વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં વાલીદિન યોજાયો.

0

    


તારીખ 19-01-2023  ગુરુવારના દિને 2:00 કલાકે વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં વાલીદિન યોજાયો.

સૌ  પ્રથમ  મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય  કરવામાં આવ્યું.  ત્યારબાદ શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું.


 શાળાના શાળાના શિક્ષકો દ્વારા મહેમાનોનો સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે  14 જેટલા વિવિધ  કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં (1) અભિનય ગીત ધોરણ 2 ના વિદ્યાર્થીઓ જો નિશાળે કોયલ બોલે.. 

 (2) બાળગીત ધોરણ 4 બાલુડા અમે બાલુડા.... (3) ધોરણ 1ના વિદ્યાર્થી દ્વારા ડાન્સ એક બટ્ટા દો.....


(4) ધોરણ 7ના વિદ્યાર્થી દ્વારા દેશભક્તિ ગીત  દેશ રંગીલા...  

(5) ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા  વેશભૂષા 

(6) ધોરણ 7 થી 8 ના બાળકો દ્વારા રાસ,

 (7)ધોરણ 6ની દીકરી જીલ એસ પટેલ દ્વારા  બાબા મે તેરી.   


  (8)ધોરણ 5 ના વિદ્યાર્થીઓ દ્વારા માછીનૃત્ય દરિયા કિનારે.....

(9) ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા મૈયા યશોદા...   ગીત


(10) ધોરણ 3 ના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત મારા નાના ગોવાળિયા..   (11) ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા મોજમાં રે મોજમાં.... ડાન્સ ગીત (12) ધોરણ 6 ના વિદ્યાર્થીઓ દ્વારા અમે આદિવાસી નૃત્ય.(13) ધોરણ 7 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ગરબો દૂધે તે ભરી તલાવડી.... અને છેલ્લે (14) ધોરણ 7 થી 8 વિદ્યાર્થીઓ દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. 

આ આ કાર્યક્રમ બપોરે 2 વાગ્યાથી શરૂ કરી સાંજે  5:00 વાગ્યા સુધી ચાલ્યો હતો.  શિક્ષકોએ ઓછા સમયમાં વધુ મહેનત કરી સુંદર મજાની કૃતિઓ તૈયાર કરાવી હતી, જે કાર્યક્રમની કૃતિઓ ઉપરથી દેખાઈ આવતું હતું.

            આ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી  શ્રીમતી અંજલીબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ તાલુકાના બી.આર.સી  કોર્ડિનેટર વિજયભાઈ પટેલ,  ખેરગામ સી.આર.સી ભાવિકાબેન, જનતા  માધ્યમિક શાળાના નિવૃત પ્રિન્સિપાલ ઉત્તમભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, તાલુકા કેળવણીની નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી રક્ષાબેન પટેલ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યશ્રી પ્રશાંતભાઈ પટેલ શાળાના દાતાશ્રી એવા  વાડ ગામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ પટેલ તથા ચેતનભાઇ પટેલ, એસએમસીના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ પટેલ આજ શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી પરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી ફતેસિંહભાઈ સોલંકી, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તનુજાબેન પટેલ પોલીસ કોન્સ્ટેબલ ચીખલી,કન્યા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર, ખેરગામ તાલુકા સંઘનાં હોદ્દેદારો ખજાનચી શ્રી પરેશભાઈ પટેલ, સહમંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ, નવસારી જીલ્લા કારોબારી સભ્ય તથા ચીખલી શિક્ષક ધિરાણ મંડળીના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ,ખેરગામ તાલુકા ગ્રુપ મંત્રી શ્રી વિમલભાઈ પટેલ, શામળા ફળિયા crc શ્રી મહેશભાઈ કુંડેરા, બી.આર.સી ભવનના કર્મચારી શ્રી ભાવેશભાઈ પરમાર તથા શ્રી આશિષભાઈ પટેલ હાજર જે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં  ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પોલીસ કોન્સ્ટેબલ  તનુજાબેન પટેલ અને જી.ઈ.બી.માં ફરજ બજાવતા શ્રી ઉમેશભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.




આ વાલીદિન કાર્યક્રમમાં દાતાઓ તરફથી  38000 અંકે  આડત્રીસ હજાર રૂપિયા દાનનો ધોધ વહેડાવ્યો હતો. જે માટે શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.












Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top