ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, આ ધ્વજની ડિઝાઇન પીંગલી વૈંકૈયાનંદ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ આડા પટ્ટા છે, ઉપર કેસરી, મધ્યમાં સફેદ, અને નીચે ઘેરો લીલો કલર હોય છે, અને ત્રણેય પ્રમાણસર હોય છે. ધ્વજની પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર ૨ અને ૩ છે. સફેદપટ્ટીની મધ્યમાં ઘેરા વાદળી રંગનું વર્તુળ છે. આ ચક્ર અશોક દ્વારા તેની રાજધાની સારનાથના સિંહસ્તંભ (રાષ્ટ્રીય મુદ્રા) પર બાંધવામાં આવ્યું હતું ત્યાંથી લેવામાં આવ્યું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઈ જેટલો હોય છે. અને તેમાં 24 આરા છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રનો પોતાનો ધ્વજ હોય છે. જે તે દેશ સ્વતંત્ર દેશ હોવાની નિશાની આપે છે. તેથી તિરંગો ધ્વજ સ્વતંત્ર ભારતનું અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
ખેરગામ બ્લોગસ્પોટ અથવા khergam blogspot અથવા ખેરગામ બ્લોગર અથવા khergam blogger search કરતાં નીચે આપેલ નામની સાઈટ જણાય આવે તો ઓપન કરવી નહિ. movieupload4u.blogspot.com/ watch to full movie અને "sb Khergam samakrasa online" જેવાં કન્ટેન્ટવાળી (Harmful fake site) સાઈટ છે. તમારાં ધ્યાન આવી કોઈ સાઈટ જણાય તો open કરશો નહીં. ત્રાહિત વ્યક્તિએ મારા નામના કિવર્ડનો ઉપયોગ કરી અપલોડ કરવામાં આવેલ છે. તમારા મોબાઈલ અથવા લેપટોપને નુકશાન થઈ શકે છે.>