આજરોજ તા.03/09/2023 ના દિને આદિવાસી સુરક્ષા યાત્રાનું ધરમપુર ક્રાંતિકારી બિરસમુંડા સર્કલ ખાતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
રાજુભાઇ વલવાઈ અને એમના સાથી મિત્રો સાથે નીકળેલ યાત્રાનો આજે 28 મો દિવસ હોય અને આ યાત્રા ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાનું ગામ ઉલીહાતું ઝારખંડથી નીકળી અને 4000 ચાર હજાર કિલોમીટર સુધીની છે જેમાં દરેક આદિવાસી વિસ્તારોનાં મુખ્ય મથકોને સાંકળી લઈ 54 દિવસ સુધી આ યાત્રા ચાલશેની વાત કરી હતી.