રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયાનો ગુજરાતના શિક્ષકો માટે લાગણીસભર વિનંતિપત્ર.

0

              

રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયાનો ગુજરાતના શિક્ષકો માટે લાગણીસભર વિનંતિપત્ર.

તેમણે ગુજરાતના શિક્ષકો માટે સંદેશો પાઠવ્યો છે કે, શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનોએ ઉપાડી  એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા માટે તેમણે સૌને લાગણીભરી વિનંતિ કરી છે.

 તેમણે કહ્યું છે કે, "સમાજમાં સૌથી ઉંચુ સ્થાન ગુરુજનનું હોય છે. આપ લોકોમાં જાગૃતતા લાવશો તો સમાજના લોકો સુધી તેની બહોળી અસર થશે. જે ગુરુજનો આવા સેવાના વ્યક્તિગત કામ કરશે, તેઓને હું વંદન સાથે અભિનંદન પત્ર મોકલીશ તથા ટેલીફોનિક કે રૂબરૂ અભિનંદન પણ પાઠવીશ.

આપને આ સામાન્ય લાગતા, પણ બહુ મોટાં પુણ્યકાર્ય માટે, હું આજ્ઞા સ્વરૂપે નહી, પણ એક માનવીય અને સંવેદનાપૂર્ણ સેવાયજ્ઞ કરવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કરી રહ્યો છું. મારા આ શુદ્ધ લાગણી સાથે લખાયેલા સંદેશને આપ સ્વીકારી, એને સામાજિક જાગૃતિ અને સેવા સાથે જોડીને પુણ્યકાર્ય કરશો તો બોરમાં ફસાયેલ માસૂમ જિંદગીને મોતના મુખમાંથી બચાવી શકાશે. રાજ્યમાં અને દેશમાં વ્યર્થ ખુલ્લા રહેલ બિનઉપયોગી બોરવેલ બંધ કરવામાં આપ નિમિત્ત બનશો તો કોઈના વહાલસોયા બાળકનું જીવન બચાવવા માટે આપ નિમિત બનશો. જો આમ થશે તો આવી માતાઓના લાડકવાયા દીકરાને બચાવવાના આપને આશીર્વાદ મળશે. ઈશ્વર ખૂબ રાજી થશે.

મારા પ્રિય ગુરુજનો સાથે હું ભારતના કર્તવ્યનિષ્ઠ નાગરિકોને પણ આ બાબતે સજાગતા દાખવવા અને આવા માનવીય અને સંવેદનાપૂર્ણ કાર્ય કરવા નિમિત્ત બનવા આગ્રહપૂર્વક વિનમ્ર અપીલ કરું છું.

આપે કરેલ આ માનવીય સેવા કાર્યની વિગતો અને ફોટોગ્રાફસ આપ મને, મારા વિભાગના સરનામે પત્ર કે ઇ મેઈલથી અવશ્ય મોકલી આપશો." 

Mr. Praful pansheriya facebook post

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top