Dahod: દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૪ની ઉજવણી દેવગઢ બારીયા ખાતે યોજાશે

0

  Dahod: દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૪ની ઉજવણી દેવગઢ બારીયા  ખાતે યોજાશે 

૧૫મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

દાહોદ :- દાહોદ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ, ૧૫મી ઓગષ્ટ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૧૫ મી ઓગષ્ટ પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સ્વ જયદીપસિંહજી રમત-ગમત સંકુલ  દેવગઢબારીયા ખાતે યોજવામાં આવશે.

દાહોદ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીની સમીક્ષા રૂપે કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી  હતી. ૧૫મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાના થાય છે, ત્યારે આ પર્વને દાહોદ જિલ્લાના નાગરિકો પણ ઉલ્લાસભેર ઉજવે અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવા પ્રયાસો કરવા સૌને અપીલ કરી હતી.


જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે આયોજન અને વ્યવસ્થાનાં સુચારૂ સંચાલન, પોલીસ બંદોબસ્ત જેવી તમામ કામગીરીની અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. 

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર શ્રી સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.એમ.પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારીશ્રી સર્વશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top