Dahod : દાહોદ ખાતે સંકુલ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

0

  Dahod : દાહોદ ખાતે સંકુલ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.


મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ-૧ દાહોદનો સંકુલ કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ શ્રી જ્ઞાનજ્યોત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયો

સંકુલ કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનીમાં કુલ ૪૩ શાળાઓએ ભાગ લીધો હતો અને ૬૨ કૃતિઓની વિજ્ઞાન પ્રદર્શની યોજાઈ

દાહોદ : દાહોદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં આવેલી શ્રી જ્ઞાનજ્યોત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઉકરડી ખાતે GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ પ્રેરિત તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દાહોદ અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ-૧ દ્વારા ૨૦૨૪-૨૫ ના વર્ષનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ દરમ્યાન સંકુલ કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનીમાં કુલ ૪૩ શાળાઓએ ભાગ લીધો હતો અને ૬૨ કૃતિઓની વિજ્ઞાન પ્રદર્શની યોજવામાં આવી હતી.શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગમાં કૃતિઓ રજીસ્ટ્રેશન કરવામાં આવી હતી. જેમાં ભાગ લીધેલ દરેક શાળાઓને શિલ્ડ, પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતા બનેલ દરેક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઇ શકશે. 

કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ હઠીલા દ્વારા કરવામાં આવી હતી. એ સાથે અંતે જુદી જુદી શાળામાંથી ભાગ લેવા આવેલ તમામ બાળ વૈજ્ઞાનિકો, તેમના માર્ગદર્શકશ્રીઓ તથા આમંત્રિત મહેમાનોએ સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા શિક્ષણાધિકરીશ્રી એસ.એલ.દામા, મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ ના કન્વીનરશ્રી રાજેન્દ્રસિંહ ભોકણ અને સહ કન્વીનરશ્રી અગ્રવાલ રિપલ એચ, શાળા મંડળના પ્રમુખ શ્રી કે. ટી.મેડાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

૦૦૦

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top