ગુજરાતના જિલ્લાઓનો ઈતિહાસ |History of Districts of Gujarat

0

 

 ગુજરાતના જિલ્લાઓનો ઈતિહાસ |History of Districts of Gujarat

ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે

વિસ્તારમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.

ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓ આવેલા છે.

ઇતિહાસ   

૧૯૬૦  

૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.

આ જિલ્લાઓ હતા: અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા.

૧૯૬૪   

૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.

૧૯૬૬  

સુરતમાંથી વલસાડ જિલ્લો ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.

૧૯૯૭ 

૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:

·         આણંદ ખેડામાંથી છૂટો પડાયો.

·         દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.

·         નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.

·         નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.

·         પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો.

૨૦૦૦   

૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.

૨૦૦૭

૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.

૨૦૧૩   

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા

·         અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો.

·         બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો.

·         છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો.

·         દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડાયો.

·         મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી રચાયો.

·         મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો.

·         ગીર સોમનાથ જુનાગઢમાંથી રચાયો.

·         ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાં આવી.

·         ૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી.

૨૦૧૭

·         લીમખેડા તાલુકામાંથી સીંગવડ તાલુકાની રચના કરાઇ.

વિસ્તારો પ્રમાણે જિલ્લાઓ

·         મધ્ય ગુજરાત

o    અમદાવાદ

o    વડોદરા

o    આણંદ

o    છોટાઉદેપુર

o    દાહોદ

o    ખેડા

o    મહીસાગર

o    પંચમહાલ

·         ઉત્તર ગુજરાત

o    ગાંધીનગર

o    અરવલ્લી

o    બનાસકાંઠા

o    મહેસાણા

o    પાટણ

o    સાબરકાંઠા

·         સૌરાષ્ટ્ર - કચ્છ

o    રાજકોટ

o    અમરેલી

o    ભાવનગર

o    બોટાદ

o    દેવભૂમિ દ્વારકા

o    ગીર સોમનાથ

o    જામનગર

o    જુનાગઢ

o    મોરબી

o    પોરબંદર

o    સુરેન્દ્રનગર

o    કચ્છ

માહિતી સ્રોત : વિકિપીડિયા 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top