પાટી પ્રાથમિક શાળા ખાતે પાટી સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
તારીખ :૧૩-૦૯-૨૦૨૩ના દિને પાટી પ્રાથમિક શાળા ખાતે પાટી સી.આર.સી.નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં પાટી સી.આર.સીની તમામ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિભાગ 'સ્વાસ્થ્ય'માં તોરણવેરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, દ્વિતીય વિભાગ 'લાઈફ'માં ગવળા ફળિયા પ્રાથમિક શાળાનો પ્રથમ ક્રમાંક, તૃતીય વિભાગ ' કૃષિમાં ' દાદરી ફળિયા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, ચતુર્થ વિભાગ 'વાહનવ્યવહારમાં ' દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક અને પાંચમાં ટેકનોલોજી અને રમકડાં વિભાગમાં કાકડવેરી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી.
આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પાટી કલસ્ટરના સી.આર.સી ટીનાબેન પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખશ્રી અને પાટી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક દિનેશભાઈ નાયક, પૂર્વ બી.આર.સી.શ્રી અમ્રતભાઈ પટેલ, માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ ક્રમાંક મેળવેલ શાળાઓની કૃતિઓ હવે પછી યોજાનાર તાલુકાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.