DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

0

  DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. 

જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. 

કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે.

આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવાનો નહિં, પરંતુ વિદ્યાર્થીઓમા રહેલી વિશિષ્ટ કૌશલ્યની ઓળખ અને તેની પ્રતિભા વિકસાવવાનો હતો. બાળકને આગળ જવા માટે યોગ્ય પ્લેટફોમ પૂરુ પાડવા માટે આ કલા ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી. કલાને માણવી અઘરી નથી. પણ કલાને જાણવી તેમની છણાવટ કરવી અઘરી છે.

આ કાર્યક્રમમા બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાશ્રી, શૈક્ષિક મહાસંઘ-આહવા તાલુકાના અધ્યક્ષશ્રી, H-TAT શૈક્ષિક મહાસંઘ ડાંગ જિલ્લાના અધ્યક્ષશ્રી, બી.આર.સી. અને સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રીઓ, બી.આર.પી. મિત્રો, નિર્ણાયકશ્રીઓ, માર્ગદર્શક શિક્ષક મિત્રો, એસ.એસ.એ.સ્ટાફના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top