ખેરગામ કુમાર શાળામાં વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર આયોજિત 'પ્રકૃતિ કી પાઠશાલા અભિયાન' અંતર્ગત શાળામાં પર્યાવરણ બચાવવા સબંધિત કાર્યક્રમ યોજાયો.

0

  

         આજરોજ તા. ૧૭-૦૧-૨૦૨૩ ને મંગળવારનાં રોજ કુમારશાળા ખેરગામ તા.ખેરગામ માં ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા પ્રકૃતિ કી પાઠશાલા અભિયાન' અંતર્ગત શાળામાં પર્યાવરણ બચાવવા સબંધિત ક્રાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને નાની નાની પર્યાવરણ જાળવણી અંગેની વિડિયો ક્લિપ બતાવીને પર્યાવરણ સંરક્ષણ અંગે બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો. જેમાં હવા પ્રદૂષણ, પ્લાસ્ટિક નો દૂર ઉપયોગ, વૃક્ષોનું જતન અને જાળવણી જેવા વિષયો પર ગોષ્ઠી કરી બાળકો દ્વારા સમાજને જાગૃત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં કાર્યક્રમને અંતે કવિઝ સ્પર્ધાનુ આયોજન કરી બાળકોને પ્રોત્સાહક ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંતે શાળાને સ્મૃતિભેટ તથા પર્યાવરણલક્ષી પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.અંતે શાળાના મુ.શિ. દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશનની સમગ્ર ટીમનો આભાર વ્યકત કરવામાં આવ્યો.











Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top