Khergam: ખેરગામ રામજી મંદિર ખાતે અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો.
તારીખ : ૨૨-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ રામજી મંદિર ખાતે અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્રીરામના દર્શન કરી મહાપ્રસાદના આયોજન અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ પક્ષના હોદ્દેદારો સાથે મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા હતા.
જેમાં ખેરગામ ગામના અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. જેવું માનનીય વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ થયું કે લોકોએ તરત તાળીઓથી વધાવી લીધું હતું અને જય શ્રીરામના નારા સાથે આ કાર્યક્રમને હર્ષોલ્લાસથી વધાવ્યો હતો.પૂરા પ્રસારણ દરમ્યાન લોકોએ આ કાર્યક્રમને શાંતિથી નિહાળ્યો હતો. ખેરગામના તમામ ઘરોની આગળ શ્રીરામનો ધ્વજ લગાવી શ્રીરામની પધરામણીને દિવાળીના પર્વની જેમ ઉજવ્યો હતો. આજના આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ અગ્રણી ચુનીભાઈ પટેલ, લીતેશભાઇ ગાંવિત, પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, ભૌતેશભાઈ કંસારા, ખેરગામ તાલુકા પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, શૈલેષભાઈ પટેલ, વાડ ગામના અગ્રણીઓ ચેતનભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ,ખેરગામ ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ધર્મેશભાઈ ભરૂચા, રામજી મંદિરના ટ્રસ્ટીઓ, વેપારી મંડળ, પત્રકાર મિત્રો દિપકભાઈ પટેલ, વિનોદભાઈ મીસ્ત્રી, જીતુભાઇ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.