જૂની પેન્શન યોજના માટે નવસારી જિલ્લામાં શિક્ષાયાત્રાનું ભવ્ય સ્વાગત.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત જૂની પેન્શન યોજનાની માંગણી બુલંદ કરવા તારીખ 17/ 9/ 2023 થી સોમનાથ મુકામેથી શિક્ષા યાત્રા કાઢવામાં આવી જે શિક્ષા યાત્રા આજરોજ નવસારી જિલ્લામાં પ્રવેશતા નવસારી જિલ્લાના શિક્ષકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું કોળી સમાજની વાડી ખડસુપા મુકામે જાહેર સભા યોજવામાં આવી જાહેર સભામાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષકોની સૌ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરવામાં આવી.શિક્ષા યાત્રાની આગેવાની અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.જ્યાં સુધી જૂની પેન્શન યોજના ન મળે ત્યાં સુધી ઉગ્ર લડત આપવાનો હુંકાર કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપભાઈ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું અને શિક્ષકોની બુઢાપાની લાઠી સમાન જૂની પેન્શન યોજના જ્યાં સુધી ન મળે ત્યાં સુધી લડત કરવાનો નિર્ધાર કર્યો રાજ્ય પ્રાથમિક શિક્ષણના ખજાનચી રણજીતસિંહ કાર્યાધ્યક્ષ ગોકુળભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ સુલતાન ભાઈ વગેરે જુદા જુદા જિલ્લાના પ્રમુખશ્રીઓએ સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કરી શિક્ષકોને માર્ગદર્શન આપ્યુ.શિક્ષા યાત્રાના કાર્યક્રમમાં નવસારી જિલ્લાના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહી સુત્રોચાર કરી જૂની પેન્શન યોજનાની માંગણી નો અવાજ દિલ્હી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.સૌ શિક્ષકો એક બની,સંગઠિત થઈ સકારાત્મક અભિગમ સાથે પોતાની ફરજ નિભાવી હકની માંગણી માટે સરકારને જગાડવા શિક્ષા યાત્રાને સફળ બનાવવા કટીબધ થયા અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી ને હાકલ કરવામાં આવી. જૂની પેન્શન યોજના માટે જે કંઈ કાર્યક્રમ કરવામાં આવશે તેમાં નવસારી જિલ્લાના તમામ શિક્ષકો આપની સાથે રહેશે -પ્રમુખશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નવસારી
હાલનો કાર્યક્રમ ફક્ત અને ફક્ત જૂની પેન્શન યોજનાના એક જ મુદ્દા સાથે લડત આપવામાં આવી છે ત્યારે જૂની પેન્શન યોજના લઈને જ ઝંપીશું- મહામંત્રીશ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ
સૌ સંગઠિત બની સરકારના દરેક કાર્યક્રમમાં સહભાગી થયા છે સૌએ સંગઠિત રહી જૂની પેન્શન યોજનાની લડત ચાલુ રાખવી જૂની પેન્શન યોજના ના મળે ત્યાં સુધી લડતા રહીશું અને જરૂર પડીએ અસરકારક આંદોલન કરવા તૈયાર રહીશું. - પ્રમુખશ્રી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ.