ખેરગામના દોડવીરોની નાસિક નેશનલ ચેમ્પિયનશીપમાં સિદ્ધિ: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન.

0

 ખેરગામના દોડવીરોની નાસિક નેશનલ ચેમ્પિયનશીપમાં સિદ્ધિ: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન.

તા 25/10/2024 થી તથા 27/10/2024 દરમિયાન મહારાષ્ટ્ર  નાસિકના મીનાતાઈ બાલ ઠાકરે સ્ટેડિયમ ખાતે 3rd NATIONAL VETERANS SPORTS CHAMPIONSHIP 2024નુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નેશનલ તથા ઈન્ટરનેટ નેશનલના ખેલાડીઓએ ભાગ લીધો હતો . જેમાં ખેરગામ તાલુકામાંથી બાબુભાઈ સામજીભાઈ પટેલ ST નિવૃત કર્મચારી (વાળી ફળિયા નાધઈ) 800મી.દોડમા પ્રથમ નંબર મેળવી એક ગોલ્ડ મેડલ, 1500મી દોડ-તથા  400મી દોડ મા બીજો નંબર મેળવી બે સિલ્વર મેડલ -200મી- દોડમાં ત્રીજો નંબર મેળવી એક બ્રોન્ઝ મેડલ , મણિલાલ લલ્લુભાઈ પટેલ નિવૃત શિક્ષક ગાંધીનગર સોસાયટી ખેરગામ (ભૈરવી) 5000મી.દોડ બીજો નંબર (નં -2) મેળવી એક સિલ્વર મેડલ તથા પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ (પોમાપાળ) નગીનદાસનગર ખેરગામ(બહેજ પ્રા.શા.) 400મી તથા 800મી દોડમાં પ્રથમ નંબર મેળવી બે ગોલ્ડ મેડલ તથા લાંબી કૂદ તથા ત્રિપલજંપમા ત્રીજો નંબર મેળવી  બે બ્રોન્ઝ મેડલ મેળવી ખુબ જ સુંદર દેખાવ કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું.

પ્રવિણભાઈ પટેલે બે ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ જીત્યા હતા બાબુભાઈ પટેલે એક ગોલ્ડ , બે સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા તથા મણિલાલ પટેલે એક સિલ્વર મેડલ જીત્યા હતા. હવે પછી તેઓ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપ રમવા જશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top