ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ધોડિયા એન્જીનિયરીંગ એસો.ના વાર્ષિક સંમેલનમાં૮૦ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.

0

 

ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે  ધોડિયા એન્જીનિયરીંગ એસો.ના વાર્ષિક સંમેલનમાં૮૦ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.

ધોડિયા એસોસિએશનનું વાર્ષિક સંમેલન રવિવારે સુરખાઈ જ્ઞાન કિરણ ધોડિયા સમાજવાડીમાં યોજાયું હતું. જેમાં સમાજના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનવાની અપીલ સાથે સમાજના ૮૦ તેજસ્વી તારલા અને સમાજરત્નોનું સન્માન કરાયું હતું. 

સુરખાઇ જ્ઞાન કિરણ જ્ઞાતિ મંડળ સમાજવાડીમાં રવિવારે  અગ્રણીઓએ સમાજના શૈક્ષણિક વિકાસમાં યોગદાન આપી સહભાગી બનવા અપીલ કરી હતી.

આ  પ્રસંગે માર્ગ મકાન વિભાગના જાહેર સેવા આયોગના સભ્ય સચિવ  તરીકે બઢતી નિમણૂક થતા એ. કે. પટેલને સમાજ રત્ન સ્મૃતિભેટ આપી બહુમાન કરાયું હતું.

આ ઉપરાંત રાજ્ય જળસંપતિ પાણી પુરવઠા વિભાગ સચિવ ગુજરાત કે.એ.પટેલ, જાહેર સેવા આયોગના સભ્ય સચિવ એસ. કે.પટેલ, તેમજ જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનાં સ્થાપક રાજુભાઈ પટેલ ( રાજેન્દ્રભાઈ પટેલ)નું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

  વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧૦-૧૨, એન્જીનિયરીંગ  નીટ અને જી પરીક્ષાનાં ૮૦ તેજસ્વી  તારલાઓનું પ્રમાણપત્ર, સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે સમાજ પ્રમુખ રાજુભાઈ (રાજેન્દ્રભાઈ) પટેલે મંડળની પ્રગતિનો ચિતાર રજૂ કરી આગામી ૧૫ વર્ષની વિકાસ રૂપરેખાનો આગોતરો ખ્યાલ આપ્યો હતો. 

આ પ્રસંગે ચંપક પટેલ, ઝેડ એમ પટેલ, આર એમ પટેલ, એન એચ પટેલ, એમ એચ પટેલ, ડો.પ્રદીપ ગરાસીયા સહિત અગ્રણી ઉદ્યોગકારો, એન્જિનિયર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સરકારની વિવિધ શાખામાં બઢતી પામેલા અધિકારીઓનું સમાજ રત્ન તરીકે તેમજ ધોડિયા સમાજ જ્ઞાતિ મંડળ સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી. રાજુભાઈ (રાજેન્દ્રભાઈ પટેલ)નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top