TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી

0

TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી


*રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વ્યારા તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ*

*દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પ લઇ આગળ વધવાનો આજે એક અવશર છે છે: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ*

ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

*વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા*

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. 

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં  ૭૮મો સ્વાતંત્ર્ય પર્વની સૌને શુબેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે  આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો એક અવશર છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જન જનમાં દેશભક્તિની ભાવનાની ઉદ્દભવે તેવા ઉદેશ્યથી વડાપ્રધાનશ્રીએ તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ  સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન માટે આહવાન કર્યું હતું.  ત્યારે આ આહવાનને ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાના તમામ નાગરીકો દ્વારા ખુબ મોટો પ્રતિસાદ મળ્યો છે.

૨૦૪૭માં દેશની આજાદીને ૧૦૦ વર્ષ પુર્ણ થશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના વિઝનને સિદ્ધ કરવા મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિકરિત વિકસિત ભારત-,વિકસિત ગુજરાતની  નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છે.

 વધુમાં ઉમેર્યુ હતુ કે આજે તાપી જિલ્લો સર્વાંગી વિકાસ માટે હર હંમેશ આગળ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ૯મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાને પ્રાયોજના કચેરી દ્વારા પંચાયત,આદિજાતી અને પ્રાથમિક શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના કુલ રૂપિયા ૨૬ કરોડના ૬૮૦ કામોનું ઈ-લોકાર્પણ,ખાતમુહુર્ત કર્યું છે.એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે તાપી જિલ્લામાં આવેલ ઉકાઇ જળાસય આધારીત સરુ કરવામં આવેલ ઉદ્દવહન સિંચાઇ યોજના પાઇપલાઇન મારફતે તાપી જિલ્લાના ઉચ્છલ,સોનગઢ,કુકરમુંડા,નિઝર તલુકાના સિંચાઇથી વંચિત આદિજાતી વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવવાની યોજનાના  કામો લગભગ ૯૨% કામ પુર્ણ કરવામાં આવેલ છે.આ યોજનાથી તાપી જિલ્લાના ૧૩૬ ગામોના અંદાજિત ૨૭૯૭૨ હેક્ટર જમીનને પાણીનો લાભ મળવાનો છે.જે તાપી જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે.

સોનગઢ તાલુકાના નાગરીકોએને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માં કે નામ ની અનોખી પહેલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે નાગરિકો એક જ દિવસે ૭ હજાર વૃક્ષઓ વાવી એક પેડ માં કે નામનો રેકોર્ડ તોડી આખા ગુજરાત રાજ્યમાં નામના મેળવી છે અને આપણા તાપી જિલ્લા માટે ગૌરવ ની વાત એ છે કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આવાતની નોંધ લીધી છે.તાપી જિલ્લામાં આપણે સૌ સાથે મળીને કાર્ય કરી વિકસિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન અપવાનું છે એમ ઉમેર્યું હતું.

અંતે તેમણે વિવિધ વિભાગો અંતર્ગત કાર્યરત યોજનાકિય માહિતીમાં તાપી જિલ્લા દ્વારા કરવામાં આવેલ સિધ્ધિઓને વર્ણવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે. તેમણે તમામ સરકારી વિભાગો અને કર્મચારીઓ/અધિકારીઓના કામ પ્રત્યેની નિષ્ઠાને બીરદાવી હતી. 

આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરાયો હતો. 

કાર્યક્રમમાં પોલીસ જવાન અને ડોગ હેન્ડલર મહેન્દ્રભાઇ પટેલે પોલીસ ડોગ  માઇલો અને પિન્કી-ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ ઉપરાંત એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. આ સાથે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, વન સંરક્ષક અધિકારીશ્રી પુનિત નૈયર, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા,  ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ,બાળકો સહિત જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિનત રહ્યા હતાં.

*તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી* - *રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સહિત ઉપસ્થિત...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top