ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે ક્રિકેટ વિલેજકપ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજન.

0

     

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે ક્રિકેટ વિલેજકપ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજન.

તારીખ ૧૪-૦૧-૨ ૦૨૪નાં દિને તોરણવેરા ગામના સરપંચશ્રી સુનીલભાઈ દાભડિયાના હસ્તે વિલેજકપ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 

જેઓ ગામના વિકાસ, સમાજ જાગૃતિ, આરોગ્યલક્ષી કેમ્પ અને સુવિધાઓ, વૃદ્ધો અને વિધવા સહાય યોજનાઓ, એકતા ભાઈચારાના કાર્યક્રમો અવારનવાર યોજી આદર્શ ગામ બનાવવા તરફ દોટ મૂકી છે.ગત વર્ષોમાં તેમણે વ્યસન મુક્તિ નાબૂદી માટે  દુકાનદારોને દંડ કરવાનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી  એક આગવી પહેલ કરી હતી. હાલમાં ગરીબ ઘરની મહિલાઓની નોર્મલ પ્રસૂતિ થાય એ હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી સાથે બેઠક યોજી યોગ્ય  પગલાં લેવાની ભલામણ કરી  હતી.

ગામની સરકારી સંસ્થાઓમાં ફરજ બજવતા કર્મચારીઓ અને ગામ લોકોના મંતવ્ય મુજબ તેઓ ગામના નાનાંમાં નાનાં વ્યક્તિ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની તેમની નેમ છે.

 દેશની એકતાનું પ્રથમ  કેન્દ્રબિંદુ  ગામની એકતામાં રહેલી છે. એ પારખવાની તેમનામાં  દીર્ઘદૃષ્ટિ રહેલી છે. યુવાનોને સાચી દિશામાં કેવી રીતે વાળવા એ તેમની પારખું નજરે જાણી એ તરફ વળવાના તેમના પ્રયાસો થઈ રહ્યા છે. જે રમતગમતના કાર્યક્રમ થકી તેઓ સતત કાર્યક્રમો કરતા રહે છે.

આ ટુર્નામેન્ટનું આયોજન  ગામની એકતા તથા ભાઇચારાની ભાવના સહ આયોજન કરવામાં આવ્યું જેમાં ગામની 19 જેટલી ટીમોએ ભાગ લીધો. જે સંદર્ભે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top