Payment by mistake: ભૂલથી અન્યના ખાતામાં થયેલૂ પેમેન્ટને કેવી રીતે મેળવશો, કરો આ નંબર પર કોલ અને મેળવો તમારા પૈસા પરત.
Payment by mistake: હાલ આપના દેશમાં ડિજિટલ પેમેન્ટનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે આજકાલના સૌકોઈ લોકો ઓનલાઈન પેમેન્ટ થી ખરીદી, પેટ્રોલ પુરવવું, અન્ય કોઈ વસ્તુ માટે આપણે અલગ અલગ ઓનલાઈન મધ્યમ દ્વારા પેમેન્ટ કરતાં હોય છે. ક્યારેક ફ્રોદના પણ કિસ્સા બંતા આપણે સંભાળ્યું છે અથવા કોઈના એકાઉન્ટમાં પૈસા મોકલવા માટે આ ઓનલાઈન પેમેન્ટની એપ નો ઉપયોગ કરીયે છીએ ક્યારેક એવું પણ બને કે આપણે જે વ્યક્તિના ખાતામાં પૈસા મોકલવા હોય પરંતુ ક્યાક એકાઉન્ટ નંબરમાં ભૂલ અથવા બીજી કોઈ મિસ્ટેકના કારણે તેની જગ્યા બેજી વ્યક્તિના ખાતામાં પૈસા વાયા જાય છે આ પૈસાને પરત મેળવવા શું કરવું જોઈએ ચાલો જાણીએ નીચે મુજબ.
Peyment by mistakeના કારણે પૈસા કેમ પરત લેવા
આપના દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને નોટબંધી થયા પછી ઘણા વેપારીઓ અને ગ્રાહકોએ UPI દ્વારા પેમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ડિજિટલ પેમેન્ટના ફાયદાઓ જાણીને લોકોએ તેને ઝડપથી અપનાવી લીધું છે. પરંતુ કેટલીકવાર નાનકડી ભૂલો લોકો દ્વારા થતી થતી રહેતી હોય છે અને તે છે અન્ય માણસના ખાતામાં payment by mistake. યુપીઆઈ અથવા નેટ બેંકિંગ મારફત પેમેન્ટ કરતી વખતે, જો એકાઉન્ટ નંબર ખોટો હોય, તો પૈસા બીજા કોઈના ખાતામાં ચાલ્યા જાય છે. આવી પરિસ્થિતિમાં લોકો પરેશાન થવા લાગે છે. પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. આ માટે અમે તમને જણાવ્યા પ્રમાણે તેમના હેલ્પલાઇન નંબર દ્વારા તમે તમારા પૈસા પરત મેળવી શકો છો.
48 કલાકમાં મેળવો ભૂલથી અન્યના ખાતામાં થયેલું પેમેન્ટ
તમે કરેલી આ ભૂલથી થયલી આ રકમ સરળતાથી પરત મેળવી શકો છો. ભૂલથી થયેલા ઓનલાઈન પેમેન્ટના કિસ્સામાં તરત જ ઘરે બેઠા નંબર પર કોલ કરો. આ પછી, લાગુ પડતી બેંકમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. જો કે, ચુકવણીના 3 દિવસમાં જ ફરિયાદ કરવાની રહેશે. RBIની ગાઈડલાઈન મુજબ, જો ભૂલથી તે ખોટા ખાતામાં પૈસા જાય છે, તો તમને 48 કલાકની અંદર રિફંડ લઈ શકાય છે. ચાલો જાણીએ આ પ્રક્રિયા વિશે.
આ નંબર પર કોલ કરો
તમે જ્યારે પણ UPI અને નેટ બેંકિંગ દ્વારા ખોટા એકાઉન્ટ (ખાતા) નંબર માં પેમેન્ટ કરવામાં આવે છે, તો સૌથી પહેલા 18001201740 પર કોલ કરી ફરિયાદ નોંધાવો. આ પછી, તમારું ખાતું જે બેંકમાં છે તે બેંકમાં જાઓ અને ફોર્મ ભરો અને તેના વિશે માહિતી આપો. જો બેંક મદદ કરવાનો ઇનકાર કરે, તો તેના વિશે bankingombudsman.rbi.org.in પર ફરિયાદ કરો
તમે કરેલા પેમેન્ટના મેસેજ ડિલીટ કરશો નહી.
RBIની ગાઈડલાઈન મુજબ જો કોઈ ગ્રાહકના ખાતાની રકમ ઓનલાઈન પેમેન્ટ દરમિયાન ભૂલથી કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, તો બેંકની જવાબદારી છે કે તે ફરિયાદ પર ધ્યાન આપે અને 48 કલાકની અંદર તેને રિફંડ કરે. યાદ રાખો કે UPI અને નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કર્યા પછી ફોન પર મળેલા મેસેજને ડિલીટ ન કરો. આ મેસેજમાં PPBL નંબર છે, જે ફરિયાદના સમયે જરૂરી છે.
લાગુ પડતી બેંકમાં જાઓ.
ખોટી ઓનલાઈન ચુકવણીના કેસમાં, બેંકને ફોન કરો અને તમામ માહિતી સાથે PPBL નંબર દાખલ કરો. 3 દિવસની અંદર બેંકમાં જાઓ અને ત્યાં તમારી લેખિત ફરિયાદ નોંધાવો. બેંકને આપવામાં આવેલા ફોર્મમાં, ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર, તારીખ, રકમ અને પૈસા કયા ખોટા ખાતામાં ગયા તેની માહિતી જણાવો. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે હંમેશા સાવચેતી રાખો અને ચકાસણી કરો કે તમે જેને પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તેનું નામ અને એકાઉન્ટ નંબર સાચા છે. ચૂકવણી કર્યા પછી, તેની સાથે સંબંધિત સંદેશાઓ વગેરે જેવી વિગતો હંમેશા સુરક્ષિત રાખો.
આપણે મોટા ભાગના પેમેન્ટ ઓનલાઇન કરતા હોઇએ છીએ. ત્યારે ઘણી વખત એવુ બને છે કે ભુલથી બીજાના ખાતામા પેમેન્ટ થઇ જતુ હોય છે. ત્યારે આ પેમેન્ટ પરત મેળવવા માટે આ માહિતી આપને ઉપયોગી બનશે.
F & Q
ભૂલથી અન્ય ખાતામાં થયેલા પેમેન્ટ ને પરત મેળવવા ફરિયાદ લખવવા માટેના નંબર ક્યાં છે?
18001201740
ભૂલથી અન્ય ખાતામાં થયેલા પેમેન્ટ ને પરત મેળવવા ફરિયાદ લખવવા માટેની વેબસાઇટ કઈ છે?
bankingombudsman.rbi.org.in
ભૂલથી અન્ય ખાતામાં થયેલા પેમેન્ટ ને પરત મેળવવા ફરિયાદ માટે કેટલી કલાકમાં બેંકમાં જવું પડે છે?
48 કલાક