તારીખ ૬-૧૨-૨૦૨૨નાં દિને ખેરગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ડૉ. ભીમરાવ આંબેડકરનો ૬૬મો મહાપરિનિર્વાણ દિન ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઉમટ્યા હતા. તેમની મૂર્તિ પાસે ફુલહાર અને મીણબત્તી સળગાવી "જય ભીમના" નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો.નિરવ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ અને તેમના હોસ્પિટલનો સ્ટાફ, કિર્તી પટેલ, તેમજ ગામનાં આગેવાનો હાજર રહ્યા હતાં.
પરિચય :
પુરુ નામ : ભીમરાવ રામજી સકપાલ
જન્મ તારીખ : 14 એપ્રિલ 1891
જન્મ સ્થળ : મહુ, ઈન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)
માતાનું નામ : ભીમાબાઇ
પિતાનું નામ : રામજી માલોજી સકપાલ
પત્નીનું નામ: : રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)
મુત્યુ તારીખ : 6 ડિસેમ્બર 1956
મુત્યુ સ્થળ : દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને
૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે ડો.ભીમરાવ આંબેડકરનુ દિલ્લીમાં અવસાન થયું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા પ્રધાન હતા. ડૉ. ભીમરાવ આંબેડકર રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.
14 ઓક્ટોબર 1956નાં રોજ નાગપુર દીક્ષાભૂમિ ખાતે બાબાસાહેબે છ લાખ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. તેમણે દલિતોને બાવીસ પ્રતિજ્ઞાઓ આપી હતી, જે નાગપુરની દીક્ષાભૂમિમાં એક પત્થર પર કોતરીને મૂકવામાં આવી છે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના “ગુરુ” માનતા હતા. ડો. ભીમરાવ આંબેડકરે પોતાની પર્સનલ લાઈબ્રેરી બનાવી હતી જેનુ નામ તેમણે રાજગૃહ રાખ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક “રુપિયાની સમસ્યા-તેનુ મૂળ અને ઉપાય”માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતો આધારિત ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવેલ છે.
29 ઓગસ્ટ 1947નાં રોજ બંધારણના ઘડતર માટે 7 સભ્યોની ડ્રાફ્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. પીવાના પાણી માટે સત્યાગ્રહ કરાવનારા ડો આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા. 20 માર્ચ 1927 ના રોજ તેમણે અસ્પૃશ્ય સમુદાયને શહેરના ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે ‘મહાડ’ શહેરમાં એક સત્યાગ્રહ કર્યો હતો. ડૉ આંબેડકરે પાંચ સામાયિક બહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે.
ડૉ બાબાસાહેબ આંબેડકર ના પુસ્તકો :-
- ૫હેલુ પુસ્તક – ભારતમાં જાતિ : તેની પ્રણાલી, ઉત્પત્તિ અને વિકાસ (Castes in India: Their Mechanism, Genesis and Development)
- ઇવોલ્યુશન ઓફ પ્રોવિનશિયલ ફિનાન્સ ઇન બ્રિટન ઇન્ડિયા (The Evolution of Provincial Finance in British India )
- જાતિ નો વિનાશ ((Annihilation of Caste)
- Who Were the Shudras?
- The Untouchables: Who Were They and Why They Became Untouchables
- થોટસ ઓન પાકિસ્તાન (Thoughts on Pakistan)
- ઘ બુદ્ઘ એન્ડ હિઝ ઘમ્મ (The Buddha and His Dhamma)
- બુદ્ઘ અથવા કાર્લ માકર્સ (Buddha Or Karl Marx)