કચ્છના ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન વિલેજમાં સમાવેશ.

0

 


વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીની ફળશ્રુતિ.

કચ્છના ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન વિલેજમાં સમાવેશ.

યુનો દ્વારા સત્તાવાર જાહેરાત, ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે યોજાયેલા એવોર્ડ સેરેમનીમાં ભારતમાંથી એકમાત્ર ધોરડોની પસંદગી.

૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર તત્કાલીન કરાવેલો મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ પ્રસ્થાપિત કર્યું હતું. આજે ધોરડો’ રણોત્સવ ધોરડો અને કચ્છના આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામ સ્વરૂપે યુનાઈટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ એવોર્ડ ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એનાયત કરવામાં આવ્યો છે.

વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ'એવોર્ડથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે.

ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક- પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાંઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે તા. ૧૯ ઓક્ટોબરના રોજ UNWTOના ઉપક્રમે યોજાયેલી 'બેસ્ટ ટૂરિઝમ એવોર્ડ સેરેમની વિલેજ-૨૦૨૩' એવોર્ડ કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને 'બેસ્ટ ટૂરિઝમ વિલેજ'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વર્ષ ૨૦૨૧થી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે. UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. 

UNWTO નામાંકન કરાયેલા ગામોનું મૂલ્યાંકન સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, સાંસ્કૃતિક સંસાધનોના પ્રમોશન અને સંરક્ષણ, આર્થિક ટકાઉપણું, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય ટકાઉપણું, પ્રવાસન સંભવિત અને વિકાસ અને મૂલ્ય શ્રૃંખલા એકીકરણ સહિતના ૯ ક્ષેત્રોને આવરી લેતા માપદંડોના આધારે સ્વતંત્રસલાહકાર બોર્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ તમામ ૯ ક્ષેત્રોમાં થયેલી ઉતરોત્તર પ્રગતિને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top