શિક્ષણ નીતિને સમજવા માટે શિક્ષણના મૂળભૂત તત્વોને સમજવા જરૂરી છે.

0

  શિક્ષણ નીતિને સમજવા માટે શિક્ષણના  મૂળભૂત તત્વોને સમજવા જરૂરી છે.


શિક્ષણ નીતિને સમજવા માટે આજના સમયના આધુનિક ઔપચારિક શિક્ષણને સમજવું જોઈએ. શિક્ષણના મૂળભૂત તત્વો સમજવા જોઈએ તો જ આપણે કોઈ પણ શિક્ષણ નીતિ નું વ્યવહારિક મુલ્યાંકન કરી શકીએ પ્રસ્તુત લેખ શિક્ષણના મૂળભૂત તત્વો સમજવા કેટલાક પ્રશ્નો કરે છે અને તેના જવાબ શોધે છે,


શિક્ષણ કેમ જોઈએ? માણસ બુદ્ધિજીવી પ્રાણી છે. તેનામાં પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની, વર્ગીકરણ કરવાની અને તેના આધારે નિર્ણયો કરવાની શક્તિ છે. આ બુદ્ધિના કારણે જ તેને શંકા થાય છે, પ્રશ્ન થાય છે, જાણવાની જીજ્ઞાસા થાય છે.


માણસને જે જાણવું છે તેના મુખ્ય બે ભાગ છે- બે પ્રશ્નો છે: 1. હું કોણ છું?


2. મારા સિવાયનું વિશ્વ શું છે? માણસને પોતાના વિષે અને પોતાના સિવાયના વિશ્વ વિષે જાણવું છે, તેના પણ મુખ્ય બે ભાગ છેઃ ભૌતિક જાણકારી અને અભૌતિક જાણકારી.

એટલે કે માણસને જાણવું છે કે હું ભૌતિક રીતે કેવો છું અને અભૌતિક રીતે કેવો છું. તેમ જ મારા સિવાયનું ભૌતિક વિશ્વ કેવું છે અને અૌતિક વિશ્વ કેવું છે.


આપણે જે જાણવું છે તેના હેતુ પણ બે છે.


૧. જાણવા ખાતર જાણવું (જ્ઞાન ખાતર જ્ઞાન)


૨. અર્થોપાર્જન માટે જ્ઞાન (કમાવ માટેનું જ્ઞાન)


કેટલુંક જ્ઞાન આપણને આનંદ આપે છે, જાણકારી આપે છે, આપણા વર્તનને ઘડે છે અને જીવનને સમૃદ્ધ બનાવે છે-સરળ બનાવે છે. આ જ્ઞાન, જાણકારી, સમજણ જીવનને સહજ બનાવવામાં, જીવનનો આનંદ મેળવવામાં ઉપયોગી બને છે. જ્ઞાનનો અનૌપચારિક બીજો હેતુ આવક મેળવવાનો હોય છે. એ જ્ઞાન, જાણકારી, કેળવણી આપણને બીજાથી જુદાં પાડે છે. એ જ્ઞાન દ્વારા કામની શોધ કરીએ છીએ.

ઉભી કરવી પડે અથવા બીજા પાસેથી નિયમ બનાવ્યા છે. મેળવવી પડે. ત્યાંથી શરૂ થાય છે વિનિમય. આ વિનિમય કરવા માટે જોવું માણસ પાસે જોઈએ વસ્તુ, સેવા કે નાણું. પહેલાં સાટા પ્રથા હતી, એટલે વસ્તુ કે સેવાના બદલામાં માણસ વસ્તુ કે સેવા મેળવતો. પછી નાણાં વ્યવસ્થા આવી. એટલે વસ્તુ કે સેવાના ઉત્પાદન-વેચાણથી માણસ નાણું મેળવતો થયો અને નાણા દ્વારા અન્ય જરૂરીયાતો સંતોષતો થયો.


ટૂંકમાં, માણસને ભૂખ લાગે છે માટે ખોરાક જોઈએ છે. મનોરંજન માટે નાટક, ફિલ્મ, કે ટી.વી. જુવે છે. સુરક્ષા માટે ઘર જોઈએ છે અને આ વસ્તુઓ કે સેવા માટે નાણું જોઈએ છે. આ નાણું મેળવવા માટે તેણે કામ કરવું પડે, રોજગાર કરવો પડે, વ્યવસાય કરવો પડે અને આ રોજગાર-વ્યવસાય કરવા માટે જોઈએ કૌશલ્ય- વિદ્યા- જ્ઞાન- જાણકારી-માહિતી.


