તારીખ ૨૧-૧૧-૨૦૨૨નાં દિને નિપુણ ભારત અંતર્ગત બી.આર.સી. કક્ષાની ધોરણ ૧,૨ વાર્તા કથનસ્પર્ધા,ધોરણ ૩,૪,૫ વાર્તા કથન સ્પર્ધા અને ધોરણ ૬થી૮ વાર્તા નિર્માણ સ્પર્ધા કન્યા શાળા ખાતે રાખવામાં આવી હતી. જેમાં ખેરગામ, બહેજ, પાણીખડક, પાટી અને શામળા ફળિયા ક્લસ્ટર એમ પાંચ ક્લસ્ટરનાં ૩ બાળકો પ્રમાણે ૧૫ બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ધોરણ ૧થી૨ નાં વાર્તા કથન સ્પર્ધામાં જેમાં કાકડવેરી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ક્રિશ મિતેશભાઈ ગરાસિયા પ્રથમ ક્રમે, રૂઝવણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થિની પૂર્વા જીતેન્દ્રભાઈ પટેલ દ્વિતીય ક્રમે અને મંદિર ફળિયા આછવણીનો વિધાર્થી આરવ યોગેશભાઈ પટેલ તૃતીય ક્રમે આવ્યો હતો.
તેમજ ધોરણ ૩થી૫ નાં વાર્તા કથન સ્પર્ધામાં પાટી ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અવિષા ભરતભાઈ પટેલ પ્રથમ ક્રમે, ખેરગામ કુમાર શાળાનો વિદ્યાર્થી શ્રેયાંગ નિલેશભાઈ પટેલ દ્વિતીય ક્રમે, અને બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી આશિષભાઈ પટેલ તૃતીય ક્રમે આવી હતી.
જ્યારે 6થી8માં વાર્તા નિર્માણ સ્પર્ધામાં મંદિર ફળિયા આછવણીની વિદ્યાર્થિની ટીશા રાકેશભાઈ પટેલ પ્રથમ ક્રમે, કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની અંજુ મોહનસિંહ રાજપુરોહિત દ્વિતીય ક્રમે અને શામળા ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ખુશી ભૂપતભાઇ પટેલ અને પાટી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી વિજય પંકજભાઈ ગાંવિત તૃતીય ક્રમે આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઈ પરમાર સાહેબ, નવસારી ડાયટનાં લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ,તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, સંઘનાં મહામંત્રી શ્રી કિરીટભાઈ ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, બી.આર. ભવન ખેરગામ કમ્પ્યુટર ઓપરેટર શ્રી આશિષભાઈ પટેલ, પાટી સી.આર.સી. ખેરગામ સી.આર.સી. આછવણી સી.આર.સી. પાણીખડક સી.આર.સી, પ્રજ્ઞા બી.આર.પી. નિમિષાબેન આહિર, કન્યા શાળા ખેરગામના એચ. ટાટ/આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર અને સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને તેમના જોડે પધારેલ શિક્ષકો હાજર રહ્યા હતાં.