ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
તારીખ : ૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ ગામની પહાડ ફળિયા આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ આંગણવાડીનું મકાન ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હોય નવા મકાનની માંગણી કરવામાં આવી હતી.જે માંગણી સરકારશ્રી દ્વારા મંજૂર કરાતાં ખેરગામ તાલુકાનાં નવા વરાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે આંગણવાડીનાં મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અને ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ગામના આગેવાનશ્રી ધનસુખભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, પંકજભાઈ પટેલ,પહાડ ફળિયા આંગણવાડીનાં કાર્યકર, વેણ ફળિયા આંગણવાડીના કાર્યકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.