વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana 2023)

0

 


વ્હાલી દીકરી યોજનામાં કેટલી રકમ મળવાપાત્ર થાય છે?

 • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.

 • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.

 • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.

 • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

 



આ યોજના માટે અરજી કરવાનું ફોર્મ ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો. 


લાભ લેવા માટે પાત્રતા

 • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)

 • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

 • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.


લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

 • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)

 • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ

 • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)

 • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)

 • દીકરી નો જન્મ દાખલો

 • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

 • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા

 • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું


યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો. 

વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023



 વ્હાલી દીકરી યોજના 2023 ફોર્મ ક્યાં ભરવું? | Vahali Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF

         

ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.


        આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્‍ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.




Gujarat Vahali Dikri Yojana 2023

યોજનાનો હેતુ


Highlight Point of Vahali Dikari Yojana

લાભાર્થીની પાત્રતા (Vahli Dikri Scheme Eligibility)

મળવાપાત્ર લાભ (Vahli Dikri Yojana Benefits)

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો




How to Online Application Vahali Dikri Yojana 2023


વ્હાલી દીકરી યોજનામાં અરજી કોની પાસે કરાવવી?


વહાલી દીકરી યોજના 2023 pdf  ક્યાંથી મેળવવું



આ યોજના માટે અરજી કરવાનું ફોર્મ ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો. 

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

            મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો  ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.


યોજનાનો હેતુ

        વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.


1.      દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.


2.      દીકરીના શિક્ષણને ઉતેજન આપવું અને એમાં વધારો કરવો.


3.      દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.


4.      બાળલગ્ન થતા અટકાવવા.


Highlight Point Of Vahali Dikari Yojana

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના 2023

આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી

વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ

યોજનાનો હેતુ

આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.

લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ

મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય


અરજી કેવી રીતે કરવી? Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)

અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.

વ્હાલી દીકરી યોજના સોગંદનામું Vahli Dikari Yojana Sogandnamu Remove

Vahli Dikari Yojana Application Form Vahli Dikari Yojana Application Form PDF


લાભાર્થીની પાત્રતા (Vahli Dikri Scheme Eligibility)

લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.

દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.

દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.

માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.

એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.

માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.

બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.


મળવાપાત્ર લાભ (Vahli Dikri Yojana Benefits)

            Vahli Dikri Yojana Onlin હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.


સહાયમાં હપ્તા અંગેની વિગત કેટલી અને ક્યારે સહાય મળશે?

પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.

બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  


વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

        આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.


1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર


2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)


3. માતા-પિતાના આધારકાર્ડ


4. માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર


5. આવકનો દાખલો


6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા


7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)


8. સ્વ-ઘોષણાનો નમૂનો


9. અરજદારના રેશનકાર્ડની નકલ.


10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક




વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું.

        ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે.  જે અન્‍વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.


Read More: Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.


વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

        સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.





How To Online Application Vahali Dikri Yojana 2023

            વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.


Vahali Dikari Yojana Online Application On Digital Gujarat Portal 

સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.

જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” પાસે જવાનું રહેશે.

લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરવાની આપવાનું રહેશે.

તમામ ડોક્યુમેન્‍ટ ઓરીજનલ આપવાના રહેશે.

ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.

ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.

છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

વ્હાલી દીકરી યોજનામાં અરજી કોની પાસે કરાવવી?

મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.


વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે? અરજી કરનારની કચેરીનું સરનામું

VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રામ્ય પંચાયત ખાતે

તાલુકા મામલતદાર ઓપરેટર તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે.

જિલ્લા કક્ષાએ ઓપરેટર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.




વહાલી દીકરી યોજના 2023 Pdf  ક્યાંથી મેળવવું

આ યોજના માટે અરજી કરવાનું ફોર્મ ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો. 

            કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.


1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે.


મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના Single sign-on  (SSO) લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે. 

જવાબ: હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.


4    વ્હાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

જવાબ.    આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.


5.    આ યોજના હેઠળ કેટલો લાભ મળશે છે?

a.    દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય




આ યોજના માટે અરજી કરવાનું ફોર્મ ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top