Kachchh|bhuj : “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષા રેલી તથા જાગૃતિ સેમિનાર યોજાયો

0

 Kachchh|bhuj : “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષા રેલી તથા જાગૃતિ સેમિનાર યોજાયો



ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલની છાત્રાઓએ રેલીમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો : કચ્છ યુનિવર્સિટી ખાતે “ઘરેલુ હિંસા અધિનયમ-૨૦૦૫” અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

 ભુજ, શુક્રવાર 

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન  તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧ થી ૦૮ ઓગષ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 

જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ  અધિકારીની કચેરી તથા ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે “ મહિલા સુરક્ષા રેલી”નું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીમાં બહોળી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો. આ રેલીનું પ્રસ્થાન  ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલની રમત અને  શિક્ષણ ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરેલી દીકરીઓ લોચા દીપા અને ચેતના પાયણના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે, શિક્ષણ વિભાગમાંથી વનીતાબેન મહીડા, શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી, સુપરવાઈઝરશ્રી બેલાબેન મહેતા, એન.કે.સીજુબેન, DHEWટીમના તમામ કર્મચારીઓ તેમજ શાળાનો સ્ટાફ જોડાયો હતો. રેલીનું સમાપન હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. 

તદુપરાંત કચ્છ યુનિવર્સીટી ખાતે “ઘરેલુ હિંસા અધિનયમ-૨૦૦૫” અંગે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં સમાજકાર્ય ભવનના એચ.ઓ.ડી.શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ એડવાઈઝર એડવોકેટશ્રી હંસાબેન ભીંડી દ્વારા ઘરેલુ હિંસા કાયદા અંગે સમજ આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ભરતભાઈ મકવાણા દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં DHEWટીમના DMCશ્રી ફોરમબેન વ્યાસ દ્વારા DHEW વિષે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે સંચાલનશ્રી ભાવનાબેન ગરવલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ DHEW ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટશ્રી ભરતભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top