Dharampur: અયોધ્યા શ્રી રામજન્મભૂમિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ધરમપુર નગરમાં આંનદ ઉત્સવનાં વિવિધ કાર્યક્રમો યોજાયા.
૨૨-૦૧-૨૦૨૪ : અયોધ્યા શ્રી રામજન્મભૂમિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ધરમપુર નગરમાં આંનદ ઉત્સવનાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ડીજે, નાસિક ઢોલ અને આદિવાસી તુર-તારપાના કલરવ વચ્ચે શ્રી કાળારામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામા આવી હતી આ યાત્રા નગરપાલિકા ટાવર, સમડી ચોક, પ્રભુ ફળીયા, ભુતબંગલા,બજાર ફળીયા જેલરોડ, ગાર્ડન રોડ, દસોંદી ફળીયા, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પછી ફરી હતી આખા રસ્તે ફળિયે ફળિયે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, નગરના કેટલાક યુવાનો સીતા-રામ અને લક્ષમણજીના વેશભૂષ અને અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ પણ અલગ રથમાં રખાતા શોભાયાત્રાનું અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા,ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ,RSS જિલ્લા કાર્યવાહ શ્રી મહેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ ચૌધરી, ડો.હેમંતભાઈ પટેલ,શ્રી ગીરીશભાઈ સોલંકી,શ્રી રાધાકૃષ્ણ મંદિરનાં સંતશ્રી જગદિશાનંદજી,કથાકાર પ.પૂ.શ્રી છોટે મોરારી બાપુ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ,સ્વામિનારાયણ સંપ્રદાય,સહિત અનેકવિધ સેવાભાવિ સંસ્થાના કર્તાહતાઓ, નગરજનો જોડાયા હતા