પારડી તાલુકાની ખેરલાવ પ્રાથમિક શાળાના લાઈફ સેવિંગ વિન્ડો પ્રોજેકટની રાષ્ટ્રીકક્ષાએ પસંદગી થઈ.

0

   

પારડી તાલુકાની ખેરલાવ પ્રાથમિક શાળાના લાઈફ સેવિંગ વિન્ડો પ્રોજેકટની રાષ્ટ્રીકક્ષાએ પસંદગી થઈ.

29 રાજ્યોની શાળામાંથી રજૂ થયેલાં 500 પ્રોજેક્ટમાંથી 60 કૃતિની નોંધ લેવાઈ.

સમગ્ર પ્રોજેક્ટને હવે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં મુકવામાં આવશે.

પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની કૃતિ પ્રોજેક્ટ લાઈફ સેવિંગ વિન્ડો રાષ્ટ્રીય કક્ષાએ Department of sci- ence and technology, New Delhi ૧૦માં રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં ૯ થી ૧૧ ઓક્ટોબર ૨૦૨૩ ખાતે રજૂ થઈ હતી. 

દિલ્હી મુકામે યોજાયેલા પ્રદર્શનમાં સમગ્ર ભારત દેશમાંથી ૨૯ રાજ્યોએ ભાગ લીધો હતો. આ ૨૯ રાજ્યોમાંથી આવેલા ૫૦૦ જેટલા પ્રોજેક્ટમાંથી ઉત્તમ ૬૦ પ્રોજેક્ટની પસંદગી થઈ હતી.

 જેમાં પ્રાથમિક શાળા ખેરલાવનો વિદ્યાર્થી જિયાંશ મનીષભાઈ પટેલે શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતનકુમાર રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ LIFE SAVING WINDOW ( લાઈફ સેવિંગ વિન્ડો) નામની કૃતિ તૈયાર કરી હતી, જે હવે રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રદર્શનમાં મુકાશે. 

મહત્વનું છે કે, આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી રાજ્યકક્ષાએ રજૂ કરાઈ હતી. જે રાજ્ય કક્ષાએ પસંદગી પામી હાલ ૯ થી ૧૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય કક્ષાએ ન્યુ દિલ્હી ખાતે રજૂ કરવામાં આવી હતી. આ કૃતિની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ છે.

લાઈફ સેવિંગ વિન્ડો શું છે? કાર્ડ બોર્ડની મદદથી ઈમારત બનાવી છે. જેમાં આગના નિર્દેશન માટે પીળા અને લાલ રંગની LED લાઈટ લગાવી છે. સાથે સેન્સર જોડયા છે. જ્યારે આગ લાગે, ત્યારે સેન્સ૨ કામ કરે છે. અને પરિપથ પૂર્ણ થાય છે અને ઈમારતમાં બારી સાથે જોડેલી મોટર કામ કરે છે. અને અડધી બારી નીચેની તરફ સરકીને ડાબી તરફ ખસે છે. જેથી સીડી જેવી રચના બને છે. અડધી બારી નીચેની તરફ ખસે છે તેથી ત્યાં જગ્યા થાય છે. 

ત્યાંથી આગમાં ફસાયેલા વ્યક્તિઓ બહાર આવી શકે છે. આગની જીવલેણ ઘટના રોકવા પ્રોજેકટ વિશે મોટાપાયે કામગીરી થવી જરૂરી ખેરલાવના યુવા સરપંચ મયંક પટેલે જણાવ્યું છે કે, આગ જેવી ઘટનાઓ સર્જાતા લોકોએ જીવ ગુમાવવા પડે છે. એ ઘટનાને રોકવા એના ઉપાય તરીકે આ પ્રોજેકટ પર કામ થાય અને દેશ દુનિયામાં આ પ્રોજેકટ અમલમાં આવે એવી આશા છે.

Courtesy : sandesh news

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top