તારીખ -૧૪-૦૬-૨૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. જેમાં બાલવાટિકાનાં ૧૦ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતી. તેમજ આંગણવાડી બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રક્ષાબેન પટેલ તથા નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ તરફથી પ્રવેશ પામેલા તમામ બાલવાટિકાનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા સંચાલનમાં પડતી અગવડતા વિશે ચર્ચા કરી તેના માટે ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી ઉમેશભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, ભગુભાઈ પટેલ,રાકેશભાઇ પટેલ, એસ.એમ.સીના સભ્યો, વાલીગણ વગેરે હાજર રહ્યાં હતાં.