
ચંગુ: સારું છે કે ભગવાને ભેંસને
ઊડવા લાયક નથી બનાવી.
---------------------------------------------------
ચંગુએ મંગુને થપ્પડ મારી.
મંગુઃ તેં મને આ થપ્પડ સાચે મારી છે કે મજાકમાં
ચંગુ: સાચે જ મારી છે.
મંગુ: તો વાંધો નહીં, બાકી મને મજાક પસંદ નથી.
ડૉક્ટર : ૩ દાંત કેવી રીતે તૂટી ગયા?
પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી.
ડૉક્ટર : તો ના પાડી દેવાય ને.
પેશન્ટ : તો બત્રીસે બત્રીસ તૂટી જાત.
---------------------------------------------------
પતિ પાણીમાં માથું નાખીને બેઠો હતો.
પત્ની : આ શું કરો છો?
પતિ : આજકાલ મગજ ચાલતું નથી તો,
પંક્ચરતો નથી ને એ ચેક કરું છું.
---------------------------------------------------
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હીરોઇન. જો
સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.
વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં
વહેલો સૂઈ પણ જાય જ છે ને?
સાસુમા ત્યાં ને ત્યાં બેભાન.
---------------------------------------------------
પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો. ક્લાસ ટીચર પૂછ્યું,
‘અલ્યા, આ શું? ગધેડાને કેમ સ્કૂલે ખેંચી લાવ્યો?’
પપ્પુ કહે, ‘સર, તમે જ કહેતા હો છોને મેં તો કેટલાય ગધેડાને
માણસ બનાવ્યા છે. એટલે મને થયું કે લાવ,
આ ગધેડાને પણ તમારી પાસે લાવીને એનું જરા કલ્યાણ કરું.’
----------------------------------------------------
ચિન્કી : હું પાપા કી પરી છું.
ચિન્ટુ: તો હું ય પાપા કા પારો છું.
ચિન્કી: એટલે?
ચિન્ટુ: મને જોતાં જ પપ્પાના દિમાગનો પારો ચડી જાય છે!
---------------------------------------------------
ટીચર : બોલ રોમી, મંકીને ગુજરાતીમાં શું કહેવાય?
રોમી : સર, વાંદરો.
ટીચર : તું ચોપડીમાં જોઈને બોલ્યોને? સાચું બોલજે.
રોમી : ના ના, હું તો તમને જોઈને બોલ્યો. તમારા સમ!
---------------------------------------------------
એક વાર બે ઉંદર બાઇક પર નીકળ્યા.
રસ્તામાં સિંહે લિફ્ટ માગી.
ઉંદર કહે, ‘શ્યોર,તને લિફ્ટ આપીશું,
પણ તારી મમ્મી ક્યાંક એમ તો નહીં કહેને કે
તું આજકાલ ગુંડાઓ સાથે બહુ રખડે છે?’
---------------------------------------------------
ડેન્ટિસ્ટ : તમારા દાંત સડી ગયા છે. કઢાવવા પડશે.
દર્દી: કેટલો ખર્ચ આવશે?
ડેન્ટિસ્ટ : પાંચ હજાર રુપિયા.
દર્દી: એમ કરો, આ બસ્સો રુપિયા રાખો,
દાંતને ખાલી ઢીલા કરી નાખો,
એને કાઢવાનું કામ હું જાતે કરી લઈશ.
-----------------------------------------------------
આંખના ડોક્ટર : ચશ્માં કોના માટે બનાવવાનાં છે?
પપ્પુ : મારા ક્લાસ ટીચર માટે.
આંખના ડોક્ટર : કેમ?
પપ્પુ : કેમ કે એને મારામાં કાયમ ગધેડો જ દેખાય છે.
-----------------------------------------------------
એક એન્જિનિયરિંગ
સ્ટુડન્ટ ધાબા પર ઊભો હતો અને પાડોશીએ પૂછ્યું :
બેટા, હવે આગળ શું વિચાર્યું છે?
