Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

0

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું.

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના કાર્યક્રમને સાર્થક કર્યો હતો.

સાથે જ એ દિને તેજસ્વી તારલાઓને ઘડનારા અને સમાજમાં વ્યવસાયિક ક્ષેત્રે જેમનું નામ ઉજળું છે એવા સમાજના સારસ્વત ભાઇઓ-બહેનો તથા આજ ક્ષેત્રમાંથી જીવનપર્યંત સેવા બજાવી નિવૃત્ત થયેલ સમાજના તમામ શિક્ષકોના સ્નેહ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, 

આ કાર્યક્રમમાં શ્રી રાજુભાઇ એચ. પટેલ (પ્રમુખશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ),ડો. પ્રદિપભાઈ ગરાસિયા (પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય), શ્રી ડી.ઝેડ. પટેલ (નિવૃત્ત બાગાયત નિયામક), શ્રી મુકેશભાઇ બી. મહેતા (મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન-મહુવા(વસરાઇ), ડો. શંકરભાઈ બી. પટેલ (નિવૃત્ત ચીફ મેનેજર એસ.બી.આઇ.અને યોગાચાર્ય), શ્રી જી.બી. પટેલ (અધિક્ષક ઈજનેર જી.ઈ.બી.), શ્રી વિજયભાઈ મહેતા (નિવૃત્ત અધિક્ષક ઈજનેર સિંચાઇ), શ્રી સી.સી. પટેલ (નિવૃત્ત અધિક્ષક ઈજનેર આર એન્ડ બી), શ્રી દિલીપભાઈ પટેલ (પ્રમુખશ્રી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-નવસારી), ડો. બિપીનભાઈ બી. પટેલ (શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીની કચેરી-વલસાડ), શ્રી નવિનભાઈ એસ. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી- નવસારી), શ્રી અર્જુનભાઇ સી. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી-વલસાડ), શ્રી ગુણવંતભાઇ પી. પટેલ (ઉદ્યોગપતિ), ચંપાબહેન પ્રભાતભાઇ પટેલ (દાતાશ્રી), શ્રી લાલજીભાઈ પટેલ (મહામંત્રીશ્રી, સમસ્ત ધોડિયા સમાજ, કરચેલીયા), શ્રી નરસિંહભાઇ પી. પટેલ (કારોબારી સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ), શ્રી રમેશભાઈ એન. પટેલ (સલાહકાર સમિતિના સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ) અન્ય કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top