Khergam (blood donation camp): ખેરગામનાં દાદરી ફળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
નવસારી જિલ્લાના ખેરગામ ગામે દાદરી ફળિયામાં અંબામાતા મંદિરના પાટોત્સવ નિમિત્તે શ્રીમદ રાજચન્દ્ર હોસ્પીટલ દ્વારા રક્તદાન શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યુ હતું.
જેનું ઉદ્ઘાટન પ.પૂ.કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ખેરગામ પી.એસ.આઈ. પઢેરિયા ભૌતેશ કંસારા, ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલ, સતીશભાઈ
રિદ્ધિ તથા રાઠોડ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વાદ આપતાં પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતું કે આજના યુગમાં રક્તદાન ખુબ જ જરૂરી છે. દાદરી ફળીયા રાઠોડ સમાજે ક્રાંતિ કરી છે. માઁ અંબાની કૃપાથી સત્કાર્યો થઈ રહ્યા છે. એમણે પી.એસ.આઈ. પઢેરિયાની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર/ ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈએ કર્યું હતું.