સ્ટુડન્ટ : બસ અંકલ, ટાંકી ભરાઇ જાય એટલે
મોટર બંધ કરી દઇશ.
-----------------------------------------------------
બોયફ્રેન્ડ : હું એવી છોકરી સાથે લગ્ન કરીશ કે
જે મહેનતુ હોય, સાદાઇથી રહેતી હોય, ઘર
સંભાળી શકે, આજ્ઞાંકિત હોય.
ગર્લફ્રેન્ડ : મારા ઘરે આવી જજે,
અમારી નોકરાણીમાં આ બધા જ ગુણ છે.
સોનુ ખૂબ ચિંતાતુર થઇને બેઠો હતો.
-----------------------------------------------------
મોનુ : શું થયું યાર?
સોનુ : શું કહ્યું? કાલે ટીચર કહેતા હતા કે
જિંદગી ચાર દિન કી હૈ પણ મેં તો મોબાઇલમાં
૮૪ દિવસનું રિચાર્જ કરાવી લીધું છે એનું શું?
------------------------------------------_----------
પત્ની પતિને સવાર પડી ગઇ.
જલદી ઊઠો હું ભાખરી કરું છું,
પતિ : તો કર ને, હું ક્યાં તવા પર સુતો છું.
--------------------------------------------------
શિક્ષક: આજથી તમામ વિદ્યાર્થીઓ ક્લાસની
છોકરીઓને બેન કહેશે.
વિદ્યાર્થી : આ બેનોના સંતાનોના મામેરા
કોણ તમારા બાપ ભરશે?
--------------------------------------------------
પોલીસ : યુ આર અંડર એરેસ્ટ. ચાલ હાથ ઊંચા કર.
ચોર : સાહેબ હાથ તો ઊંચા કરી દઇશ પણ
તમે વચન આપો કે ગલીપચી નહીં કરો.
--------------------------------------------------
ચિન્ટુ: યાર માથું સખત દુખે છે
પિન્ટુ માથુ દુખે છે? તો થોડી વાર ગર્લફ્રેન્ડ સાથે વાત કરી લે
ચિન્ટુ : કેમ? એનાથી શું થાય?
પિન્ટુ : તને ખબર નથી? ઝેરનું મારણ ઝેર
---------------------------------------------------
છોકરો : હું એવી છોકરી સાથે લગ્ન કરીશ,
જે મહેનતું હોય, સાદગીથી રહેતી હોય,
ઘરની સંભાળ રાખે અને આજ્ઞાકારી હોય
પ્રેમિકા : મારા ઘરે આવી જજે
મારી કામવાળીમાં આ બધા લક્ષણ છે.
---------------------------------------------------
ચંગુ ગર્લફ્રેન્ડને : તું રડે છે કેમ?
ગર્લફ્રેન્ડ : મેં મારો ફોન એરોપ્લેન મોડમાં રાખ્યો છે...
પણ તેમ છતાં તે ઊડી નથી રહ્યો!
--------------------------------------------------
સોનુ અને દુકાનદાર
સોનુ : (દુકાનદાર) તમારી પાસે માંકડ મારવાની દવા છે?
દુકાનદાર : હા છે.
સોનુ : (ખુશ થઇને) તો પછી હું હમણાં જ
ઘરે જઇને બધાં માંકડ લઇ આવું છું.
--------------------------------------------------
કનુ અને મનુ
કનુ : માણસ નાની નાની ભૂલોમાંથી
ઘણું બધું શીખી શકે છે.
મનુ : એટલે જ મને ક્યારનું થતું હતું કે
હું અત્યાર સુધી કંઈ શીખ્યો કેમ નથી?
---------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ
ચિન્ટુ: અરે, તને આ રીતે કોરો પોસ્ટકાર્ડ કોણે લખ્યો છે?
