ડાંગ: આહવા ITI ખાતે 'સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ' યોજાયો

0

 ડાંગ: આહવા ITI ખાતે 'સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ' યોજાયો

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ગત તારીખ ૧૨મી જુલાઈ-૨૦૨૪ ના રોજ MSME ડેવપમેન્ટ અને ફેસિલીટેશન કચેરી, સિલવાસા તથા કુટિર ઉદ્યોગની કચેરી-આહવા દ્વારા, આહવા ITI ખાતે 'સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુટિર ઉદ્યોગની કચેરીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક (ટ્રાયબલ) શ્રી સંદીપ પટેલ દ્વારા, કચેરીની પ્રવર્તમાન યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના, PMEGP યોજના, માનવ કલ્યાણ યોજના, દત્તોપંથ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં રિસોર્સ પર્સન તરીકે પધારેલ ડો.દિપેશ શાહ, ડાયરેકટર, એન.કે.દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા, સાહસિકતા જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી. MSME કચેરીના અધિકારી શ્રી નિતીન ચાવલા દ્વારા MSME વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતીગાર કરાયા હતા. આહવા ખાતે યોજાયેલા 'સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ'માં મદદનીશ સહકારી અધિકારી શ્રી દેવીદાસ વાઘ તેમજ આહવા ITI તથા RSETI ના ૮૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આહવા ITI ખાતે 'સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ' યોજાયો : - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ગત તારીખ ૧૨મી જુલાઈ-૨૦૨૪ ના...

Posted by Info Dang GoG on Saturday, July 13, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top