શિક્ષણ કેવી રીતે મળે? આ કૌશલ્ય, વિદ્યા, જ્ઞાન માહિતી મેળવવાના રસ્તા છેઃ ૧. ઔપચારિક ૨. અનૌપચારિક 

તમે કશું પણ જાતે શીખી શકો અથવા તમે કોઈકના માર્ગદર્શન હેઠળ-પદ્ધતિસર શીખી શકો.

આપણા આધુનિક સમાજમાં અને અર્થ વ્યવસ્થામાં સરકારે અને સમાજે, રોજગાર-વ્યવસાય માટે બે પ્રકારની વ્યવસ્થા સ્વીકારી છે અને તેના માટે માણસની જરૂરીયાતો છે.

જરૂરીયાતોને પૂરી કરવા માટે જોઈએ છે વસ્તુઓ અને સેવાઓ. એ જાતે

૧. માણસના માત્ર કૌશલ્યને જ

૨. પ્રમાણિત સંસ્થા દ્વારા આ કૌશલ્ય મળ્યું છે કે કેમ, તે પણ જોવું. મતલબ કે, આપણે ઈલેક્ટ્રીશીયન,

લુહાર, સુથાર, કડિયા, ફિલ્મમાં એડિટર, અભિનેતા, ગાયક, છાપામાં લેખકના કૌશલ્ય કે આવડતને જ તપાસીએ છીએ. આ આવડત કોઈ સગવડ નથી. ક્યાંથી શીખ્યા તે નથી તપાસતા. આ પ્રકારની રોજગારી આવડતઆધારીત છે--ડીગ્રી, પદવી કે પ્રમાણપત્ર આધારીત નથી, જયારે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર જેવા વ્યવસાયમાં આવડતની સાથે પ્રમાણપત્ર પણ જરૂરી છે. સરકાર કે સમાજની માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર મળ્યું હોય તે જ એ વ્યવસાય કરી શકે છે.

અહીંથી શરૂ થાય છે ઔપચારિક શિક્ષણ માન્ય વ્યવસ્થામાં ક્રમશ: મેળવેલું શિક્ષણ-પ્રમાણિત થયેલું , જ્ઞાન. તેના માટે ઉભી થાય છે માન્ય બે સંસ્થાઓ અને માન્ય સંસ્થાઓ માટેના . નિયમો-યોગ્યતાઓ-કસોટીઓ.

જે વ્યક્તિ માન્ય ડીગ્રી સાથે જોડાયેલા વ્યવસાયમાંથી આવક નથી મેળવતી તે ક્યાંયથી પણ શિક્ષશ મેળવી શકે છે. પરંતુ જેને માન્ય ડીગ્રી સાથે જોડાયેલા વ્યવસાય કરવા છે, તેને માન્ય સંસ્થાઓમાંથી જ શિક્ષણ મેળવવું પડે છે. જેમ કે, શાકની લારી કરવી, ભજીયાંની દુકાન કરવી, પ્રિન્ટીંગ પ્રેસ ચલાવવો, ઈસ્ત્રી કરવી, વાળ કાપવા, કડિયાકામ કરવું, ઍડિટિંગ કે વિડીયોગ્રાફી કરવી. તેમાં તમારી રીતે શીખીને (ગમે ત્યાં, ગમે તેની પાસે, ગમે તે સમયે, ગમે તે રીતે) શરૂ કરી શકો છો.

પણ ડૉક્ટર થવું હોય તો MBBS થવું પડે. તેના માટે બારમું સાયન્સ કરવું પડે. બારમા માટે અગિયારમું, અગિયારમાં માટે દસમું...નવમું એવી રીતે પહેલું અને બાળમંદિર કરવું પડે. તેમાં ક્રમશઃ, સમયબદ્ધ રીતે, નક્કી ધારાધોરણથી જ આગળ વધી શકાય. વચ્ચેથી ઘુસવાની, બીજા સમયે આવવાની કે જાતે શીખવાની

શિક્ષણ એટલે ડીગ્રી?

ભારતમાં 1991 સુધી મિશ્ર અર્થતંત્રમાં સમાજવાદ હાવી રહ્યો. એટલે સામુહિક સેવાઓં અને તે સંબંધિત તમામ વ્યવસાયોમાં સરકારનો ઈજારો રહ્યો. શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર જેવાં ક્ષેત્રોમાં સરકારનો ઈજારો રહ્યો. સરકારનિયંત્રિત આ ક્ષેત્રોમાં રોજગારી ડીગ્રી સાથે જોડાયેલી હતી. 

- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સ્રોત : શિક્ષણ-સંસ્કાર (લેખક : કાર્તિકેય ભટ્ટ)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top