નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ

0

   નવસારી અને વલસાડના ખેડૂતો માટે નવી આશાનું કિરણ – રૂ. ૪૫ કરોડના નહેર આધુનિકીકરણના કામોનો પ્રારંભ

નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે 2025ના નવાં વર્ષની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સાથે થઈ છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત નવસારી તાલુકાના નાગધરા ગામે નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કર્યુ.

આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પથી નવસારી અને વલસાડના ૪૭૮૦ હેક્ટર જમીનના ખેડુતોને સિંચાઈની સુવિધા મળશે. ઈ-તકતીનું અનાવરણ કરીને મંત્રીશ્રીએ ખેડૂતોને પાણીની અસરકારકતા અને સિંચાઈ માટે આધુનિક નહેર સિસ્ટમના મહત્ત્વ પર ભાર મુકાયો.


નહેર આધુનિકીકરણ: પાણી બચાવ અને વધુ પાક ઉત્પાદન

આ યોજનાથી નહેરોમાં લીકેજ અને સીપેજને રોકી પાણીનો ઓછામાં ઓછો વેડફાટ થાય તે સુનિશ્ચિત કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતો માટે સિંચાઈની સુવિધા વધુ સુદ્રઢ બની રહેશે. આ કામો માત્ર જમીન અને પાકને જ નહીં, પણ વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાઓને પણ ઉકેલાશે.

‘કેચ ધ રેન’ અભિયાન – વડાપ્રધાનના સંદેશની પુનરાવૃત્તિ

વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ ખેડુતોને અપનાવવાની પ્રેરણા આપતા મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેન’ અભિયાન પર ભાર મુક્યો.


ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા

ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ એ સમારોહમાં જણાવ્યુ કે, ખાતમુહૂર્તના તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તેનાથી ખેડૂતોની પાણી માટેની ચિંતા દૂર થશે.


આયોજિત સમારોહમાં ઉપસ્થિત અગ્રણીઓ

આ  પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, અગ્રણી શ્રી ભૂરાભાઈ શાહ, શ્રી જિજ્ઞેશભાઈ, નાગધરા પિયત સહકારી મંડળીના પ્રમુખ શ્રી મુકુંદભાઈ પટેલ, કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, ડીડીઓશ્રી પુષ્પલતા, અધિક ઈજનેર સચિવશ્રી આર. એમ. પટેલ, સુરતના અધિક ઈજનેર એસ. બી. દેશમુખ સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સહકારી ક્ષેત્રના સ્થાનિક અગ્રણીઓ, પિયત મંડળીઓના પદાધિકારીઓ, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

ખેડૂતો અને ગ્રામજનો માટે આ યોજનાઓ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નહેર આધુનિકીકરણનો આ પ્રકલ્પ પાણીના સદઉપયોગ અને જળસંચય તરફનો એક મજબૂત પગલું છે, જે ખેડૂત વિકાસના દિશામાં સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top