આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાની વિકાસગાથા
પહેલો રાષ્ટ્રધ્વજ:-
આપણો પ્રથમ રાષ્ટ્રધ્વજ ૭ ઓગસ્ટ ૧૯૦૬ માં કલકત્તા ના પારસી બાગાબ ચોક જે આજે ગ્રીનચોક તરીકે ઓળખાય છે ત્યાં બંગાળ વિભાજનના વિરોધમાં ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજના નિર્માણમાં લાલ લીલા અને પીળા રંગની ત્રણ પટ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ સ્વામી વિવેકાનંદની શિષ્ય ભગીની નિવેદિતા દ્વારા બનાવવામાં આવ્યો હતો.
બીજો રાષ્ટ્રધ્વજ:-
वन्देमातरम्
ભારતનો બીજો રાષ્ટ્રધ્વજ પેરિસમાં મેડમ કામા(મેડમ ભિખાઈજી રુસ્તમ કામા) તથા ઇ.સ. ૧૯૦૭ માં ઘરવિહોણા થયેલા અમુક ક્રાંતિકારીઓ દ્વારા ફકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ પણ પહેલા રાષ્ટ્રધ્વજ જેવો જ હતો, પણ તેમાં કમળની જગ્યાએ તારા બનાવવામાં આવ્યા હતા.
ત્રીજો રાષ્ટ્રધ્વજ:-
દેશનો ત્રીજો રાષ્ટ્રધ્વજ ઈ.સ.૧૯૧૭ માં બનાવવામાં આવ્યો. જ્યારે ભારતીય રાજનીતિએ નવો વળાંક લીધો હતો. ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ઘરેલુ શાસન ઝુંબેશ દરમિયાન આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ચોથો રાષ્ટ્રધ્વજ:-
અખિલ ભારતીય કમિટીનું સત્ર જે ઈ.સ.૧૯૨૧ માં બેજવાડા(હાલ વિજયવાડા) માં કરવામાં આવ્યું હતું, જેમાં આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો હતો. આ ધ્વજ બે રંગોથી બનેલ હતો. લાલ અને લીલો રંગ જે બે મુખ્ય સમુદાયો એટલે કે હિન્દુ અને મુસ્લિમ પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીએ સૂચવ્યુ કે ભારતના બાકીના સમુદાયનો પ્રતિનિધિઓ કરવા માટે તેમાં સફેદ પટ્ટી હોવી જોઈએ અને રાષ્ટ્રની પ્રગતિ દર્શાવવા માટે ફરતું શિપનીંગ વ્હીલ હોવું જોઈએ.
પાંચમો રાષ્ટ્રધ્વજ:-
વર્ષ ૧૯૩૧ માં કરાંચીમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ એક ધ્વજ બનાવ્યો. જેમાં માત્ર કેસરિયા રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ધ્વજની ઉપર મરુન રંગનો રેટિયો બનાવવામાં આવ્યો હતો.
છઠ્ઠો રાષ્ટ્રધ્વજ:-
રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં ઇ.સ.૧૯૩૧ નું વર્ષ મહત્વનું બની રહ્યું. આ વર્ષે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજને વર્તમાન રાષ્ટ્રધ્વજ નો પૂર્વજ પણ કહેવામાં આવે છે.
હાલનો રાષ્ટ્રધ્વજ:-
૨૨ જુલાઇ ૧૯૪૭ ના રોજ બંધારણ સભાએ મુક્ત રાષ્ટ્રધ્વજ તરીકે હાલના રાષ્ટ્રધ્વજને અપનાવેલ, સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રધ્વજના રંગોમાં કોઈ ફેરફાર ન હતો. પરંતુ તેમાં રેટિયાની જગ્યાએ સારનાથના અશોક સ્તંભ પરના સમ્રાટ અશોકના ધર્મચક્રને સ્થાન આપવામાં આવ્યું. જે સ્વતંત્ર ભારતનો અખંડ રાષ્ટ્રધ્વજ તરીકે વર્તમાન રાષ્ટ્રધ્વજ માન્ય છે.
ઉપસંહાર:-,
ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, આ ધ્વજની ડિઝાઇન પીંગલી વૈંકૈયાનંદ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ આડા પટ્ટા છે, ઉપર કેસરી, મધ્યમાં સફેદ, અને નીચે ઘેરો લીલો કલર હોય છે, અને ત્રણેય પ્રમાણસર હોય છે. ધ્વજની પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર ૨ અને ૩ છે. સફેદપટ્ટીની મધ્યમાં ઘેરા વાદળી રંગનું વર્તુળ છે. આ ચક્ર અશોક દ્વારા તેની રાજધાની સારનાથના સિંહસ્તંભ (રાષ્ટ્રીય મુદ્રા) પર બાંધવામાં આવ્યું હતું ત્યાંથી લેવામાં આવ્યું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઈ જેટલો હોય છે. અને તેમાં 24 આરા છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રનો પોતાનો ધ્વજ હોય છે. જે તે દેશ સ્વતંત્ર દેશ હોવાની નિશાની આપે છે. તેથી તિરંગો ધ્વજ સ્વતંત્ર ભારતનું અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.