ખેરગામ । ધરમપુરના રાજપુરી તલાટીમાં યોજાયેલી નાની ઢોલડુંગરીતા.પ.બેઠક વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન-4માં રાજપુરી તલાટ પટેલ ફળિયું ટિમ ચેમ્પિયન થઈ હતી. જ્યારે રાજપુરી તલાટ દેસાઈ ફળિયું ટિમ રનર્સઅપ રહી હતી. રાજપુરી તલાટ, વિરવલ, નાની ઢોલડુંગરી,મોટીઢોલ ડુંગરી, મરઘમાળ મળી 11 ટિમો વચ્ચે રમાયેલીઆ ટુર્નામેન્ટની ચેમ્પિયન અને રનર્સઅપ ટિમને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી અપાઈ હતી. આ અવસરે તા.૫.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ,ગામના સરપંચ પ્રફુલભાઈ,વિરવલના સરપંચ પ્રતિકભાઈ મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલ, જામનપાડા ગામના સામાજિક અગ્રણી સુગ્નેશ વાઢું, આગેવાનો, આયોજકો નિલેશભાઈ, ડૉ.પાર્થ પટેલ, કમલ પટેલ, વિરૂ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, ચેતું પટેલ, કૃણાલપટેલ, સુભાષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.