પિન્ટુઃ મારા મિત્ર બંટીએ.
ચિન્ટુ: પણ એ કોરો કેમ છે?
પિન્ટુઃ કારણ કે હમણાં અમારી વચ્ચે બોલચાલ બંધ છે.
---------------------------------------------------
પપ્પુ : હેં મમ્મી, શું મારું
મોઢું ભગવાન જેવું છે?
મમ્મી : કેમ આવું પૂછે છે, પપ્પુ?
પપ્પુ : એટલા માટે કે જ્યાં પણ જાઉં છું
ત્યાં બધા એમ જ બોલે છે કે
હે ભગવાન... પાછો આવી ગયો!
------------------------------------------------------
ટોમી : તારું નિકનેમ શું છે?
રોમી : નિકનેમ એટલે?
ટોમી : ઘરમાં તને બધા શું
કહીને બોલાવે છે?
રોમી : કામચોર!
------------------------------------------------------
ચકોઃ એક તરફ પૈસા છે
અને બીજી બાજુ બુદ્ધિ છે.
તો કોને પસંદ કરાય?
મકો બુદ્ધિને.
ચકોઃ ખોટું.
હું તો બુદ્ધિને પસંદ કરું.
મકો : એ તો જેની પાસે
જે ન હોય એને જ પસંદ કરેને!
---------------------------------------------------
બોયફ્રેન્ડ ચાલ તને ચંદ્ર પર લઇ જઉં.
ગર્લફ્રેન્ડઃ અરે ના યાર.
બોયફ્રેન્ડ કેમ?
ગર્લફ્રેન્ડઃ કારણ કે ત્યાં વોટ્સએપ નથી ચાલતું.
---------------------------------------------------
ચંગુ: કાલે મને ગુંડાએ ચપ્પુ બતાવીને લૂંટી લીધો.
મંગુ: પણ તારી પાસે તો પિસ્તોલ હતી ને?
ચંગુ: એ મેં સંતાડી દીધી હતી નહીંતર એ પણ લૂંટી લેત.
-----------------------------------------------------
શિક્ષક : તારું આન્સર પેપર સંતાડી દે,
પાછળવાળો જોઇ રહ્યો છે.
ચંગુ: જોવા દો સર, હું એકલો ફેલ નથી થવા માગતો.
----------------------------------------------------
સોનુ અને મોનુ
સોનુઃ આ ટેલિફોનના તાર આટલા ઊંચા
કેમ રાખતા હશે?
મોનુઃ કારણ કે બે જણા વચ્ચે ટેલિફોન પર થતી
વાતચીત કોઈ સાંભળી ન જાય એટલે...
----------------------------------------------------
કનુ અને મનુ
કનુઃ કાગળ-પેન લઈને તું શું કરી રહ્યો છું?
મનુઃ હું મારા મિત્ર બંટીને પત્ર લખી રહ્યો છું
કનુઃ પણ તને લખતાં ક્યાં આવડે છે?
મનુઃ તો બંટીને વાંચતાં ક્યાં આવડે છે?
----------------------------------------------------
શિક્ષક- વિદ્યાર્થી
શિક્ષકઃ ધરતી અને ચંદ્ર વચ્ચે શું સંબંધ છે?
વિદ્યાર્થી ભાઈ-બહેનનો.
શિક્ષકઃ કેવી રીતે?
વિદ્યાર્થીઃ ધરતીને આપણે માતા કહીએ છીએ અને
ચંદ્રને મામા કહીએ છીએ. એટલે ભાઈ-બહેન થયાંને
-------------------------------------------------
એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ધાબા પર ઊભો
હતો અને પાડોશીએ પૂછ્યું : બેટા, હવે આગળ
શું વિચાર્યું છે?
સ્ટુડન્ટ : બસ અંકલ, ટાંકી ભરાઇ જાય એટલે
મોટર બંધ કરી દઇશ.