તારીખ ૨૩-૧૨-૨૦૨૨નાં દિને પ્રિયંકાબેન થોરાતનું વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડો.સંજયભાઈ પટેલની હાજરીમાં શાલ ઓઢાડી, સન્માનપત્ર અને સ્ટ્રોબેરીનો છોડ આપી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે મહિલાઓને સમાન તક મળતા હવે ધીરે ધીરે ખુબ જ પ્રગતિ કરી રહી છે અને અનેક વિભાગોમાં નેતૃત્વ કરી રહી છે.કોઈપણ દેશ અને સમાજની પ્રગતિ માટે મહિલાઓનું શિક્ષિત અને નિર્ણાયક હોવું જરૂરી છે.અને આદિવાસી સમાજ હંમેશા સ્ત્રીસ્વતંત્રતા અને કેળવણીનો હિમાયતી રહ્યો છે.આથી આવી જ રીતે દરેક માનુનીઓનું સન્માન એ આખા સમાજ,સ્થળ અને દેશનું ગર્વ છે અને અમને પણ ગૌરવવંતી મહિલાઓનું આવી રીતે સન્માન કરવાનો મોકો મળ્યો એનો ખુબ જ આનંદ છે.આ પ્રસંગે કોલેજના સ્ટાફમાંથી ખુમરાજભાઈ, સ્નેહલ,પ્રિયંકા અને ટીમ સમસ્ત આદિવાસી સમાજમાંથી ડો.દિવ્યાંગી,ડો.કૃણાલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,કાર્તિક,આયુષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.